Malataj"-The holy village of people and Crocodile

Malataj"-The holy village of people and Crocodile Our_Malataj is a little initiative to share information and updates to the citizens of Mother Malataj
(2)

21/04/2024
શ્રી યોગેશભાઈ ડાહ્યાભાઇ પટેલ (UK)શ્રી પ્રવીણભાઈ આશાભાઈ પટેલ (USA)શ્રી આશિર્વાદ ટ્રસ્ટ મલાતજ શ્રી મલાતજ કેળવણી મંડળ મલાતજ...
21/04/2024

શ્રી યોગેશભાઈ ડાહ્યાભાઇ પટેલ (UK)
શ્રી પ્રવીણભાઈ આશાભાઈ પટેલ (USA)
શ્રી આશિર્વાદ ટ્રસ્ટ મલાતજ
શ્રી મલાતજ કેળવણી મંડળ મલાતજ
ના સહયોગથી શાળામાં નુતન સ્ટાફરૂમ તથા વહીવટી કાર્યાલયના
દાતા પ્રતિનિધિ શ્રી રમેશભાઈ શિવાભાઇ પટેલ તથા સહમંત્રી શ્રી પંકજભાઈ ચીમનભાઈ પટેલ ના હસ્તે ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત કેળવણી મંડળ ના હોદ્દેદારો તથા આશિર્વાદ ટ્રસ્ટના કાર્યકર નો ખૂબ ખૂબ આભાર .

05/03/2024

📚શ્રી મલાતજ પાટીદાર સમાજ 📚

📚એમ એમ પટેલ ઉચ્ચ શીક્ષણ ફન્ડ 📚 માંથી સ્કોલરશીપ મેળવતા વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે ફોર્મ વીતરણ કાર્યક્રમ તારીખ 10/03/2024 થી 17/03/2024 સુધી સવારે 09.00 થી 10.00 વાગ્યે સમાજ કાર્યાલય માંથી કરવામાં આવનાર છે તો મલાતજ પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ એ ફોર્મ સમયસર મેળવી લેવા વિનંતી.

મલાતજમાં વસંતોત્સવ અને કવિ સંમેલન કાર્યક્રમ યોજાયો  સોજિત્રા તાલુકાના મલાતજ ખાતે પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ અને શિક્ષણ...
29/02/2024

મલાતજમાં વસંતોત્સવ અને કવિ સંમેલન કાર્યક્રમ યોજાયો
સોજિત્રા તાલુકાના મલાતજ ખાતે પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ અને શિક્ષણવિદ્દ શૈલેષ પરમાર દ્ધારા વસંતોત્સવ, એવોર્ડ વિતરણ અને કવિ સંમેલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય બનેસંગ ગઢવીના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું આરંભે શાળાની બાળાઓએ પ્રાર્થના સ્વાગતગીત રજુ કર્યા હતા ટ્રસ્ટ પ્રમુખ ઠાકોરભાઈ વાઘેલાએ આમંત્રિતોને આવકારી સન્માન કરાયું હતું મંત્રી દાજી ચૌહાણે સંસ્થાની પ્રવૃત્તિઓને જનસમાજ સમક્ષ રજુ કરી હતી સંસ્થા દ્ધારા મલાતજ હાઈસ્કૂલ પ્રા.વિભાગ આચાર્ય નરેન્દ્રભાઈ પટેલને પરમાર્થ આરાધના ઋષિ એવોર્ડ, હસમુખભાઈ પ્રજાપતિ નિવૃત્ત બી.આર.સી પેટલાદને સૌમ્ય ઋષિ એવોર્ડ, વિજયભાઈ સુથાર આચાર્ય ટી.વી.પટેલ હાઈ. વિધાનગરને ઉપાસના ઋષિ એવોર્ડ એનાયત કરી બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે અતિથિ વિશેષ તા.પ્રા.શિ જે.જે.શુકલ, હરિભાઈ પટેલ પ્રમુખ વિશ્વજ્યોત ટ્રસ્ટ રૂણ, તારાપુર, રસિકભાઈ પટેલ કપડવંજ, શકુભા મહિડા દેવા આમંત્રિત મહેમાન ધર્મેન્દ્રભાઈ પટેલ પ્રમુખ કેળવણી મંડળ મલાતજ, મંત્રી વસંતભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ પ્રમુખ પાટીદાર સમાજ, અગ્રણી રમેશભાઈ પટેલ, ડૉ.પિનાકિન યાજ્ઞિક નિવૃત્ત અધ્યાપક, નવલકથાકાર અશોકપુરી ગોસ્વામિ, મહેન્દ્રસિંહ મહિડા, હાઈ.ના આચાર્ય જયંતભાઈ પટેલ, ખજાનચી અશોકભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. બીજા સેશનમાં કવિ સંમેલન યોજાયું હતું જેમાં ભુપેન્દ્રભાઈ પટેલ પ્રમુખ કેળવણી મંડળના અધ્યક્ષપણા હેઠળ, પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’, જીગર ઠક્કર તોફાની તાંડવ તંત્રી સહિતના કવિ, લેખકો, સાહિત્યકારો, શિક્ષણવિદોએ સાહિત્યિક ગોષ્ઠી રજુ કરી હતી સભા સંચાલન શૈલેષ પરમાર અને દાજી ચૌહાણે કર્યું હતું.

