Patidar Saurabh

Patidar Saurabh છેલ્લા ૩૦ વર્ષથી કચ્છી કડવા પાટીદાર સ?

જય હરદાસબાપા 🚩લીંબાણી પરિવારના સૂરધનદાદા પ.પૂ. હરદાસબાપાની 332 મી નિર્વાણ તિથી 6 અને 7 મેના ઉજવાશેઅખિલ ભારતીય ભૃગુ ગોત્ર...
15/03/2024

જય હરદાસબાપા 🚩લીંબાણી પરિવારના સૂરધનદાદા પ.પૂ. હરદાસબાપાની 332 મી નિર્વાણ તિથી 6 અને 7 મેના ઉજવાશે

અખિલ ભારતીય ભૃગુ ગોત્રીય સનાતન લીંબાણી પરિવારના સુરધન પૂજ્ય હરદાસબાપાની 332 મી નિર્વાણ તિથી ઉમંગ અને આસ્થા સાથે ઉજવવાનું નક્કી થયેલ છે તે મુજબ આગામી તા.06/05/24 અને 07/05/24 (સોમવાર અને મંગળવાર) બે દિવસ દાદાના સ્થાનક ઘડાણી મધ્યે ઉજવાશે.
ચૈત્ર વદ-૧૩ને સોમવાર તા. ૦૬-૦૫-૨૪ ના સવારે ૭:૩૦ કલાકે યજ્ઞ-હવન કાર્યક્રમ યોજાશે, જેમાં મહોત્સવના ભોજનના મુખ્ય યજમાન તથા અન્ય સહયોગી યજમાનો બેસશે. સહયોગી યજમાન થવા જે ઈચ્છુક હોય તેઓ રૂપિયા 5100/- દાન નોંધાવી તા.25/04/24 સુધીમાં સંસ્થાના મહામંત્રીશ્રી ચિમનભાઈ લીંબાણીના મો.નં. 7016377320 / 9408203366 ઉપર નામ નોંધાવી શકશે.
એજ દિવસે બપોર પછી 3-30 કલાકે પરિવારની કારોબારી સભા પ્રમુખશ્રી મોહનભાઈ ખીમજી લીંબાણીના અધ્યક્ષસ્થાને મળશે. બીજા દિવસે ચૈત્ર વદ-14 ને મંગળવાર તા.07/05/24 ના સવારે પૂ.દાદાના સ્થાનકે પુજા-અર્ચના,આરતી, પ્રસાદ, નુતન ધજારોહણ તેમજ પરિવારની સામાન્ય સભા મળશે. ત્યારબાદ પ્રથમ નીયાણીઓને ભોજનપ્રસાદ, દાન-દક્ષિણા અર્પણ વિધિ થશે. આ બંને દિવસ ઉપસ્થિત મહેમાનો તથા પધારેલા પરિવારજનો માટે સંસ્થા દ્વારા ભોજનપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે પરિવારજનોને ઉપસ્થિત રહી ભાગ લેવાનું હાર્દિક નિમંત્રણ સંસ્થાના મહામંત્રીશ્રી ચિમનલાલ જેઠાલાલ લીંબાણી(ભુજ)ની યાદીમાં આપવામાં આવ્યું છે.

અભિનંદન : નખત્રાણા નગરપાલિકામાં ઈજનેર તરીકે નરેન્દ્ર રવિલાલ ભાદાણીની નિમણૂંક કમિશનર, મ્યુનિસિપાલીટી એડમિનીસ્ટ્રેન ગાંધીન...
09/03/2024

અભિનંદન : નખત્રાણા નગરપાલિકામાં ઈજનેર તરીકે નરેન્દ્ર રવિલાલ ભાદાણીની નિમણૂંક
કમિશનર, મ્યુનિસિપાલીટી એડમિનીસ્ટ્રેન ગાંધીનગર દ્વારા નખત્રાણા નવાવાસના અને હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં class - 3 officer (Civil Engineer) તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર રવિલાલ ભાદાણીની નખત્રાણા નગરપાલિકામાં ઈજનેર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
કમિશનર, મ્યુનિસિપાલીટી એડમિનીસ્ટ્રેન દ્વારા 6 માર્ચના હુકમથી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય ગાંધીનગર હસ્તકની રાજયની 91 નગરપાલિકાઓમાં મ્યુનિસિપલ ઈજનેર વર્ગ-3 ની જગ્યા પર આ નિમણૂંકો કરવામાં આવી છે.
M.S.University Baroda માંથી Civil Engineering (B.E) First Class સાથે પાસ કરનાર નરેન્દ્ર રવિલાલ નારણભાઈ ભાદાણી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ મ્યુનિસિપલ એન્જિનિયર (civil )(super class-3) ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં 2 ક્રમે પાસ કરી નખત્રાણામાં પોસ્ટિંગ મેળવ્યું છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવેલ નર્મદા,જળ સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ( સિંચાઈ વિભાગ ) ની Assistant Engineer Class-2 ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં 15 મા ક્રમે પાસ કરી છે. ( પોસ્ટિંગ બાકી છે )
નખત્રાણામાં નગરપાલિકા બન્યા બાદ સ્ટાફના અભાવે લોકો નગરપાલિકાના રોજીંદા કાર્યોમાં પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે નગરપાલિકામાં સ્થાનિકના જ કચ્છી ઉમેદવારને ઈજનેર તરીકે નિમણૂંક અપાતાં નગરપાલિકાનું ગાડું પાટે ચઢશે તેવી આશા લોકો રાખી રહ્યા છે.
તેમનો સંપર્ક નંબર - 8866226489

અભિનંદન : નખત્રાણાના એડવોકેટ K.K.Patel નોટરી બન્યા કેન્દ્ર સરકાર દ્વારા નખત્રાણાના એડવોકેટ K.K.Patel ની નોટરી તરીકે નિમણ...
07/03/2024

અભિનંદન : નખત્રાણાના એડવોકેટ K.K.Patel નોટરી બન્યા
કેન્દ્ર સરકાર દ્વારા નખત્રાણાના એડવોકેટ K.K.Patel ની નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
કચ્છમાં નખત્રાણા તાલુકાના દેશલપર(ગુંતલી)ના અને નખત્રાણા નગરમાં છેલ્લા 14 વર્ષથી એડવોકેટ તરીકે કાર્યરત કિરીટકુમાર ખીમજીભાઈ વાડિયાની સરકારે નોટરી તરીકે નિયુક્તિ કરતાં આ વિસ્તારના લોકોને અને કચ્છ બહાર રહેતા પાટીદાર ભાઈઓને તેમના રોજિંદા વહીવટી કાર્યોમાં સુગમતા રહેશે.
કે.કે.પટેલની નોટરી તરીકેની નિમણુંક બદલ તેમને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

પાટીદાર સૌરભનો માર્ચ-2024 નો અંક 5 માર્ચના પ્રસિદ્ધ થઈ રહ્યો છે...આપ સૌના સાથ અને સહકારથી પાટીદાર સૌરભ આ અંકથી 33 મા વર્...
01/03/2024

પાટીદાર સૌરભનો માર્ચ-2024 નો અંક 5 માર્ચના પ્રસિદ્ધ થઈ રહ્યો છે...આપ સૌના સાથ અને સહકારથી પાટીદાર સૌરભ આ અંકથી 33 મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે... 🙏

આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE ઉપલબ્ધ છે.
www.patidarsaurabh.com ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ છે.

