dahod.today

dahod.today દાહોદ જિલ્લાની બનતી ઘટના દુર્ઘટના, અથવા કોઈ પણ માહિતી જોવા માટે અમારા પેજ ને ફોલો કરો.

⚠️10th Std Parents & Students - Attention Please ⚠️🔴 ધો. 10 પછી શું આગળ હવે શું કરવું ? તેની ચિંતા માં છો ?✓ તમારા બાળક ...
08/02/2024

⚠️10th Std Parents & Students - Attention Please ⚠️

🔴 ધો. 10 પછી શું આગળ હવે શું કરવું ? તેની ચિંતા માં છો ?
✓ તમારા બાળક ના કારકિર્દી માર્ગદર્શન માટે અમે "Modi Boarding School" Rajkot લાવી રહ્યા છે તમારા દાહોદ માં "સેમિનાર તથા સ્કોલરશીપ ટેસ્ટ"

✓ Join leader for Higher Secondary Schooling System - Modi School

🗓️ Scholarship Date: 11/02/2024
⌚Time : 9:00 am to 12:00 pm
📌 સ્થળ : બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ , માંડાવાવ રોડ , પંચમુખી હનુમાનજી મંદિર ની સામે , અનાજ માર્કેટ સર્કલ થી આગળ, દાહોદ

🔴 સેમિનારમાં IMP પેપર સેટ આપવામાં આવશે.
🔴 ખાસ નોંધ : સેમિનાર સમયસર શરૂ થશે.

🔗 " ટેસ્ટ આપવા માટે આ લિંક http://tiny.cc/MSATD-2024 પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે " ( લીંક અમારી સ્ટોરી માં પણ છે )

📲 વધુ માહિતી માટે Call કરો : 7069005242 / 7069005288

=======

🕺 Highest in Saurashtra Kutch : IIT Selection-62, NIT-9, IIIT-14, DAIICT-29, Nirma-36, PDEU-26, મેડીકલ પ્રવેશ-239, Govt. MBBS-66, GMERS-81, Delhi AIIMS-1 (The One & Only in Saurashtra-Kutch)

🕺 ધોરણ 11, 12 આર્ટસ કોમર્સ : મજબૂત પાયા સાથે CA Foundation, IPMAT, CLAT, GPSC, UPSC, Journalism ની તૈયારી

🕺 Commerce & Arts Stream : GSEB 1st with 99.99 PR EM, 98.60% Gujarat 1st CBSE , CA Foundation - 60% Success ratio vs ICAI - 25% overall result

75 મો પ્રજાસત્તા દિવસ, 26મી જાન્યુઆરી ની હાર્દિક શુભકામના.
26/01/2024

75 મો પ્રજાસત્તા દિવસ, 26મી જાન્યુઆરી ની હાર્દિક શુભકામના.

🚩🚩રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ🚩🚩Send your video to:-  9558754311
22/01/2024

🚩🚩રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ🚩🚩

Send your video to:- 9558754311

A message to the public from Dahod Police 🚨
21/01/2024

A message to the public from Dahod Police 🚨

16/12/2023

દાહોદ ની પ્રાયોજના વહીવટદાર ની કચેરી માં ફરજ બજાવતા બી ડી નિનામા ના પીએ મયુર પરમાર, પ્રયોજના કચેરી ના આસી. પ્રોજેકટ મેનેજર પુખરાજ રોઝ, પ્રાયોજના કચેરી ના કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી, જુનીયર ક્લાર્ક ગિરીશ પટેલ અને આસી પ્રોજેકટ મેનેજર સતિષ પટેલ એમ પાંચ જણા સંડોવણી પણ સામે આવતા આજે પોલીસે ધરપકડ કરી રિમાન્ડ ની તજવીજ હાથ ધરી છે.

દાહોદના વિશાલવધેરાએ 8મી 9મી અને 10મી ડિસેમ્બરે ગોવામાં યોજાયેલી ભારતની સૌથી મોટી નેચરલ બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં બોડી બિલ્...
13/12/2023

દાહોદના વિશાલવધેરાએ 8મી 9મી અને 10મી ડિસેમ્બરે ગોવામાં યોજાયેલી ભારતની સૌથી મોટી નેચરલ બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ મેડલ અને ક્લાસિક ફિઝિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જેમાં ઓલ ઈન્ડિયાના રમતવીરોએ ભાગ લીધો હતો અને તેણે ગોલ્ડ જીત્યો હતો જે આપણા દાહોદ માટે ગૌરવની ક્ષણ છે.