જય શ્રી રામ 🚩આથી મલાતજ ગામની તમામ ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું તારીખ ૨૨/૦૧/૨૪ ને આજ સોમવારના રોજ આપ સૌ જાણો છો તેમ શ્રી ...
22/01/2024

જય શ્રી રામ 🚩
આથી મલાતજ ગામની તમામ ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું તારીખ ૨૨/૦૧/૨૪ ને આજ સોમવારના રોજ આપ સૌ જાણો છો તેમ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા થનાર છે તેનો સૌ કોઈને આનંદ અને હર્ષોલ્લાસ છે.

મહાઉત્સવ નિમિત્તે આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે આપણા મલાતજ ગામના રાજાધીરાજ રણછોડરાયજી મંદિરમાં તથા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર માં સમસ્ત ગ્રામજનોના સહિયારા પ્રયત્નોથી ભવ્યાતિભવ્ય ૧૦૦૮ (એક હજાર આઠ) દીપહારમાળા પ્રગટાવીને રોશનીના પર્વની ઉજવણી થનાર હોય તો એમાં આપણે સૌ સાથે મળીને આ પર્વની ઉજવણી કરીએ અને મહા આરતીના અવસરનો લાભ લેવા માટે આપ સહ પરિવાર અવશ્ય ને અચૂક પધારશો તેવું ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.

તારીખ:- ૨૨/૦૧/૨૦૨૪

સ્થળ:- રણછોડરાયજી મંદિર તથા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર,મલાતજ.

સમય:- સાંજે ૦૬:૦૦ કલાકે

नमस्ते अयोध्या!चारों ओर महक उठेगीप्रभु ‘श्री राम’ के धाम की ‘अमूल्य’ मिठास।अवसर है विशेष, श्री राम का मंदिर में प्रवेश।
22/01/2024

नमस्ते अयोध्या!

चारों ओर महक उठेगी

प्रभु ‘श्री राम’ के धाम की ‘अमूल्य’ मिठास।

अवसर है विशेष, श्री राम का मंदिर में प्रवेश।

“જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા”  અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે આદરણીય પ્રધાનમંત્ર...
19/01/2024

“જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા”

અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે દેશના તમામ મંદિરોમાં સફાઈ ઝુંબેશ યોજી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અપીલ કરી છે.
જે અંતર્ગત આજરોજ મલાતજ ગામના શ્રી રોકડીયાદેવ હનુમાનજી મંદિર ખાતે જય સીયારામ સુંદરકાંડ પરિવાર ના યુવાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.







"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ના પ્રણેતા અખંડ ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અ...
01/12/2023

"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ના પ્રણેતા અખંડ ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ સોજીત્રા વિધાનસભા ના સોજીત્રા તાલુકાના ના મલાતજ મુકામે કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં જુદા જુદા પ્રકાર ની યોજનાઓના લાભાર્થીઓને તેમના લાભો આપવામાં આવ્યા.