ઇન્સ્ટોલ કરો પાટીદાર સૌરભ એપ અને મેળવો વિશ્વભરમાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમુદાયના લેટેસ્ટ સમાચાર..
https://play.google.com/store/apps/details?id=app.app.patidarsaurabh

આપની પાસે જો પાટીદાર સૌરભ આવતું ન હોય તો મોબાઈલ એપમાં મેનુમાં જઈ ઓનલાઈન પેમેન્ટ સેકશનમાંથી લવાજમ ભરી શકો છો. ત્રિવાર્ષિક લવાજમ રૂપિયા ૪૫૦ ભરી સહકાર આપવા વિનંતી છે..

https://www.patidarsaurabh.com/online-subscribe

આપ 9825639106 નંબર પર G-pay કે Phone pay દ્વારા પણ લવાજમની રકમ ભરી શકો છો. ભરાયેલ રકમના સ્ક્રીન શોટ સાથે સંપૂર્ણ સરનામું 9724839106 નંબર પર વોટ્સએપ કરવા વિનંતી છે.

ગૌરવ : કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે કચ્છી પાટીદાર ડો. મોહનભાઈ પટેલ કચ્છના ઉચ્ચ શિક્ષણ જગતને માટે એક મોટા સમાચાર મળ્યા છ...
14/02/2024

ગૌરવ : કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે કચ્છી પાટીદાર ડો. મોહનભાઈ પટેલ
કચ્છના ઉચ્ચ શિક્ષણ જગતને માટે એક મોટા સમાચાર મળ્યા છે. ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના પાંચમા કાયમી કુલપતિ તરીકે કચ્છી કડવા પાટીદાર ડો.મોહનભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
મુળ કચ્છના સાંયરા(યક્ષ) ગામના વતની અને હાલે આણંદની એન.એસ.પટેલ ઓટોનોમસ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પદે કાર્યરત મોહનભાઈ પટેલે ઉચ્ચ શિક્ષણની સાથે સાહિત્ય ક્ષેત્રમાં પણ મોટું ખેડાણ કર્યું છે. રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગના નાયબ સચિવ મનોજ વાઘ દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ ૨૦૨૩ ના સેકશનની કલમ ૧૦ હેઠળ આ નિયુક્તિ કરવામાં આવી છે.
ડો. મોહનભાઈ ૨૦૦૪ થઈ આણંદની એન.એસ.પટેલ ઓટોનોમસ આર્ટસ કોલેજના આચાર્ય પદે કાર્યરત છે. તેમના કાર્યકાળમાં જ આ કોલેજને રાજયની પ્રથમ ઓટોનોમસ કોલેજનું બિરૂદ મળ્યું છે. આ ઉપરાંત તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન ફેકલ્ટી ઓફ ડીન, એપ્રિલ ૨૦૧૪ થી માર્ચ ૨૦૧૬ સુધી કુલસચિવ, અર્થશાસ્ત્રના અનુસ્નાતક વિભાગમાં ૧૪ વર્ષથી લેક્ચર, ભરૂચ અને ડાકોરની કોલેજમાં પાર્ટ ટાઈમ પ્રાધ્યાપક, પીજી ડિપાર્ટમેન્ટના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
મોહનભાઈને કચ્છ શક્તિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણવિદ્, એબીઆઈ કેલિફોર્નિયા દ્વારા મેન ઓફ ધી યર, આઈબીસી કેમ્બ્રીજ ઈંગ્લેન્ડ તરફથી વિશ્વના અગ્રગણ્ય પ્રાધ્યાપક, ગ્લોબલ ઈકોનોમિક ફોરમ તરફથી એવોર્ડ મળ્યા છે.
શ્રી પટેલે ૧૪ જેટલા પુસ્તક અને બે જર્નલનું સંપાદન કર્યું છે. રાજયની વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનમાં તેઓ સલાહકાર સહિતની સેવા આપી ચૂક્યા છે. કચ્છ સહિત રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર સુધી થતી રજુઆતોમાં મોહનભાઈએ હંમેશા અગ્રેસર ભુમિકા ભજવી છે.
કચ્છના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે
ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના પાંચમા કુલપતિ પદે રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા નિમણૂંક કરાયા બાદ ગદગદીત સ્વરે મીડિયા સાથે વાત કરતાં મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મારા માટે ગૌરવવંતી ઘડી એટલા માટે છે કે હું મારા માદરે વતનની યુનિવર્સિટીનું કુલપતિ પદ સંભાળવા જઇ રહ્યો છું.
મોહનભાઈએ કહ્યું કે કચ્છના ઉચ્ચ શિક્ષણ સામે અનેક પડકારો છે. આ પડકારોનો કઈ રીતે સામનો કરવો અને કચ્છ યુનિવર્સિટીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટેનો રોડમેપ તેઓ વિધિવત પદભાર સંભાળ્યા બાદ અમલમાં મુકશે.
કચ્છ જેની સાથે જોડાયેલું છે એ કૃષિ, હેન્ડીક્રાફટ, ટ્રાન્સપોર્ટ, પ્રવાસન સહિતના ક્ષેત્રને સાંકળી લઈ નવા એકેડેમિક વોકેશનલ કોર્ષ શરૂ થાય અને જે કોર્ષ વર્તમાનમાં કાર્યરત છે તે કઈ રીતે અપગ્રેડ થાય તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. કચ્છ યુનિવર્સિટીમાં ભરતી સહિતના મુદ્દાઓ હાલ અટવાયેલા છે તેનો પણ યોગ્ય રીતે ઉકેલ આવે તે દિશામાં પણ યોગ્ય કામગીરી કરવામાં આવશે.
નખત્રાણા કોલેજને ગ્રાન્ટેડ કરવામાં સિંહફાળો હતો
મોહનભાઈ પટેલ કચ્છના સાંયરા(યક્ષ) ગામના છાભૈયા પરિવારના છે અને યુવા સંઘના મહામંત્રી તરીકે પણ નોંધપાત્ર સેવા આપી ચૂક્યા છે.
નખત્રાણા ખાતે આવેલ જીએમડીસી કોલેજને ગ્રાન્ટેડ કરવામાં તેમનો સિંહફાળો રહ્યો હતો અને નખત્રાણા કોલેજના સંચાલનમાં ટ્રસ્ટી તરીકે રહી કોલેજને પગભર બનાવવાના પુરતા પ્રયત્નો કર્યા હતા. પણ સમાજના મોવડીઓ સાથેના વૈચારિક મતભેદોને કારણે તેમણે નખત્રાણા કોલેજનું સંચાલન છોડ્યું હતું.