દાહોદ : દાહોદ શહેરમાં ટી.આર.બીમાં ફરજ બજાવતા જવાને માનવતા મહેકાવી,દાહોદ શહેરમાં ટી.આર.બીમાં ફરજ બજાવતા જવાન મિતેશભાઈ કાળ...
02/12/2023

દાહોદ : દાહોદ શહેરમાં ટી.આર.બીમાં ફરજ બજાવતા જવાને માનવતા મહેકાવી,

દાહોદ શહેરમાં ટી.આર.બીમાં ફરજ બજાવતા જવાન મિતેશભાઈ કાળુભાઈને ફરજ દરમિયાન પાકીટ મળી આવેલ,
મિતેશભાઈએ પાકીટ મળી આવતા મૂળ માલિકને શોધીને પાકીટ પરત કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,
આજે ઘોર કળિયુગમાં માનવતા દાખવવા માટે મિતેશભાઈ ને સો સો સલામ

દાહોદ : જિલ્લા પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી માટે જાગૃતિ ફેલાવવામાં આવી, દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહે...
01/12/2023

દાહોદ : જિલ્લા પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી માટે જાગૃતિ ફેલાવવામાં આવી,

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેરમાં જુદી જુદી જગ્યાએ તમામ સરકારી કર્મીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે ડાયલ-૧૦૬૪, પોલીસ મદદ માટે ડાયલ- ૧૦૦/૧૧૨ ના દાહોદના સર્કલો ઉપર બેનર લગાવવામાં આવ્યા, રીક્ષાઓ પાછળ સ્ટીકર લગાવવામાં આવ્યા, તેમજ લોકોમાં પેમ્પલેટ વિતરણ કરી અને વર્તમાન પત્રોમાં જાહેરાત આપી જાગૃતિ ફેલાવવામાં આવી.


આપનુ નામ વિગતો મતદારયાદીમાં નોંધાવવા માટે એક તક. જેમના 1/1/2024 એ 18 વષૅ પૂર્ણ થતા હોય તેવા તમામ ભાવિ નાગરિકોને મતદારયાદ...
26/11/2023

આપનુ નામ વિગતો મતદારયાદીમાં નોંધાવવા માટે એક તક.

જેમના 1/1/2024 એ 18 વષૅ પૂર્ણ થતા હોય તેવા તમામ ભાવિ નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા માટે તેમજ તમામ પ્રકારના ચૂંટણી કાર્ડમાં સુધારવા વધારા માટે આપના નજીકના મતદાન મથકો એટલે કે પ્રાથમિક શાળા, કોલેજ કે જ્યાં મતદાન મથકો છે ત્યાં સવારે 10 થી 5 સુધીમાં બી એલ ઓ શ્રી ફરજ બજાવશે તો આપ સૌને મુલાકાત લેવા માટે તથા મતદારયાદી સુધારણા ઝુંબેશ કાર્યક્રમમાં સહભાગી થવા માટે વિનંતી છે.

નવું નામ ઉમેરવા માટે* ફોર્મ નંબર ૬
જરૂરી કાગળો*
૧. આધારકાર્ડ
૨. જન્મ તારીખનો દાખલો/ એલ સી.
૩. રેશન કાર્ડ અથવા લાઈટબીલની ઝેરોક્ષ.
૪. ઘરના કોઈ પણ એક સભ્યના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ.
૫. એક રંગીન પાસપોર્ટ ફોટો.
૬. મોબાઈલ નંબર , ઈ મેઈલ આઈ ડી.

વિગતો સુધારવા માટે ફોર્મ નંબર - ૮

૧. ચૂંટણી કાર્ડ ની ઝેરોક્ષ
૨. આધારકાર્ડ
જે સુધારો હોય તે અંગેનુ ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ.

