20/09/2024
સમાજમાં આગેવાન બનવું સહેલું નથી
સમાજની સેવા કરવી બહુ જ કઠીન કામ છે, સમાજમાં દરેક વ્યકિતના વિચારો, પ્રકૃતિ, પરિસ્થિતિને અનુકુળ કામ કરવા પ્રયત્નો કરવા પડે છે.
સમાજના કોઈ આગેવાન નિઃસ્વાર્થ સેવા કરતો હોય તો પણ કડવા ઘૂંટ કેટલીય વાર પીવા પડે છે, કદીક નાની ભૂલ થઈ હોય તો પણ તેવા વ્યકિત પર ઘણી આંગળીઓ ઉઠે છે.
એક વાત હંમેશા યાદ રાખજો, જે સમાજ માટે કામ કરે છે તેના જ આંગળીઓ ઉઠે છે, અને કયારેક તેઓ આ કારણે સેવાથી દૂર પણ થતા જાય.
જો આપણે સમાજ માટે કશું જ ના કરી શકતા હોઈએ તો સમાજ કાર્યકર્તાને નુકશાન પણ ના પહોંચાડીએ. જો આવી વિચારસરણી આપણામાં હોય તો સમાજ પ્રગતિ તરફ ૧૦૦ ટકા આગળ વધે છે.
સમાજના આગેવાનો સમાજ જોડેથી પગાર નથી લેતા છતાં પણ સમાજને દરેક જગ્યાએ તન, મન, ધનથી મદદરૂપ થતા હોય છે.
આજે જરૂર છે સમાજને મજબુત કરવાની, સમાજના આગેવાનોને મદદરૂપ થાઓ, અને કશું જ જો આપણાથી ના થતું હોય તો આગેવાનોને જે નિઃસ્વાર્થ સેવા કરતા હોય તેમને એટલું કહો અમે તમારી સાથે છીએ.
સમાજની સેવા કરવાવાળા વ્યકિતની કદર કરો, કારણ કે સમાજની અંદર પીઠ પાછળ કે સામે એ વ્યકિત ગાળો પણ સાંભળતો હોય છે.