કરો કેસરિયા : લખપતમાં હવે કોંગ્રેસ મુક્ત પાટીદાર ! દિગ્ગજ કોંગ્રેસી નેતા જશવંત પટેલ ભાજપમાં લખપત તાલુકાના ઘડુલી ગામના વત...
12/02/2024

કરો કેસરિયા : લખપતમાં હવે કોંગ્રેસ મુક્ત પાટીદાર ! દિગ્ગજ કોંગ્રેસી નેતા જશવંત પટેલ ભાજપમાં

લખપત તાલુકાના ઘડુલી ગામના વતની અને વર્ષોથી કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર પીઢ સહકારી નેતા જશવંત દેવજી સાંખલા આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. લખપતના તેઓ એકમાત્ર પાટીદાર નેતા હતા જેઓ કોંગ્રેસમાં હતા.
ગઈકાલે ભુજમાં ભાજપના કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાના ૪૦ જેટલા કોંગ્રેસના નામાંકિત કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો હતો.
કચ્છ જિલ્લા કોંગ્રેસના વર્તમાન ઉપપ્રમુખ એવા જશવંત પટેલ લખપત તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને ઘડુલીના સરપંચપદે પણ સેવા આપી ચૂક્યા છે.
સહકારી ક્ષેત્રે પણ તેમણે અત્યાર સુધીમાં અનેક પદો સંભાળ્યા છે. કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના બે ટર્મ સુધી પ્રમુખ રહ્યા છે અને KDCC બેંકની લોન કમિટિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
કચ્છ જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર ઉપરાંત જમીન વિકાસ બેંક નખત્રાણાના વાઇસ ચેરમેન તરીકે પણ સેવા આપે છે.
સામાજિક ક્ષેત્રે ઘડુલી સમાજ ઉપરાંત લખપત તાલુકા પાટીદાર સમાજના પ્રમુખ, કેન્દ્રીય સમાજ અને ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે.

કચ્છમાં લખપત તાલુકાના ધારેશીના વતની અને કોલ્હાપુર રહેતા હરિભાઈ માવજીભાઈ વાગડિયાનું ગઈકાલે સાંજે નિધન થયું છે, તેઓ ૬૪ વર્...
10/02/2024

કચ્છમાં લખપત તાલુકાના ધારેશીના વતની અને કોલ્હાપુર રહેતા હરિભાઈ માવજીભાઈ વાગડિયાનું ગઈકાલે સાંજે નિધન થયું છે, તેઓ ૬૪ વર્ષના હતા.
અનેકવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનો સાથે સંકળાયેલા કોલ્હાપુર સો મીલવાળા હરિભાઈ વાગડીયાના અચાનક નિધનથી કોલ્હાપુર સહિતના વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કોલ્હાપુર ચેમ્બર ઓફ કોમર્સના મહત્વના પદો પર તેમણે વર્ષો સુધી સેવા આપી હતી અને તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં પણ તેમની બિનહરીફ વરણી થઈ હતી. તેઓ સંસ્કારધામના ટ્રસ્ટી ઉપરાંત કેન્દ્રીય સમાજના કારોબારી સભ્ય અને લખપત તાલુકા સમાજના ઉપપ્રમુખપદે પણ તેઓ સેવા આપી રહ્યા હતા. માદરે વતન ધારેશીની સમાજના પણ તેઓ પ્રમુખ હતા.

પાટીદાર સૌરભનો ફેબ્રુઆરી-૨૦૨૪ નો અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે 🙏આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE  ઉપલબ્ધ છે.www.p...
05/02/2024

પાટીદાર સૌરભનો ફેબ્રુઆરી-૨૦૨૪ નો અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે 🙏

આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE ઉપલબ્ધ છે.
www.patidarsaurabh.com ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ છે.

ઇન્સ્ટોલ કરો પાટીદાર સૌરભ એપ અને મેળવો વિશ્વભરમાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમુદાયના લેટેસ્ટ સમાચાર..
https://play.google.com/store/apps/details?id=app.app.patidarsaurabh

આપની પાસે જો પાટીદાર સૌરભ આવતું ન હોય તો મોબાઈલ એપમાં મેનુમાં જઈ ઓનલાઈન પેમેન્ટ સેકશનમાંથી લવાજમ ભરી શકો છો. ત્રિવાર્ષિક લવાજમ રૂપિયા ૪૫૦ ભરી સહકાર આપવા વિનંતી છે..

https://www.patidarsaurabh.com/online-subscribe

આપ 9825639106 નંબર પર G-pay કે Phone pay દ્વારા પણ લવાજમની રકમ ભરી શકો છો. ભરાયેલ રકમના સ્ક્રીન શોટ સાથે સંપૂર્ણ સરનામું 9724839106 નંબર પર વોટ્સએપ કરવા વિનંતી છે.

https://youtu.be/TaArcOEMlf4?si=qkYYRbRXuuCKvatL
19/01/2024

https://youtu.be/TaArcOEMlf4?si=qkYYRbRXuuCKvatL

વિવાદ | વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની રથયાત્રા અંગે ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયની જાહેરખબરથી ખળભળાટ ...

પાટીદાર સૌરભના જાન્યુઆરી-2023 ના અંકનો તંત્રી લેખ અહીં પ્રસિધ્ધ કરેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ સહિત...
15/01/2024

પાટીદાર સૌરભના જાન્યુઆરી-2023 ના અંકનો તંત્રી લેખ અહીં પ્રસિધ્ધ કરેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ સહિતના ક્ષેત્રોમાં ઝળકી રહેલા જ્ઞાતિના તેજસ્વી યુવાનોને પોંખવાનો અને તેમની કારકિર્દીને આગળ લઈ જવા પ્રોત્સાહિત કરવાનો સમય આવી ગયો છે...🥇🏆 🇮🇳

સૌરાષ્ટ્ર દર્શન....વડોદરા CITY મહિલા મંડળના પ્રવાસમાં 38 બહેનો જોડાઈ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ વડોદરા...
12/01/2024

સૌરાષ્ટ્ર દર્શન....વડોદરા CITY મહિલા મંડળના પ્રવાસમાં 38 બહેનો જોડાઈ
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ વડોદરા સીટી સમાજ બહેનો દ્વારા 8 થી 10 જાન્યુઆરી, બે દિવસના સૌરાષ્ટ્ર દર્શન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું
સમાજવાડીએથી એસી બસ દ્વારા ચોટીલા, વિરપુર ,ખોડલધામ, જુનાગઢ, સોમનાથ ,પ્રભાસ પાટણ, ગાંઠીલા ઉમિયા માતાજી મંદિર, ધોરાજી, સિદસર, સાળંગપુરનો પ્રવાસ યોજાયેલ જેમાં
મહિલા મંડળમાંથી વડીલ માતાઓ,બહેનની 38 સંખ્યા અને 2 ભાઈઓ સાથે ગયા હતા.
પ્રવાસમાં સૌ બહેનોએ ખૂબ આનંદ અને મોજ માણી હતી. બધા જ મંદિરોમાં સરસ દર્શન અને ભોજનની વ્યવસ્થા થઈ હતી. તારીખ 10 ના રાતે 2:00 વાગે વડોદરા સીટી સમાજવાડીમાં સૌ સુખરૂપ પરત ફર્યા હતા.