*शुभम करोति कल्याणम,**अरोग्यम धन संपदा,* *शत्रु-बुद्धि विनाशायः,**दीपःज्योति नमोस्तुते !* નવ વર્ષની સૌ મલાતજ વાસીઓને ખૂબ...
14/11/2023

*शुभम करोति कल्याणम,*
*अरोग्यम धन संपदा,*
*शत्रु-बुद्धि विनाशायः,*
*दीपःज्योति नमोस्तुते !*
નવ વર્ષની સૌ મલાતજ વાસીઓને ખૂબ શુભેચ્છાઓ, આજ રોજ શ્રી મલાતજ રણછોડજી મંદિર માં આવેલા" શાંતાબા પાર્ટી પ્લોટ નું" ઉદ્દઘાટન શ્રી ભાસ્કરભાઈ પટેલ ( UK) ના વરદહસ્તે કરવામાં આવ્યું.

આથી મલાતજ ગામની તમામ ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે આજ રોજ દીપોત્સવ છે. આપ સર્વને જણાવતા આનંદ થાય કે દર વર્ષની જેમ આ વર...
12/11/2023

આથી મલાતજ ગામની તમામ ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે આજ રોજ દીપોત્સવ છે. આપ સર્વને જણાવતા આનંદ થાય કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજાધીરાજ રણછોડરાયજી મંદિરમાં સમસ્ત ગ્રામજનોના સહિયારા પ્રયત્નોથી ભવ્યાતિભવ્ય ૧૧૧૧ (અગિયારસો ને અગિયાર) કરતાં પણ વધુ દીપહારમાળા પ્રગટાવીને રોશનીના પર્વની ઉજવણી થનાર હોય તો એમાં આપણે સૌ સાથે મળીને આ પર્વની ઉજવણી કરીએ.આ અવસરનો લાભ લેવા માટે આપ સહ પરિવાર અવશ્ય ને અચૂક પધારશો તેવું ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.
તારીખ :-૧૨/૧૧/૨૦૨૩
સ્થળ :- રણછોડરાયજી મંદિર, મલાતજ.
સમય :- સાંજે ૦૬:૦૦ કલાકે

આજ તારીખ 26-૦૯-૨૦૨3 ના રોજ શ્રી નવદુર્ગા શક્તિ મંડળ દ્વારા નવરાત્રીની થાંભલી પૂજન વિધિ ટાવર ચોક માં કરવામાં આવી. માં અંબ...
27/09/2023

આજ તારીખ 26-૦૯-૨૦૨3 ના રોજ શ્રી નવદુર્ગા શક્તિ મંડળ દ્વારા નવરાત્રીની થાંભલી પૂજન વિધિ ટાવર ચોક માં કરવામાં આવી. માં અંબે સૌ માઇ ભકતો ની મનોકામના પૂર્ણ કરે.

જય અંબે

#મલાતજ

સોજીત્રા વિધાનસભાના મલાતજ ગામમાં ગુજરાત સરકારના ગુજરાત ગેસ PNG દ્વારા નાખવામાં આવેલ ગેસ કનેક્શનનો શુભારંભ સોજીત્રા વિધાન...
26/09/2023

સોજીત્રા વિધાનસભાના મલાતજ ગામમાં ગુજરાત સરકારના ગુજરાત ગેસ PNG દ્વારા નાખવામાં આવેલ ગેસ કનેક્શનનો શુભારંભ સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા લાભાર્થીઓ શ્રીમતી જ્યોતિબેન ભોઈ,શ્રીમતી હેમાબેન મહિડા તથા શ્રીમતી સોનલબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો.આ પ્રસંગે તેમની સાથે સોજીત્રા તાલુકા પંચાયત પ્રમુખશ્રી મેહુલભાઈ ગોહેલ,ભાજપના અગ્રણી પૂર્વ જીલ્લા પંચાયત સભ્યશ્રી રમેશભાઈ,શ્રી વસંતભાઈ,શ્રી દિલીપભાઈ,શ્રી ચંદ્રેશભાઇ,શ્રી જતીનભાઈ,શ્રી પ્રિતેશભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

25/09/2023

ખુશખબર -: શુભારંભ :-

આવતીકાલ તા. 26/09/2023 ને મંગળવાર ના શુભ દિવસે મલાતજ ગામમાં નાખવામાં આવેલ " ગુજરાત ગેસ PNG લાઈન " દ્વારા આપવામાં આવતા ગેસ કનેક્શન લાઇનનું નીચે મુજબના મકાન થી શુભારંભ કરવામાં આવશે .

