Gstv Chandresh Odhaviya Morbi

Gstv Chandresh Odhaviya Morbi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gstv Chandresh Odhaviya Morbi, Media/News Company, morbi, Morbi.

10/11/2022
'ઠન ઠન કી સુનો ઝંકાર, યે પૈસા બોલતા હૈ...' : ચૂંટણીમાં ગુનાઈત-ધનિક ઉમેદવારના વિજયની સંભાવના પ્રમાણમાં બમણી છે. ભાજપ હોય ...
08/11/2022

'ઠન ઠન કી સુનો ઝંકાર, યે પૈસા બોલતા હૈ...' : ચૂંટણીમાં ગુનાઈત-ધનિક ઉમેદવારના વિજયની સંભાવના પ્રમાણમાં બમણી છે. ભાજપ હોય કે કોંગ્રેસ ખાલી ફક્ત વાતો કરે છે પણ એમના માટે જીત જ અગત્યની છે ભલે ઉમેદવાગ ગમે તે હોય.. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની ચોપાટ પથરાઇ ચૂકી છે અને હવે કઇ બેઠક પર કયા સોગઠાં ગોઠવવા તેનું પક્ષો દ્વારા થઇ રહેલું મનોમંથન અંતિમ તબક્કામાં છે. ચૂંટણીમાં દિવસે દિવસે નાણા-બાહુબળનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના પક્ષ સ્વચ્છ ઈમેજ ધરાવનારા કરતાં ગુનાઈત ઈતિહાસ તેમજ વધુ નાણા ખર્ચી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપવામાં પ્રાધાન્ય આપે છે તે વાત નકારી શકાય એમ નથી. વર્ષ ૨૦૦૪થી અત્યારસુધી લોકસભા-વિધાનસભાની ચૂંટણી લડેલા ગુજરાતના તમામ ઉમેદવારોના વિશ્લેષણ પર નજર કરવામાં આવે તો તેમાં 'મની પાવર'-'મસલ પાવર'નો પ્રભાવ જોવા મળે છે. આ વિશ્લેષણથી એવું પણ ફલિત થાય છે કે સ્વચ્છ છબીવાળા ઉમેદવારના જીતવાની શક્યતા ૧૦ ટકા જ્યારે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારની જીતવાની શક્યતા બમણી એટલે કે ૨૦ ટકા છે. વર્ષ ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી-પેટા ચૂંટણી લડેલા તેમજ ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડેલા ૬૦૪૩ ઉમેદવારોમાંથી ૯૭૨ એટલે કે ૧૬ ટકા સામે ગુના દાખલ થયેલા છે. આ પૈકી ૫૧૧ એટલે કે ૮ ટકા સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કુલ ૬૮૫ સાંસદ-ધારાસભ્યોમાંથી ૧૯૧ એટલે કે ૨૮ ટકા અને તેમાંથી ૧૦૯ ગંભીર ગુનો ધરાવતા છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સરકાર માટે ગળાનો ગાળિયો બને તો નવાઈ નહીં, મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લો...
07/11/2022

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સરકાર માટે ગળાનો ગાળિયો બને તો નવાઈ નહીં, મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોના મોત નિપજ્યા હતા. દુર્ઘટનામાં તપાસ માટે રાજ્ય સરકારે સીટની રચના કરી આ ખાસ સમિતિ દ્વારા આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ પુલ દુર્ઘટના હતભાગીઓને સાચો ન્યાય મળે તે માટે તટસ્થ તપાસ કરવા માટે થોડા સમય બાદ હાઇકોર્ટેમાં સુઓમોટો દાખલ થઈ છે. જેમાં હાઈકોર્ટે ચીફ સેક્રેટરી, કલેક્ટર, માનવ અધિકાર આયોગને નોટિસ ફટકારી છે. આ કેસની મુદત 14 નવેમ્બરની પડી છે. આ કેસમાં સરકાર ઓરેવાનો બચાવ કરી મગર મચ્છોને છોડી નાની માછલીઓને ફસાવવાનો પ્રયાસ કરતી હોવાના આક્ષેપો થઈ રહી છે. ફરિયાદમાં પણ ઓરેવા કંપનીનું નામ નથી. આમ સરકારની તપાસ સામે સવાલો થતાં મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

31/10/2022
જો કોઈ હોમગાર્ડ કે TRB જવાન તમને રોકે અને લાયન્સ માંગે તો તમે બતાવવાની ના પાડી શકો છો, ગુજરાતમાં પોલીસ કરતાં તો રસ્તાઓ પ...
20/08/2022

જો કોઈ હોમગાર્ડ કે TRB જવાન તમને રોકે અને લાયન્સ માંગે તો તમે બતાવવાની ના પાડી શકો છો, ગુજરાતમાં પોલીસ કરતાં તો રસ્તાઓ પર હોમગાર્ડ કે ટીઆરબીના જવાનો જ ગાડીઓ રોકવાની કામગીરી કરતા હોય છે. જેઓની કામગીરી ફક્ત રસ્તાઓ પર ટ્રાફિકને મેનેજ કરવાની છે પણ ટીઆરબી અને હોમગાર્ડની સંખ્યા વધ્યા બાદ પોલીસ સાહેબ થઈ ગઈ છે અને ટ્રાફિક મેનેજ કરવાને બદલે ટીઆરબી અને હોમગાર્ડના જવાનો સાહેબની પાવતીઓ પૂરી કરવાની કામગીરી કરી રહ્યાં છે. પાવતીઓ પૂરી થયા બાદ જે પણ મલાઈ મળે એમાં પણ ભાગ મળતો હોવાથી ટ્રાફિક પોલીસના પીએસઆઈ, એએસઆઈથી લઈને કોન્સ્ટેબલો રસ્તા પર ઉભા રહેવાને બદલે છાંયડો પકડીને ઉભા થઈ જાય છે અને એમને કરવાની કામગીરી ટીઆરબી અને હોમગાર્ડ કરે છે. અગાઉ હર્ષ સંઘવી આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યા હોવા છતાં આજે પણ દરેક ટ્રાફિક પોઈન્ટ પર હોમગાર્ડ અને ટીઆરબી એ જ કામ કરે છે જે તેમને કરવાનું હોતું જ નથી. સુરતના મેહુલ બોધરા કેસ બાદ ફરી ટીઆરબી જવાનોની હપ્તાખોરીની સિસ્ટમ ખુલ્લી પડી છે.

Address

Morbi
Morbi

Telephone

+919724008666

Website

Alerts

Be the first to know and let us send you an email when Gstv Chandresh Odhaviya Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gstv Chandresh Odhaviya Morbi:

Videos

Share


Other Media/News Companies in Morbi

Show All