કચ્છમાં ગામ ઘડુલીના હાલે કોલ્હાપુર રહેતા મહેન્દ્ર દેવશી સોમજી જાદવાણીના પુત્ર CA Final પરીક્ષા પાસ કરી કોલ્હાપુર પાટીદાર...
09/01/2024

કચ્છમાં ગામ ઘડુલીના હાલે કોલ્હાપુર રહેતા મહેન્દ્ર દેવશી સોમજી જાદવાણીના પુત્ર CA Final પરીક્ષા પાસ કરી કોલ્હાપુર પાટીદાર સમાજ તથા જાદવાણી પરિવારનું ગૌરવ વધાર્યું છે.

પાટીદાર સૌરભનો જાન્યુઆરી-૨૦૨૪ નો અંક પાંચમી જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે 🙏આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE  ઉપલબ્ધ...
01/01/2024

પાટીદાર સૌરભનો જાન્યુઆરી-૨૦૨૪ નો અંક પાંચમી જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે 🙏

આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE ઉપલબ્ધ છે.
www.patidarsaurabh.com ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ છે.

ઇન્સ્ટોલ કરો પાટીદાર સૌરભ એપ અને મેળવો વિશ્વભરમાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમુદાયના લેટેસ્ટ સમાચાર..
https://play.google.com/store/apps/details?id=app.app.patidarsaurabh

આપની પાસે જો પાટીદાર સૌરભ આવતું ન હોય તો મોબાઈલ એપમાં મેનુમાં જઈ ઓનલાઈન પેમેન્ટ સેકશનમાંથી લવાજમ ભરી શકો છો. ત્રિવાર્ષિક લવાજમ રૂપિયા ૪૫૦ ભરી સહકાર આપવા વિનંતી છે..

https://www.patidarsaurabh.com/online-subscribe

આપ 9825639106 નંબર પર G-pay કે Phone pay દ્વારા પણ લવાજમની રકમ ભરી શકો છો. ભરાયેલ રકમના સ્ક્રીન શોટ સાથે સંપૂર્ણ સરનામું 9724839106 નંબર પર વોટ્સએપ કરવા વિનંતી છે.

સમાજમાં કોઈ પણ બાબતમાં મોટાભાગે આગળથી ચાલી આવતી પરંપરા કે પધ્ધતિને લોકો અનુસરતા હોય છે. પણ આ પરંપરા કે પધ્ધતિમાં કોઈ દૂષ...
16/12/2023

સમાજમાં કોઈ પણ બાબતમાં મોટાભાગે આગળથી ચાલી આવતી પરંપરા કે પધ્ધતિને લોકો અનુસરતા હોય છે. પણ આ પરંપરા કે પધ્ધતિમાં કોઈ દૂષણ કે સડો પ્રવેશી ગયો હોય તો તેને બદલાવી નાખવું અતિ જરૂરી છે.
આપણા સમાજમાં પણ સમયાનુસાર પરિવર્તન જરૂરી છે અને આ પરિવર્તન સમયસર થાય તે તો તેનાથી પણ વધુ મહત્વનું છે... હવે એ સમય આવી ગયો છે કે કેન્દ્રીય સમાજના પ્રમુખ સહિતના પદોની પસંદગી માટે હાલમાં ચાલતી પધ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવામાં આવે...
આગામી જન્માષ્ટમી પર થનાર કેન્દ્રીય સમાજના નવા પ્રમુખની વરણી સુધી આ વિષય પર સમાજમાં વ્યાપક ચર્ચા થાય અને કંઈક નવનીત નીકળે એ એકમાત્ર હેતુથી પાટીદાર સૌરભના ડિસેમ્બર-2023 નો તંત્રી લેખ અહીં પ્રસિધ્ધ કરેલ છે 🙏

ABVP ગુજરાત પ્રદેશ કારોબારીમાં ભરૂચના મન વાડીયાની નિમણુંક ભરૂચના મન પ્રવિણભાઇ વાડીયાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ ગુજર...
10/12/2023

ABVP ગુજરાત પ્રદેશ કારોબારીમાં ભરૂચના મન વાડીયાની નિમણુંક

ભરૂચના મન પ્રવિણભાઇ વાડીયાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ ગુજરાત પ્રદેશની કારોબારીમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
મુળ દયાપરના હાલે ભરૂચ રહેતા વિરજીભાઇ વિશ્રામભાઇ વાડીયાના પૌત્ર મન વાડીયા છેલ્લા બે વર્ષથી ABVP ભરુચ શહેર કાર્યાલય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ભરૂચના યુવા મન વાડીયા, જે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે.
હાલમાં દિલ્હી ખાતે ૬૭ મી રાષ્ટ્રીય જનરલ સભામાં તેઓ હાજરી આપવા ઉપસ્થિત છે.
આ ABVP ની રાષ્ટ્રીય ટીમમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રોફેસર ડો. છગનભાઇએ વર્ષ ૨૦૨૦/૨૧ અને ૨૦૨૧/૨૨ એમ સતત બે વર્ષ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી..જે આપણા સમાજ માટે ગૌરવની વાત છે.

પાટીદાર સૌરભનો ડિસેમ્બર-૨૦૨૩ નો અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે 🙏આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE  ઉપલબ્ધ છે.www.pa...
04/12/2023

પાટીદાર સૌરભનો ડિસેમ્બર-૨૦૨૩ નો અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે 🙏

આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE ઉપલબ્ધ છે.
www.patidarsaurabh.com ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ છે.

ઇન્સ્ટોલ કરો પાટીદાર સૌરભ એપ અને મેળવો વિશ્વભરમાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમુદાયના લેટેસ્ટ સમાચાર..
https://play.google.com/store/apps/details?id=app.app.patidarsaurabh

આપની પાસે જો પાટીદાર સૌરભ આવતું ન હોય તો મોબાઈલ એપમાં મેનુમાં જઈ ઓનલાઈન પેમેન્ટ સેકશનમાંથી લવાજમ ભરી શકો છો. ત્રિવાર્ષિક લવાજમ રૂપિયા ૪૫૦ ભરી સહકાર આપવા વિનંતી છે..

https://www.patidarsaurabh.com/online-subscribe

આપ 9825639106 નંબર પર G-pay કે Phone pay દ્વારા પણ લવાજમની રકમ ભરી શકો છો. ભરાયેલ રકમના સ્ક્રીન શોટ સાથે સંપૂર્ણ સરનામું 9724839106 નંબર પર વોટ્સએપ કરવા વિનંતી છે.