*નામ કમી કરવા માટે*

૧. મૃત્યુનું પ્રમાણપત્ર જો સદર પ્રમાણપત્ર ના હોય તો
પંચનામું સ્થળ પર જ કરી આપીશું .
સમય - 10 થી 5.
સ્થળ- તમામ મતદાન મથકો .
તારીખ -26/11/2023

15 નવેમ્બર એપ્રિકશન પ્રોગ્રામ મોઇન શેખ (ગુજરાત પ્રેસિડેન્ટ SASKAI ફેડરેશન) દ્વારા જુનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઇન્ટરન...
16/11/2023

15 નવેમ્બર એપ્રિકશન પ્રોગ્રામ મોઇન શેખ (ગુજરાત પ્રેસિડેન્ટ SASKAI ફેડરેશન) દ્વારા જુનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારા વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યો હતો અને મોઇન શેખને બેસ્ટ ઇન્સ્ટ્રક્ટરનો એવોર્ડ એનાયત કરાયો હતો. આદરણીય કન્હિયાલાલ કિશોરી સાહેબ (ધારાસભ્ય) રમણભાઈ ભાભોર સાહેબ (કરોબારી અધ્યક્ષ) કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. ખાનહૈયાલાલા કિશોરી અને રમણભાઈ ભાભોર સાહેબે આવીને વિદ્યાર્થીઓને બિરદાવ્યા અને આશીર્વાદ આપ્યા. હું મોઈન શેખ કિશોરીલાલ કન્હૈયા સાહેબ અને રમણભાઈ ભાભોર સાહેબનો ખૂબ જ અમૂલ્ય સમય આપવા બદલ મારા હ્રદયથી આભાર માનું છું જય હિંદ જય ભારત

Happy Bhai dooj 😊
15/11/2023

Happy Bhai dooj 😊

Happy Birthday Birsha Munda ji  🙏તેમનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમ...
15/11/2023

Happy Birthday Birsha Munda ji 🙏

તેમનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.

🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથાઆપના પરિવારને દિવાળી અને નવા વર્ષ માંઆપની તથા આપના પરિવારની ...
13/11/2023

🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા
આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ માં
આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં
ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક
ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી હાર્દિક શુભકામના..

દાહોદ : દાહોદ જીલ્લા પોલીસ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવી,જનતામાં પોલીસ એમ કહીયે એટલે સ...
13/11/2023

દાહોદ : દાહોદ જીલ્લા પોલીસ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવી,

જનતામાં પોલીસ એમ કહીયે એટલે સીધો ડરનો ભાવ જોવા મળે,
પરંતુ એવું નથી પોલીસ પણ માનવ છે અને પ્રજાનો રક્ષક છે,
દાહોદ જિલ્લાના દાહોદ, ફતેપુરા, લીમખેડા તેમજ પીપલોદમાં પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ફટાકડા તેમજ મીઠાઈ આપી દિવાળી ઉજવવામાં આવી,
પોલીસે આ નવતર અભિગમ અપનાવી માનવસેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું.





રતલામ રેલવે મંડળના સૌથી મહત્વપૂર્ણ રેલવે ખંડ રતલામ-લક્ષ્મીબાઇ નગર (ઇન્દૌર) ટ્રેકને ડબલ બનાવવાનું કામ 2024માં શરૂ કરાશે. ...
02/11/2023

રતલામ રેલવે મંડળના સૌથી મહત્વપૂર્ણ રેલવે ખંડ રતલામ-લક્ષ્મીબાઇ નગર (ઇન્દૌર) ટ્રેકને ડબલ બનાવવાનું કામ 2024માં શરૂ કરાશે. આ રેલવે ખંડ સાથે ફતેહાબાદ-ઉજ્જૈન સેક્શન બ્રોડગેજ ટ્રેકને પણ ડબલ કરવામાં આવશે. ફાઇનલ લોકેશન સરવે બાદ મંડળે કુલ 138.17 કિમી લાંબા સેક્શનના ડબલિંગ વર્કની ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને રેલવે બોર્ડને મોકલી આપી છે. તેના વિસ્તારમાં 17 સ્ટેશન આવશે, જેનો લાભ દાહોદ સહિત ગુજરાતની જનતાને થશે.

