Dantiwada News

Dantiwada News Dantiwada News Is a News Website. In Which We Are Giving News That Matters For The People of Banaska

02/03/2024

બનાસ ડેરીના આધસ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલના પૌત્રી ડો. રેખાબેન હિતેશભાઈ ચૌધરીને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરવા બદલ અભિનંદન..!!

બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરી ઉપર પસંદગી ઉતારી પાર્ટીએ ડૉ. રેખાબેનના દાદા બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે..!

24/11/2023
23/10/2023

પાલનપુર આરટીઓ સર્કલ નજીક બની રહેલ ઓવરબ્રિજ ધરાશાઈ થયો..

ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા અનેક વ્યક્તિ દટાયા હોવાની આશંકા..

બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા..

બાલારામ ખાતે પ્રકૃતિપ્રેમીઓ માટે નવલું નજરાણું : ઉજાણી-નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઈટવન્યજીવ સપ્તાહની ઉજવણી નિ...
07/10/2023

બાલારામ ખાતે પ્રકૃતિપ્રેમીઓ માટે નવલું નજરાણું : ઉજાણી-નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઈટ

વન્યજીવ સપ્તાહની ઉજવણી નિમિત્તે બનાસકાઠાંના બાલારામ ખાતે અંદાજીત ૫ હેક્ટરમાં ઉજાણી-નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઈટ તૈયાર કરાઈ, જ્યાં પ્રકૃતિપ્રેમીઓ વન્યજીવનને માણી શકશે.પર્યટનની સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળશે...

17/09/2023

તારીખ ૧૭/૦૯/૨૦૨૩
ઉપરવાસમાં વરસાદને લઈને સાંજે ૭:૦૦ કલાકે દાંતીવાડા ડેમમાં પાણીની જળ સપાટી ૬૦૨.૬૫ ફૂટે પોહચી છે તેની સામે પાણીની આવક ૩૨૧૬ ક્યૂસેક નોંધાઈ રહી છે જેમાં ચાર દરવાજા મારફતે ૧૦૬૫૯ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે..

24/08/2023

23/08/2023

13/07/2023
29/04/2023
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે પાલનપુર ખાતેથી શક્તિરથને...
07/02/2023

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે પાલનપુર ખાતેથી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું..

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામેગામ ફરી શક્તિરથ "શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ"નો પ્રચાર પ્રસાર કરશે..

આગામી વર્ષોમાં પરિક્રમા મહોત્સવમાં સ્વયંભૂ લોકો જોડાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે: કલેક્ટર શ્રી આનંદ પટેલ..

રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે ગબબર આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતેથી ૭ ફેબ્રુઆરીના રોજ "શક્તિરથ"નું માં અંબાના જયઘોષ સાથે ઉત્સાહભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે.

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ગામેગામ ફરશે અને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે. જે પાંચ શક્તિરથ પૈકીના બે રથને કલેક્ટર શ્રી આનંદ પટેલે આજે માં અંબાની ધ્વજપતાકા ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરશે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રાસંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવશે. તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઇભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે.

આ પ્રસંગે કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું કે, આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' યોજાઈ રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પરિક્રમા પથ પર ભાવિક ભક્તો માટે સેવા, સુરક્ષા, મેડિકલ, સફાઈ માટેની સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અને ગંગા આરતીની જેમ માં અંબાની ભવ્ય આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં જેમ ભગવાન શિવના ચરણોમાં લીલી પરિક્રમા યોજાય છે એમ માં અંબાના ચરણે પરિક્રમા યોજાય એ પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી ધર્મમય માહોલમાં શ્રધ્ધાળુઓ આ મહોત્સવનો લાભ લઇ શકે. અને આગામી વર્ષોમાં જેમ ભાદરવી પૂનમના મેળાની પ્રથા પડી છે અને એમાં લાખો માઇભક્તો સ્વંયમભૂ ઉમટી પડે છે એમ પરિક્રમા મહોત્સવમાં પણ સ્વંયમભૂ લોકો જોડાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી સૌ માઇભક્તોને પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે,નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર.એન.પંડ્યા,
શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહિવટદારશ્રી અને નાયબ કલેક્ટર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું હતું.

Address

Dantiwada
385505

Alerts

Be the first to know and let us send you an email when Dantiwada News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dantiwada News:

Videos

Share


Other Dantiwada media companies

Show All