જ્ઞાતિના સૌ ભાઈબહેનોને નૂતન વર્ષની શુભકામનાઓ...💐પાટીદાર સૌરભના દીપોત્સવી-2023 ના અંકનો તંત્રી લેખ સમાજના દરેક નાગરિકોએ ધ...
18/11/2023

જ્ઞાતિના સૌ ભાઈબહેનોને નૂતન વર્ષની શુભકામનાઓ...💐
પાટીદાર સૌરભના દીપોત્સવી-2023 ના અંકનો તંત્રી લેખ સમાજના દરેક નાગરિકોએ ધ્યાનપૂર્વક વાંચી જવા નમ્ર વિનંતી છે 🙏
સમાજમાં જે કંઈ અનિયમિતતા કે ખોટી પરંપરાઓ ચાલતી હોય તે અટકાવવા કે તેમાં સુધારો કરવાની જવાબદારી સમાજના એક સભ્ય તરીકે આપની પણ છે. સમાજમાં આપની વાત નીડરતાથી જ્યાં સુધી રજૂ નહીં કરો ત્યાં સુધી આ બધો સડો નીકળવાનો નથી...😊😷 🤫 🤔 😱

14/11/2023
પાટીદાર સૌરભનો દીપોત્સવી-૨૦૨૩ નો અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે 🙏આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE  ઉપલબ્ધ છે.www.p...
08/11/2023

પાટીદાર સૌરભનો દીપોત્સવી-૨૦૨૩ નો અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે 🙏

આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE ઉપલબ્ધ છે.
www.patidarsaurabh.com ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ છે.

ઇન્સ્ટોલ કરો પાટીદાર સૌરભ એપ અને મેળવો વિશ્વભરમાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમુદાયના લેટેસ્ટ સમાચાર..
https://play.google.com/store/apps/details?id=app.app.patidarsaurabh

આપની પાસે જો પાટીદાર સૌરભ આવતું ન હોય તો મોબાઈલ એપમાં મેનુમાં જઈ ઓનલાઈન પેમેન્ટ સેકશનમાંથી લવાજમ ભરી શકો છો. ત્રિવાર્ષિક લવાજમ રૂપિયા ૪૫૦ ભરી સહકાર આપવા વિનંતી છે..
https://www.patidarsaurabh.com/online-subscribe

ભારતભરની KKP સનાતન સમાજો જોગ પાટીદાર સૌરભની યુટ્યુબ ન્યૂઝ ચેનલ 'Patidar Saurabh News' એ ટૂંકા સમયગાળામાં જ સમાજમાં એક આગ...
11/10/2023

ભારતભરની KKP સનાતન સમાજો જોગ

પાટીદાર સૌરભની યુટ્યુબ ન્યૂઝ ચેનલ 'Patidar Saurabh News' એ ટૂંકા સમયગાળામાં જ સમાજમાં એક આગવું સ્થાન જમાવી દીધું છે.
આ ન્યૂઝ ચેનલમાં આવતી સામગ્રીને વધુ વ્યાપક અને રોચક બનાવવા માટે ભારતભરની સમાજોને નીચે મુજબ અનુરોધ છે...
આપની સમાજમાં જ્યારે પણ કોઈ ખાસ કાર્યક્રમ થવાનો હોય ત્યારે તેની આગોતરી જાણ મોબાઈલ નંબર 9724839106 પર કરવી.( માત્ર વોટ્સઅપ કરવો )
ચેનલ માટે કયા પ્રકારની સામગ્રીની જરૂર છે તે બાબતે આપને અત્રેથી ગાઈડ કરવામાં આવશે અને તે મુજબ જ વિડિયો કે ફોટાઓ મોકલવાનું રાખવું.
આપના તરફથી જેટલો વધુ સહકાર મળશે, આપના સમાચાર સારી રીતે પ્રસિદ્ધ થઈ શકશે.
સહકારની અપેક્ષા સહ....

સી.કે.પટેલ
તંત્રી

Welcome to Our WhatsApp Channel...Let's start Channeling...!Follow the Patidar Saurabh channel on WhatsApp: https://what...
23/09/2023

Welcome to Our WhatsApp Channel...
Let's start Channeling...!
Follow the Patidar Saurabh channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9xMrh5EjxuJ1Vv850F

પાટીદાર સૌરભ હવે Social Media ના અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. પાટીદાર સૌરભ વેબસાઇટ સિવાય સોશ્યલ મીડિયા ફેસબુક, મોબાઇલ એપ વગેરે પર પણ આપ તેને જોઈ શકો છો. મીડિયા જગતના બદલાતા રૂપરંગ સાથે કદમ મિલાવવા YouTube પર ''patidar saurabh news'' ચેનલ પણ શરૂ કરી છે તે સિવાય ''Patidar Saurabh'' WhatsApp Channel પણ શરૂ કરી રહ્યા છીએ, જેમાં પણ જ્ઞાતિજનોની રુચિને અનુરૂપ સામગ્રી પીરસવામાં આવશે તો ચેનલને Follow કરવા વિનંતી છે 🙏

આપ સૌનો આભાર.
જયહિન્દ.

સી.કે.પટેલ
તંત્રી
નીતા પટેલ
સંપાદક

પાટીદાર સૌરભનો સપ્ટેમ્બર-૨૦૨૩ નો અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે 🙏આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE  ઉપલબ્ધ છે.www.p...
19/09/2023

પાટીદાર સૌરભનો સપ્ટેમ્બર-૨૦૨૩ નો અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે 🙏

આપનું પ્રિય મેગેઝિન પાટીદાર સૌરભ હવે ONLINE ઉપલબ્ધ છે.
www.patidarsaurabh.com ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ છે.

ઇન્સ્ટોલ કરો પાટીદાર સૌરભ એપ અને મેળવો વિશ્વભરમાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમુદાયના લેટેસ્ટ સમાચાર..
https://play.google.com/store/apps/details?id=app.app.patidarsaurabh

આપની પાસે જો પાટીદાર સૌરભ આવતું ન હોય તો મોબાઈલ એપમાં મેનુમાં જઈ ઓનલાઈન પેમેન્ટ સેકશનમાંથી લવાજમ ભરી શકો છો. ત્રિવાર્ષિક લવાજમ રૂપિયા ૪૫૦ ભરી સહકાર આપવા વિનંતી છે..
https://www.patidarsaurabh.com/online-subscribe

Congratulations : યુવાસંઘની 2023-25 ટીમની જાહેરાત...પંકજ પારસિયા નવા પ્રમુખ...નરોડા - ગુજરાતનો દબદબો !ભારતભરમાંથી આવેલી ...
24/08/2023

Congratulations : યુવાસંઘની 2023-25 ટીમની જાહેરાત...પંકજ પારસિયા નવા પ્રમુખ...નરોડા - ગુજરાતનો દબદબો !

ભારતભરમાંથી આવેલી યુવા મેદની, અદભુત જોશ અને જુસ્સો, ભવ્ય માહોલ, નવા આગોવાનોની ઘોષણાનો ઇંતજાર અને સૌ યુવા કાર્યકર્તાઓના અદમ્ય ઉત્સાહ સાથે અંતિમ સત્રની સફળ શરૂઆત...