દાહોદ:- જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન દાહ...
21/10/2023

દાહોદ:- જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન દાહોદ ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં બાકી સરકારી લેણાની વસુલાત, પેન્શનના કેસોનો નિકાલ, આર.ટી.આઇ., ગ્રાહક સુરક્ષામાં આવેલ અરજીઓનો નિકાલ કરવાની સાથોસાથ ગ્રામ્ય અને તાલુકાકક્ષાએ આવેલ સ્વાગત કાર્યક્રમની અરજીઓનો સ્થળ પર જ નિરાકરણ લાવવા તેમજ આવી અરજીઓનો સ્થાનિક કક્ષાએ નિકાલ થઇ શકે તેમ ન હોય તો જ તેવી અરજીઓને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લાવવા સુચનો કર્યા હતાં.
રાજ્યભરમાં આગામી બે મહિના સુધી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે તેમાં વધુમાં વધુ લોકોને સહભાગી બનાવી દાહોદ જિલ્લાને કચરા મુક્ત બનાવવાં કલેક્ટરશ્રી ડો હર્ષિત ગોસાવી એ અપીલ કરી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર દ્વારા રજુ કરાયેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટરશ્રી એ.બી.પાંડોર દ્વારા કરવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલ, નાયબ વનસંરક્ષકશ્રી (આઇએફએસ) શ્રી આર. એમ.પરમાર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીશાખા જૈન, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના મીરાખેડી, ડગીરીયા, પાવડી સહિતના ગામોમાં રાત્રી દરમિયાન ચોરોનો છેલ્લા એક અઠવાડિયાથી આત...
17/10/2023

પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના મીરાખેડી, ડગીરીયા, પાવડી સહિતના ગામોમાં રાત્રી દરમિયાન ચોરોનો છેલ્લા એક અઠવાડિયાથી આતંક,
ગતરોજ તારીખ 12/10/2023 ગુરુવારના રોજ ડગીરીયાના મહિડા ફળિયામાં રાત્રે અંદાજે 2 થી 3 ના ગાળામાં હથિયારો સાથે ચોર લૂંટારુ ત્રાટક્યા હતા,
મહિડા ફળિયાના છગનભાઇ સુરસીંગભાઈ મહિડા પરિવાર સાથે નીંદરમાં હતા ત્યારે તેમને બાનમાં લઇ રોકડ 15000/- તેમજ અંદાજે 30000/- ના દાગીનાની લૂંટ ચલાવી હતી, તેમજ કાળુભાઈ તાજુભાઈ મહિડાના ઘરમાં ઘુસી જઈ લલીતાબેન કાળુભાઈ મહિડા અને રોહિતભાઈ કાળુભાઈ મહિડાને માથામાં ધારિયા વડે હુમલો કરી ઘાયલ કર્યા હતા, ધારિયા વડે હુમલો કરતા લલીતાબેન અને રોહિતભાઈને માથામાં ટાંકા આવ્યા હતા, ત્યારબાદ 108 ને જાણ કરતા ઘાયલ લલીતાબેન તેમજ રોહિતભાઈ ને મીરાખેડી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ, સરપંચ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરેલ, પોલીસને ઘટના સ્થળેથી ધારિયું, કુહાડી તેમજ એક શર્ટ મળી આવેલ જે કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.

દાહોદ ના એક વ્યક્તિ ને છેલ્લા થોડા સમય થી વ્હોટસપકોલ કરી અજાણ્યા યુવકો દ્રારા 90 લાખ રૂપિયા આપી દે નહીં તો તારી  પત્ની ન...
07/10/2023