(1) ભોઈ વિનુભાઈ રામભાઈ ( ભોઈ વાસ )

(2) મહિડા મહેશભાઈ જશવંતસિંહ ( વાંટામાં )

(3) પટેલ જગદીશભાઈ ઈશ્વરભાઈ ( લાલજી મંદિર )

(4) પટેલ યોગેશભાઈ ચંદુભાઈ ( કૈવલ પોળ )

(5) પટેલ દિલીપભાઈ અંબાલાલ ( ટાવર પાસે )

ઉદ્દઘાટન : મા .ધારાસભ્યશ્રી , શ્રી વિપુલભાઇ પટેલ .

અતિથિ વિશેષ :- શ્રી મેહુલભાઈ ગોહેલ (પ્રમુખશ્રી સોજીત્રા તાલુકા પંચાયત) શ્રીમતી પાર્વતીબેન પ્રવીણભાઈ પરમાર ( પૂર્વ પ્રમુખશ્રી ,તાલુકા પંચાયત સોજીત્રા )
ગુજરાત ગેસના અધિકારીશ્રીઓ ,

તલાટીશ્રી ,
પૂર્વ સરપંચશ્રીઓ
તેમજ ગ્રામજનો
એ અચૂક હાજરી આપવી .

સમય :- સવારે 10:00 કલાકે
સ્થળ :- ભોઇવાસ ( વિનુભાઈના ઘરે )

મારી શાળા મારું ગૌરવ                                           GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયો...
22/09/2023

મારી શાળા મારું ગૌરવ GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંતર્ગત આપણી શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભાગ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 1.પંજાબી શૌર્ય ડિમ્પલભાઈ તથા 2. મહિડા અભિરાજસિંહ ગજેન્દ્રસિંહ આ બંને વિદ્યાર્થીઓએ વિભાગ 1 માં માર્ગદર્શક શિક્ષિકા શ્રીમતી કિલ્લોલબેન ઠક્કરની મદદથી ( મોબાઈલ રેડિયેશન) નામનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં આપણી શાળાનો પ્રથમ નંબર આવેલો છે.શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શ્રી કેળવણી મંડળ મલાતજ,શાળાના આચાર્યશ્રી તથા ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી નરેન્દ્રભાઇ પટેલ તથા શાળા પરિવાર બંને વિદ્યાર્થીઓ તથા તેમને પ્રોજેક્ટ માટે જરૂરી માર્ગદર્શનને પ્રેરણા આપી તૈયાર કરનાર કિલ્લોલબેન ઠક્કરનો આભાર વ્યક્ત કરે છે,તથા શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ વધી શાળાનું નામ રોશન કરી ગૌરવ અપાવે તેવી અભિલાષા વ્યક્ત કરી છે. જય હિન્દ જય વિજ્ઞાન 🙏
ઉચ્ચ પ્રાથમિક વિભાગ 6 થી 8
શ્રીમતી એમ.કે.પટેલ વિદ્યાલય મલાતજ

શ્રીમતી એમ કે પટેલ વિદ્યાલય batch ૧૯૯૦ ધોરણ-૧૦
07/09/2023

શ્રીમતી એમ કે પટેલ વિદ્યાલય batch ૧૯૯૦ ધોરણ-૧૦

Smt.M.K Patel Vidyalaya, MALATAJ SSC CLASS 1973-74
07/09/2023

Smt.M.K Patel Vidyalaya,
MALATAJ SSC CLASS 1973-74

03/09/2023

શ્રી મલાતજ કેળવણી મંડળ.મલાતજ ના વ્યવસ્થાપક કમીટી સભ્યો માટે યોજાયેલ ચુટણીમાં ભવ્ય વિજયી થયેલ સવૅ ઉમેદવારો ને ખૂબ ખૂબ અભિનંદન.💐💐