તારીખ ૨૦ ઓગષ્ટ, ૨૦૨૩ને રવિવારે સરદાર પટેલ રિજીયનની યજમાનીમાં વડોદરા ખાતે ત્રીમંદિરના રમણીય વાતાવરણમાં સ્વર્ણિમ ટર્મની અંતિમ વાર્ષિક સામાન્ય સભા સવારે ૮.૩૦ વાગ્યે પ્રારંભ કરવામાં આવી. આગલા દિવસથી જ સર્વ યુવા મિત્રોમાં અનેરો ઉત્સાહ છલકાતો હતો. કેન્દ્રીય સમાજના આગેવાનો, ૨૩ રિજીયનના હોદ્દેદારો, CCM મેમ્બર્સ, સ્થાનિક આગેવાનો અને અન્ય કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં હાજરી નોંધાવી.

દરેકે રજિસ્ટ્રેશન કરાવી અનેરા ઉમણકા સાથે સભાનું ડેકોરમ જણવાય એ રીતે ભગવાનના સાનિધ્યમાં ભવ્ય ઓડિટોરિયમમાં સ્થાન ગ્રહણ કર્યું. સંચાલનનો દોર મંત્રીશ્રી નિલેશભાઈ સુરાણીએ સંભાળ્યો. વડોદરાની સ્થાનિક સમાજની દીકરીઓએ આહલાદક પ્રાર્થના નૃત્ય રજૂ કરી કાર્યક્રમની સૂરીલી શરૂઆત કરી. સભાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ રામજીયાણી તેમજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મહામંત્રી શ્રી પુરુષોત્તમભાઈ ભગત સાથે યુવાસંઘના મુખ્ય હોદેદારોએ દીપ પ્રજ્વલિત કરીને સભાની શુભ શરૂઆત કરી. મંત્રી શ્રી નિલેશભાઈ સુરાણીએ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મહામંત્રીશ્રી, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘના કેન્દ્રીય પ્રમુખ શ્રી હિતેશભાઈ રામજીયાણી, મિશન ચેરમેન શ્રી નટવરભાઈ સામાણી, મહામંત્રી શ્રી ભરતભાઈ છાભૈયા સાથે મુખ્ય હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, પસંદગી સમિતિના સભ્યોને મંચ ઉપર અને આગલી હરોળમાં સ્થાનગ્રહણ કરાવ્યું. ઉપસ્થિત સર્વેના શાબ્દિક આવકાર અર્થે સરદાર પટેલ રિજીયનના તત્કાલીન ઇમિડીએટ પાસ્ટ ચેરમેન શ્રી જગદીશભાઈ લીંબાણીને સ્વાગત પ્રવચન માટે અનુરોધ કર્યો.

આપણી વચ્ચેથી ક્યારેય ન પુરી શકાય એવો ખાસનો ખાલીપો આપીને હરહંમેશ માટે વિદાય લઈ ચૂકેલા છતાં સૌના દિલમાં પરોક્ષ રીતે હાજર એવા સ્વ. ડૉ. વસંતભાઈ ધોળુ તેમજ DKT રિજીયનના કિશોરભાઈ તેમજ અન્ય લાગતી વળગતી સૌ દિવંગત આત્માઓને યાદ કરીને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવા મંત્રીશ્રી એ સભાને અનુરોધ કર્યો.

નખત્રાણા ખાતે યોજાયેલ ગત સામાન્ય સભાની મિનિટ્સનું વાંચન મંત્રી શ્રી નિલેશભાઈ સુરાણી દ્વારા કરાયું અને સભાએ સર્વાનુમતે હાથ ઉપર કરી બહાલી આપી. YSKના હિસાબોનું વાંચન કરવા YSKની આખી ટીમ મંચ પર ઉપસ્થિત થઈ અને એકદમ સરળ ભાષામાં હિસાબોનું વાંચન કરીને સૌની બહાલી મેળવી. યુવાસંઘના હિસાબોનું વાંચન કરવા ખજાનચી શ્રી લક્ષ્મણભાઇ અને સહ ખજાનચી શ્રી દિનેશભાઇને અનુરોધ કરવામાં આવ્યો અને તેઓએ પણ ખૂબ જ પારદર્શકતા સાથે હિસાબો રજૂ કરી સભાની બહાલી મેળવી.

શ્રી સમાજના મહામંત્રીશ્રીને આશીર્વચન માટે વિનંતી કરવામાં આવી જેમાં સનાતની શતાબ્દી મહોત્સવની તૈયારીઓમાં યુવાસંઘના કાર્યકર્તાઓની મહેનતને શ્રી સમાજ વતી સચોટ રીતે બિરદાવવામાં આવી અને યુવા કાર્યકર્તાઓને સમાજસેવાની મળેલી તકને કેવીરીતે ન્યાય આપી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું.

ત્યારબાદ મહામંત્રી શ્રી ભરતભાઇ છાભૈયાએ સભામાં ઉપસ્થિત સર્વ માટે મંતવ્યો અને સુજાવ માટે મંચ ખુલ્લો મુક્યો, જેમાં ભારતભરના અનેક સદસ્યોએ પોતાના વિચારો, પ્રતિભાવો તેમજ સૂચનો ખુમારીથી સભા સમક્ષ પ્રસ્તુત કર્યા.

ત્યારબાદ મહામંત્રીશ્રીએ પોતાના સ્વર્ણિમ ટર્મના આખરી ઉદબોધનમાં યુવાસંઘ સાથે જોડાયેલા સર્વેનો લાગણીશીલ થઈને આભાર વ્યક્ત કરીને આવનારી ટીમને શુભેચ્છાઓ પાઠવી. ત્યારબાદ મિશન ચેરમેન શ્રી નટવરભાઈ સામાણીએ પોતાના જોશીલા અંદાજમાં પોતાના ૧૫ વર્ષના કાર્યકાળને વાગોળતા પોતાનું આખરી વક્તવ્ય આપ્યું જેમાં તેઓએ પોતાના અનુભવોના નિચોડને સભા સમક્ષ મુકી તેમના જીવનમાં યુવાસંઘની પરિવાર સમી ભૂમિકાને અશ્રુભીની યાદો સાથે સરખાવી સૌ ઉપસ્થિત યુવાઓને મળેલી જવાબદારીને પુરા ખંતથી નિભાવવાની સલાહ આપી. ત્યારબાદ અધ્યક્ષ સ્થાનેથી આખરી રજુઆત કરવા પ્રમુખશ્રી હિતેશભાઈ રામજીયાણી ને આમંત્રણ આપવામાં આવ્યુ, જેમાં પોતાના બે વર્ષના કાર્યકાળની સફરને પોતાના આગવા અંદાજમાં સૌ સમક્ષ મૂકી, એમની પુરી ટિમ સાથે સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી મુક્ત મંતવ્યોના દોરમાં આવેલા સુચનો ઉપર આવનારી નવી ટિમ કાર્ય કરે એવો ભાવ વ્યક્ત કરી એમના કાર્યકાળનું સૌથી લાંબુ તેમજ સચોટ વક્તવ્ય આપી સૌનું ફરી એક વખત દિલ જીતી લીધું. પોતાના ગૌરવવંતા સ્વર્ણિમ કાર્યકાળ ને પૂર્ણ જાહેર કરી પ્રમુખશ્રીએ ગૌરવ પૂર્વક આખી ટીમને મંચ પર ઉપસ્થિત કરી સભાનું અભિવાદન જીલ્યું. ત્યારબાદ સૌ હોદ્દેદારોને મોમેન્ટો આપી સફળતાપૂર્વક બે વર્ષના અદભુત કાર્યો બદલ સન્માનિત કરવામાં આવ્યા. ટીમના IPP સ્વ. વસંતભાઈ ધોળુનું સન્માન સ્વીકારવા એમના દીકરાને અનુરોધ કરવામાં આવ્યોને આખી સભા જાણે વસંતભાઈની જીવનયાત્રાને નત મસ્તક થઈને ગમગીનીમાં સરી પડી.