દાહોદ ના એક વ્યક્તિ ને છેલ્લા થોડા સમય થી વ્હોટસપકોલ કરી અજાણ્યા યુવકો દ્રારા 90 લાખ રૂપિયા આપી દે નહીં તો તારી પત્ની ના ન્યુડ વિડીયો વાયરલ કરી દઇશું તેવી ધમકીઓ મળતા યુવક હેબતાઓ ગયો હતો વારંવાર પૈસા ની માંગણી અને ધમકી ભર્યા ફોન થી દાહોદ પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોધી અજાણ્યા ઇસમો ની શોધખોળ હાથ ધરી હતી સાયબર ક્રાઈમ તેમજ એસઑજી સહિત ની અલગ અલગ ટીમો આરોપી ઑ ને શોધવામાં લાગી હતી પરંતુ આરોપી ઑ એટલા શાતીર હતા કે તેઓ ગુમ થયેલ સીમકાર્ડ તેમજ અન્ય લોકો ના મોબાઈલ વાપરતા હતા સાથે જ વ્હોટસપ કોલ માટે પણ જાહેર વાઇફાઈ નો ઉપયોગ કરતાં હતા તેથી પોલીસ ને લોકેશન અથવા આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી સતત એક મહિના ની મહેનત પછી પોલીસે ટ્રેપ નું આયોજન કર્યું હતું અને અલગ અલગ પોલીસ ની ટીમો જેમાં મહિલા પોલીસ પણ સામેલ કરવામાં આવી અને દૂધવાળો, શાકભાજી વાળા એ પ્રકારે અલગ અલગ વેશધારણ કરી આરોપી ઑ ને પૈસા લેવા માટે બોલાવ્યા હતા આરોપી એ જે જે સ્થળે પૈસા ની બેગ લઈ ને બોલાવ્યા ત્યાં છૂપી રીતે પોલીસ પણ બાઇક લઈ ને અલગ અલગ સ્થળે છુપાઈ ને અથવા રાહદારી ની જેમ નજીક રહી હતી આરોપી એ જે જગ્યા ઉપર બેગ મૂકવાનું કહ્યું ત્યાં બેગ મૂકી દેવામાં આવી અને આરોપી ઑ બેગ લેવા આવતા જ પોલીસે કોર્ડન કરી ઝડપી લીધા હતા પોલીસે બે યુવકો ની ધરપકડ કરી પૂછપરછ માં ખુલાસો થયો કે તેની મુખ્ય સૂત્રધાર એક યુવતી છે જેને મહિલા નો વિડીયો આ બંને યુવકો ને આપ્યો હતો અને કહ્યું કે માંગો તેટલા રૂપિયા મળશે તેથી બંને યુવકો એ પહેલા તો નેટફ્લીક્ષ ચેનલ ઉપર સાયબર હેલ નામ ની વેબસિરીઝ જોઈ અને તે પ્રમાણે આખી યોજના ઘડી કાઢી હતી વેબસીરિઝ પ્રમાણે જ મોબાઈલ અને ઇન્ટરનેટ નો ઉપયોગ કર્યો હતો. બંને યુવકો મોબાઈલ ની દુકાન માં નોકરી કરતાં હતા તેથી રિપેરિંગ માં આવતા ફોન તેમજ સીમકાર્ડ નો ઉપયોગા કરતાં તેમજ જાહેર વાઈફાઈ નો ઉપયોગ કરી વ્હોટસપ કોલ કરતાં અને તેના થકી જ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેક ફેસબુક આઈડી તેમજ ગૂગલ એકાઉન્ટ પણ બનાવ્યા અને નાણાં ની ઉઘરાણી શરૂ કરી હતી 90 લાખ થી શરૂઆત કરી અને છેલ્લે 30 લાખ સુધી આવી ગયા હતા પરંતુ પોલીસ ની ટિમ ની સતત મહેનત ને કારણે આરોપી ઓ ઝડપાઇ ગયા હતા અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.

04/10/2023

સ્માર્ટ દાહોદ માં પીવાના પાણી માટે વલખા
ગોદીરોડ ના રહીશો ની ધારદાર રજૂઆત
પાલિકા પ્રમુખ અને પ્રાંત અધિકારી ને રજૂઆત કરી

દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી કુબેર ડિંડોડ, દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ...
03/10/2023

દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી કુબેર ડિંડોડ, દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર, પાલિકા પ્રમુખ ગોપી દેસાઇ સાથે પાલિકાના કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ સાથે શહેરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યુ હતું. દાહોદ શહેરમાં ગાંધી જયંતિએ ખાસ કરીને ભાજપના નેતા અને કાર્યકરોમાં ખાદી ખરીદવાનું ચલણ પણ જોવા મળ્યુ હતું.

શહેરના એમ.જી રોડ ઉપર પંચશીલ ખાદી ગ્રામોધ્યોગના મેનેજર ચંદ્રેશ શાહે જણાવ્યુ હતું કે, સામાન્ય દિવસોમાં 2500થી 3000 રૂપિયાની ખાદીનું વેચાણ થાય છે. ગાંધી જયંતિ હોવાને કારણે સોમવારે 1.45 લાખ રૂપિયાના ખાદીનું વેચાણ થયુ હતું. જેમાં ગુજરાત ખાદી રૂપિયા 25000 અને પોલીવસ્ત્ર ખાદી રૂપિયા 50,000ની વેચાઇ હતી. આ સાથે 85 હજાર રૂપિયાના પરપ્રાંતિય ખાદીના હાથ રૂમાલ, લેંઘા ઝબ્બા અને પેન્ટ-શર્ટના કાપડની ખરીદી કરી હતી.

