23/05/2024
#ગામચિત્ર
#દેશી_પરબડી
વટેમાર્ગુ-રાહદારી નો વિસામો છું.
સંદેશ:-વૃક્ષ...
ઠંડક અને શીતળ છાયા આપું છું.
સૌને ઠંડક અને છાયો ગમે છે, મારી નીચે ગાડી પાર્ક કરવી પણ ગમે છે.પરંતુ મને વાવી મારો ઉછેર અને મારી કેળવણી અને મને ઉગાડવું ગમતું નથી..
પરંતુ આ વર્ષે ખબર પડી! ને ૪૫,૪૬,૪૭ ડીગ્રી માં કેવી તકલીફ પડે છે.
માટે હું તો તમારો ખ્યાલ રાખું છું. મારો ખ્યાલ મને વાવ્યા પછી ત્રણેક વર્ષ રાખો તો તો તમારી આવનારી પેઢી માટે પણ હું ખ્યાલ રાખીશ.
હે માનવ તે મને નષ્ટ કરીને મોટી ભૂલ કરી છે.
માટે પ્રકોપ તારે ભોગવવાનો વારો આવ્યો છે.
આ વર્ષે માત્ર આ તો એક નાની ટકોર છે.
હજી પણ મારો ઉછેર અને મારું ધ્યાન રાખવામાં નહીં આવે તો આ 46 ડિગ્રી માંથી 56 ડિગ્રી અને 60 ડિગ્રી થતાં વાર નહીં લાગે.
પછી તારું એ.સી પણ કામ નહીં કરે..!
માટે એક વૃક્ષ તરુ તરીકે આ મારી વ્યથા છે. હું નજર સમક્ષ એ માનવ તને બરબાદ થતો જોઈ રહ્યું છું. માટે તારા માટે નહીં તો તારી પેઢી માટે પણ વિચાર કર...
#વિશેષ: #મારા_અસ્તિત્વમાં_જ_તારું_અને
#પૃથ્વીના_જીવોનું_અસ્તિત્વ_ટકેલું_છે_દુનિયાની_તમામ_ભૌતિક_સુખ_સુવિધાઓ_કોઈ_કામ_લાગશે_નહીં_
#પૃથ્વી_સળગી_રહી_છે.
#હે_માનવ_આ_તારી_ભલાઈ_માટે_વાત_છે.