આગળનો દોર સંભાળવા પસંદગી સમિતિને મંચ પર આવવા અનુરોધ કરવામાં આવ્યો. સમિતિના પ્રમુખ શ્રી માવજીભાઈ માવાણીએ સમિતિની પ્રક્રિયાની પ્રસ્તાવના બાંધીને આગળનું સંચાલન કરવા સમિતિના મંત્રીશ્રી મોહનભાઇ ધોળુને વિનંતી કરી. સૌની આતુરતાનો સમયસર અંત લાવવા મંત્રીશ્રીએ નવી વરાયેલી ટીમની જાહેરાત શરૂ કરી.

નામોની ઘોષણા નીચેથી ઉપરના ક્રમમાં કરવામાં આવી એટલે ૧૩ થિમના કન્વીનર અને PDOથી શરૂ કરીને ઉત્કૃષ્ટ થીમ લીડર્સને મંચ પર બોલાવવામાં આવ્યા. ત્યારબાદ સહ ખજાનચી, ૬ કાઉન્સિલના મંત્રી, કેન્દ્રીય મંત્રી, ખજાનચી, પ્રવક્તા, મહામંત્રી, ૬ કાઉન્સિલના પ્રમુખ, મિશન ચેરમેન અને પ્રમુખની જુસ્સાભેર જાહેરાત કરીને મંચ પર બોલાવાયા અને સભાએ સમિતિની દરેક પસંદગીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

ત્યારબાદ મંત્રીશ્રીએ નવી વરાયેલી ટીમને આવનારી ટર્મમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેવડાવી અને સાંકળ બનાવી ટીમમાં સંગઠનની ભાવના જગાડી. ત્યારબાદ નવા વરાયેલા મહામંત્રીશ્રી ડૉ. વિપુલભાઈ છાભૈયાને વક્તવ્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓના પ્રથમ જુસ્સાભેરના વક્તવ્યથી એમને નવી ટીમના પ્રતિનિધિ તરીકે અદભુત પ્રભાવ પાડ્યો. ત્યારબાદ નવા વરાયેલા પ્રમુખ શ્રી CA પંકજભાઇ પારસીયાએ પોતાના આવનારી ટર્મના આગવા લક્ષ્યો રજૂ કરતા કહ્યું કે હવે યુવાસંઘને પાછું ઘરે ઘરે પહોંચવું છે અને વ્યસનમુક્તિને મુખ્ય અભિયાન બનાવવું છે. એમની ધારદાર વાણીમાં એમને એટલા અસરદાર હેતુઓ સભા સમક્ષ રજૂ કર્યા કે સૌની પ્રમુખ પ્રત્યેની અપેક્ષાઓ આપમેળે સંતોષાઈ ગઈ. અંતમાં આભારવિધિ કરવાની જવાબદારી નવા નિમાયેલા મંત્રીશ્રી ડૉ. મુક્તિબેન લીંબાણીને સોંપવામાં આવી અને તેઓએ પોતાની આગવી શૈલીમાં ટૂંકમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌનો દિલથી આભાર માન્યો. ખાસ કરીને પસંદગી સમિતિ, સરદાર પટેલ રિજીયન અને દાતાશ્રીઓ પ્રત્યે દિલથી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી. આ રીતે સ્વર્ણિમ ટીમે ગૌરવપૂર્વક વિદાય લીધી અને અદમ્ય જુસ્સા સાથે નવી ટીમને આવનારી ટર્મની કાર્યવાહી સોંપાઈ.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ નવનિયુક્ત 18 મી ટીમ 2023-25

પ્રેસિડન્ટ- સી.એ. પંકજ રમેશભાઈ પારસીયા - અમદાવાદ- સાંયરા યક્ષ

IPP- હિતેશ હરિલાલ રામજીયાણી - ઘાટકોપર- દેશલપર વાંઢાય

વાઇસ પ્રેસિડન્ટ -જગદીશ નારણ લીંબાણી -વડોદરા -પાનેલી

કાઉન્સિલ પ્રેસિડેન્ટ -

ગંગાસાગર - મુકેશ ગોવિંદભાઈ છાભૈયા -બાલેશ્વર -ભડલી

ગ્રીનલેન્ડ- કિશોર રતિલાલ પોકાર -સુરત -વાલકા મોટા

ફોરેસ્ટ- દિલીપ શિવદાસ પોકાર -હરદા -કાદીયા મોટા

ઓશિયન- ગીરીશ મનજીભાઈ ભાવાણી- કોલ્હાપુર -ખીરસરા

રામસેતુ - નવીન કાંતિલાલ લીંબાણી -રાયપુર- દેવીસર

નર્મદા- અશોક કરસનભાઈ પોકાર -ઘાટકોપર -દરસડી

જનરલ સેક્રેટરી- ડૉ. વિપુલ હેમંતભાઈ છાભૈયા- નરોડા- ભડલી

PRO - સેન્ટ્રલ પ્રવકતા - મહેશ કિશોરભાઈ પોકાર -મદુરાઈ - ઘડુલી

સેક્રેટરી- ડૉ. મુક્તિ કપિલભાઈ લીંબાણી- ભુજ- મથલ

ટ્રેઝરર-મિનેશ ઈશ્વરભાઈ વાડીયા- મોડાસા- કોટડા (ચ)