Happy Birthday Shastri Ji" Jay jawan Jay Kishan"
02/10/2023

Happy Birthday Shastri Ji
" Jay jawan Jay Kishan"

Happy Gandhi Jayantiતેમ ગાંધીજી વિશે સુ જાણો છો comment મા લાખો.
02/10/2023

Happy Gandhi Jayanti
તેમ ગાંધીજી વિશે સુ જાણો છો comment મા લાખો.

ભારે વરસાદના પગલે સાવચેતીનાં ભાગરૂપે તા.૧૮ મી સપ્ટેમ્બરના રોજ દાહોદ  જિલ્લાની તમામ શાળામા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કરાયો...
17/09/2023

ભારે વરસાદના પગલે સાવચેતીનાં ભાગરૂપે તા.૧૮ મી સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાની તમામ શાળામા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કરાયો આદેશ

દાહોદ:- રવિવાર – ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૩ થી તા.૧૮/૦૯/૨૦૨૩ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. ભારે વરસાદના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ.દ્વારા એક અખબાર યાદી માં જણાવ્યું છે.

દાહોદ:- વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા  તાલુકાના ઉમરિયા ડેમમાં ઓફરફ્લો થત...
16/09/2023

દાહોદ:- વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમમાં ઓફરફ્લો થતા આ ડેમની પૂર્ણ સપાટી ૨૮૫.૦૦ મીટરની છે. આજની તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ બપોરે ૨:૦૦ કલાકે આ ડેમની સપાટી ૨૮૫.૦૦ મીટરે પહોંચી છે. પાણીથી હાલ ભરેલો છે. અને પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે.
આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવી અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના લીમખેડા તાલુકાના અગારા, આંબા, પટવાણ, ચેડીયા, ઢઢેલા, કુણધા, નિનામના ખાખરીયા, વિસંલગા, પાડોળા મળી દશ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે. .

Welcome to Dahod.ડૉ. સૈયેદના મુફાદલ સૈફુદ્દીન સાહેબ,  (T.U.S) દાઉદી વ્હોરા સમાજના 53માં ધર્મ ગુરુ વારસો પછી દાહોદ માં દર...
10/09/2023

Welcome to Dahod.
ડૉ. સૈયેદના મુફાદલ સૈફુદ્દીન સાહેબ, (T.U.S)

દાઉદી વ્હોરા સમાજના 53માં ધર્મ ગુરુ વારસો પછી દાહોદ માં દર્શન આપવા માટે આવશે, દાહોદમાં વ્હોરા સમાજ માં એક અનેરો ઉમંગ ઉત્સાહ જોવા મળી રહીયું છે.
💐દાહોદ ટુડે પણ આપનું હાર્દિક સ્વાગત કરેછે. 💐

#દાહોદ ya rab

દાહોદમાં145 કરોડના ખર્ચે શરૂ કરાયેલી કડાણા યોજનાનો લોકોને સુખ આપી રહી નથી. આ યોજનાનું પાણી 25 હજારની વસ્તિ વાળા ગોદીરોડ ...
09/09/2023

દાહોદમાં145 કરોડના ખર્ચે શરૂ કરાયેલી કડાણા યોજનાનો લોકોને સુખ આપી રહી નથી. આ યોજનાનું પાણી 25 હજારની વસ્તિ વાળા ગોદીરોડ વિસ્તારમાં આપવામાં આવે છે. જોકે, ભાણાસિમળ અને આફવા વચ્ચે યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયુ હતું. આ ભંગાણનું સમારકામ ત્રણ દિવસ પહેલાં કરી દેવામાં આવ્યુ છે. છતાય પાણી નહીં મળતાં લોકોમાં ભારે આક્રોશ જોવાઇ રહ્યો છે. સ્થાનિક સુધરાઇ સભ્ય દ્વારા ટેન્કર શરૂ કરવામાં આવ્યા છે. જોકે, ટેન્કર જતાં પાણી માટે લોકો પડાપડી કરતાં જોવા મળતાં ભર ચોમાસે 11 દિવસથી સર્જાયેલું પાણીનું આ સંકટ ફરી એક વખત ચર્ચાનો મુદ્દો બન્યો છે. પહેલા એજન્સી ધ્યાન નહીં આપતાં સમસ્યા હતી ત્યારે હવે એજન્સી બદલાઇ ગઇ હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે.