કાઉન્સિલ સેક્રેટરી-

ગંગાસાગર- જગદીશ વેલજીભાઈ હળપાણી- બુંદ બુંદ- વિથોણ

ગ્રીનલેન્ડ- રમેશ કાંતિલાલ રામાણી -બિદડા -બિદડા

ફોરેસ્ટ- યોગેશ મગનલાલ રામાણી- ચાલીસગાવ- કાદિયા નાના

ઓશિયન- ગિરીશ મોહનલાલ જાદવાણી- કોદડ- આમારા

રામસેતુ- પ્રવીણ વિશ્રામભાઈ છાભૈયા -બેંગ્લોર -કોટડા

નર્મદા- ચંદ્રકાંત રણછોડભાઈ પોકાર- કલોલ- રવાપર

જોઈન્ટ ટ્રેઝરર - જગદીશ જયંતીલાલ લીંબાણી-ચિંચવડ- મથલ

કૃષિ અને પર્યાવરણ કન્વીનર - જીગ્નેશ સેંગાણી- બિદડા

બિઝનેસ સેલ કનવીનર - પ્રિતેશ લીંબાણી- મોડાસા, નખત્રાણા

બિઝનેસ સેલ સેન્ટ્રલ PDO-

હેમંત ચૌહાણ - ઔરંગાબાદ-ખોંભડી

ચેતન માકાણી - બાલોદ - વીરાણી મોટી

એજ્યુકેશન & ટેલેન્ટ હન્ટ કન્વીનર-

હરેશ લીંબાણી- અમદાવાદ- ઘડુલી

ફંડ રાઇઝિંગ કન્વીનર -રમેશ પોકાર - હૈદરાબાદ- મથલ

સેન્ટ્રલ PDO ફંડ રાઇઝિંગ- હરેશ રૂડાણી -ગાંધીધામ - દેવિસર

હેલ્થ & ડિઝાસ્ટર કન્વીનર- દિનેશ પોકાર -મહાડ- ધાવડા મોટા

હેલ્થ & ડિઝાસ્ટર સેન્ટ્રલ PDO- કપિલ નાકરાણી- ડીસા- નાની વિરાણી

મેટ્રિમોનિયલ કન્વીનર- નરેશ પોકાર -રત્નાગીરી - દાવડા

મેટ્રિમોનિયલ સેન્ટ્રલ PDO- ભદ્રેશ છાભૈયા -તખતગઢ - થરાવડા

પોલિટિકલ & લીડરશિપ કન્વીનર- મયુર રંગાણી -સુરત -દયાપર

પોલિટિકલ & લીડરશિપ સેન્ટ્રલ PDO- ધર્મેશ કેસરાણી- નખત્રાણા

પ્રચાર પ્રસાર કન્વીનર- રીના પોકાર - પુણે - ટોડિયા

પ્રચાર પ્રસાર સેન્ટ્રલ PDO- મનોજ વાઘાણી- અંગિયા નાના

સામાજિક & આધ્યાત્મિક કન્વીનર- અમિત ચૌધરી- સોલાપુર- રસલિયા

સ્પોર્ટ્સ કન્વીનર- નિશાંત રામાણી- નાગપુર - નખત્રાણા

સ્પોર્ટ્સ સેન્ટ્રલ PDO-ઉમેદ લીંબાણી- કોલકતા - કોટડા જડોદર

વેબકોમ કન્વીનર- નિલેશ વાસાણી- અમદાવાદ - નખત્રાણા

વેબકોમ સેન્ટ્રલ PDO- પ્રિતેશ માવાણી- થાણા - રતનાપર (માઉ)

યુવા ઉત્કર્ષે કન્વીનર- નટવર સામાણી - નાગપુર -વિથોણ

https://youtube.com/watch?v=rxmaOqZ_kOM&feature=share
21/08/2023

https://youtube.com/watch?v=rxmaOqZ_kOM&feature=share

સાવધાન | વ્યાપક દૂષણને કારણે કચ્છમાં ખારીભાત પાર્ટીઓ પર પ્રતિબંધ ? | વિથોણ પાટીદાર સમાજનો કડક નિર્ણય ...

Border News Kutchપશ્ચિમ કચ્છના લોકોની સમસ્યાઓ નિર્ભીકપણે રજૂ કરવા સવાલ ઉઠાવતું પત્રકારત્વ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ થી શરૂ થઈ રહ્યું...
15/08/2023

Border News Kutch

પશ્ચિમ કચ્છના લોકોની સમસ્યાઓ નિર્ભીકપણે રજૂ કરવા સવાલ ઉઠાવતું પત્રકારત્વ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ થી શરૂ થઈ રહ્યું છે. સરહદી વિસ્તારના લોકોનો અવાજ બનવાનો અમારો આ એક સ્વતંત્ર-નિષ્પક્ષ પ્રયાસ છે...
કચ્છના વરિષ્ઠ પત્રકાર શ્રી કીર્તિભાઈ ખત્રીના વરદ હસ્તે તા.૧૫/૦૮/૨૦૨૩ ના 'Border News Kutch' યુટ્યુબ ન્યૂઝ ચેનલનું લોન્ચિંગ થઈ રહ્યું છે તે પ્રસંગે ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરવા નમ્ર વિનંતી છે 🙏
Border News Kutch નો સદાય પ્રયાસ રહેશે કે સમાચારોની સાથે આમ લોકોને જોડે...લોકો અને પ્રદેશની સમસ્યાઓને રસપ્રદ રીતે રજૂ કરે...
નખત્રાણા સહિત પશ્ચિમ કચ્છની દરેક ખબર માટે અમારી યુટયુબ ચેનલને જરૂર subscribe કરો, વિડિયોને like કરો અને share કરો...
આપ સૌનો આભાર.
જયહિન્દ.

સી.કે.પટેલ
તંત્રી

🇮🇳 સ્વાતંત્ર્યદિન પર્વની રંગારંગ ઉજવણી 🇮🇳 लखपत जहां दिल्ली के लाल किले के साथ फहराया जाता है तिरंगा ...

Border News Kutchપશ્ચિમ કચ્છમાં લોકોની સમસ્યાઓ નિર્ભીકપણે રજૂ કરવા સવાલ ઉઠાવતું પત્રકારત્વ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ થી શરૂ થઈ રહ્યુ...
13/08/2023

Border News Kutch

પશ્ચિમ કચ્છમાં લોકોની સમસ્યાઓ નિર્ભીકપણે રજૂ કરવા સવાલ ઉઠાવતું પત્રકારત્વ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ થી શરૂ થઈ રહ્યું છે. સરહદી વિસ્તારના લોકોનો અવાજ બનવાનો અમારો આ એક સ્વતંત્ર-નિષ્પક્ષ પ્રયાસ છે...
Border News Kutch નો સદાય પ્રયાસ રહેશે કે સમાચારોની સાથે આમ લોકોને જોડે...લોકો અને પ્રદેશની સમસ્યાઓને રસપ્રદ રીતે રજૂ કરે...
નખત્રાણા સહિત પશ્ચિમ કચ્છની દરેક ખબર માટે અમારી યુટયુબ ચેનલને જરૂર subscribe કરો, વિડિયોને like કરો અને share કરો...
આપ સૌનો આભાર.
જયહિન્દ.

સી.કે.પટેલ
તંત્રી

Address

13, Madhav Complex, Opp. Kanya Shala, Nakhatrana
Nakhtrana
370615

Opening Hours

Monday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Tuesday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Wednesday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Thursday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Friday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm
Saturday 9:30am - 12:30pm
3:30pm - 7:30pm

Telephone

+919825639106

Alerts

Be the first to know and let us send you an email when Patidar Saurabh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Patidar Saurabh:

Videos

Share