ઉલ્લેખનિય છે કે, દાહોદ માં દરરોજ 22 એમએલડી પાણીની ખપત થાય છે. તેમાં 7 એમએલડી પાણી પાટાડુંગરી અને 15 એમએલડી કડાણા યોજનામાંથી આવે છે. કડાણા યોજના શરૂ થયા બાદ પાટાડુંગરીની જૂની લાઇન બંધ કરીને ગોદીરોડનો બીજે વિકલ્પ પુરો કરી દેવામાં આવતાં દર બે ચાર મહિને અહીં પાણીના વલખા મારવા પડી રહ્યા છે.


સુપ્રીમ શિતો રાય કરાટે ફેડરેશન દ્વારા આયોજિત 1 લી રાષ્ટ્રીય ઓપન કરાટે ચેમ્પિયનશિપ જે 3 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ઘાટકોપર પૂર...
07/09/2023

સુપ્રીમ શિતો રાય કરાટે ફેડરેશન દ્વારા આયોજિત 1 લી રાષ્ટ્રીય ઓપન કરાટે ચેમ્પિયનશિપ જે 3 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ઘાટકોપર પૂર્વમાં યોજાઈ હતી જેમાં દાહોદના મોઈન શેખ (રાજ્ય સચિવ એસજીડીએફ ગુજરાત) એ 15 વિદ્યાર્થીઓની ટીમ લીધી હતી જેમાં દાહોદના 4 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને 5 સિલ્વર મેડલ 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે અને મોઈન શેખને સંસ્થા તરફથી શ્રેષ્ઠ કરાટે પ્રશિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો છે . મોઈન શેખ ત્યાંના સમર્થન અને પ્રેમ માટે સમગ્ર દાહોદ લોકોનો આભાર માને છે અને વચન આપે છે કે અમે વધુ કરાટે ચેમ્પિયન લાવવા અને અમારા શહેરનું નામ રાષ્ટ્રીય સ્તરે બનાવવા માટે વધુ મહેનત કરીશું.

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવા...
07/09/2023

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દાહોદ નગર માં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બને તેવા આશયથી જિલ્લા ટ્રાફિક તથા સિટી ટ્રાફિક પો.સ.ઇ. અને સ્ટાફ દ્વારા દ...
06/09/2023

દાહોદ નગર માં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બને તેવા આશયથી જિલ્લા ટ્રાફિક તથા સિટી ટ્રાફિક પો.સ.ઇ. અને સ્ટાફ દ્વારા દાહોદ શહેરમાં ટ્રાફિક ને અડચણ રૂપ થતા વાહન ચાલકો અને લારી પાથરણા વાળાને સ્થળ પર રૂબરૂ જઈ ટ્રાફિકને અડચણ રૂપ ન થવા સમજ કરવામાં આવી.
#દાહોદ

દાહોદ જિલ્લાની નગરપાલિકા કર્મચારીઓ કરશે આજે પેન ડાઉનદાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર અને દેવગઢ બારીઆ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓ...
05/09/2023

દાહોદ જિલ્લાની નગરપાલિકા કર્મચારીઓ કરશે આજે પેન ડાઉન

દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર અને દેવગઢ બારીઆ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરશ્રી યશપાલસિંહ વાઘેલા સાથે દાહોદ નગરપાલિકા પ્રમુખ પતિ દ્વારા રાત્રે 8:30 કલાકે ચીફ ઓફિસરની ક્વાટર્સ પર જઈ મારામારી કરેલ હતી જે અન્વયે આજે દાહોદ જિલ્લાની દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકા કચેરીના કર્મચારીઓ ઓફિસ કામકાજ બંધ રાખશે.

• રવિન્દ્રસિંહ રાઠોડ
• પ્રદેશ ઉપપ્રમુખ
• અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી
• મહામંડળ
• ગુજરાત રાજ્ય

Address

Dahod

Alerts

Be the first to know and let us send you an email when dahod.today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other News & Media Websites in Dahod

Show All