૧ ચંદ્રકાંત ઉમેદભાઈ પટેલ.
૨ જગદીશભાઈ ઈશ્વરભાઈ પટેલ.
૩ દિલીપભાઈ અંબાલાલભાઈ પટેલ.
૪ ધર્મેન્દ્રભાઈ રાવજીભાઈ પટેલ.
૫ પંકજભાઈ ચીમનભાઈ પટેલ.
૬ પ્રિયંકભાઈ પ્રફુલભાઈ પટેલ.
૭ વસંતભાઈ ડાહ્યાભાઈ પટેલ.
૮ સતીષભાઈ રામભાઈ પટેલ.
૯ સુરેશભાઈ પરસોત્તમભાઇ જે પટેલ.
૧૦ હસમુખભાઈ રાવજીભાઈ પટેલ.
૧૧ હિનેશભાઇ હરિશ્ચંદ્રભાઈ પટેલ.

આજની રસરંગ ભાસ્કર માં મલાતજ ના સંત કવિ છોટમનો લેખ
20/08/2023

આજની રસરંગ ભાસ્કર માં મલાતજ ના સંત કવિ છોટમનો લેખ

!! MAHAKALESWAR MAHADEV !!MALATAJ
18/08/2023

!! MAHAKALESWAR MAHADEV !!
MALATAJ

મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત મલાતજ ગામમાં કાર્યક્રમ યોજાયો
11/08/2023

મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત મલાતજ ગામમાં કાર્યક્રમ યોજાયો

આજ રોજ કાસોર ક્લસ્ટર ખાતે યોજાયેલ કલા ઉત્સવ G-20 વસુધૈવ કુટુંબકમ થીમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, કાવ્ય સર્જન સ્પર્ધા,વાદન અને...
26/07/2023

આજ રોજ કાસોર ક્લસ્ટર ખાતે યોજાયેલ કલા ઉત્સવ G-20 વસુધૈવ કુટુંબકમ થીમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, કાવ્ય સર્જન સ્પર્ધા,વાદન અને ગીત એમ કુલ ચાર સ્પર્ધા યોજાયેલ..જેમાં આપણી શાળાના ચાર વિદ્યાર્થીઓએ શ્રી સંદિપભાઈના નેતૃત્વ હેઠળ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 9થી10 શાળાઓના બાળકો વચ્ચે યોજાયેલ અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં આપણી શાળાના ધ્રુવ દિનેશભાઇ રોહિત -ધો-7બ ( કાવ્ય સર્જન સ્પર્ધા)માં..પ્રથમ નંબર ,,લક્ષ્મી વિપુલસિંહ મહિડા ધો 8 (ગીત વાદન સ્પર્ધામાં) પ્રથમ નંબર. અર્પિતા દિનેશભાઇ રોહિત (ચિત્રસ્પર્ધામાં ) દ્વિતીય નંબર તથા પટેલ દિવ્ય અંકુરકુમાર (વાદન સ્પર્ધામાં) દ્વિતીય નંબર એમ ચારમાંથી ચાર સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરેલ છે ને ગૌરવ મેળવેલ છે.શાળાના આ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શાળા પરિવાર ,શ્રી કેળવણી મંડળ મલાતજ ,પ્રા. વિભાગના આચાર્યશ્રી નરેન્દ્રભાઈ પ્રા.વિભાગના શિક્ષકશ્રીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન 💐💐 તથા તાલુકા કક્ષાએ પણ આપણા વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાને ગૌરવ અપાવે તેવી શુભેચ્છાઓ

Show your love to motherland “ Malataj” by commenting your experience in Malataj This beautiful picture captured by  .Be...
26/07/2023

Show your love to motherland “ Malataj” by commenting your experience in Malataj

This beautiful picture captured by .

Beautiful Picture: Het Patel
Post:Jilesh Patel
Instagram : Our_malataj

Show your love to motherland “ Malataj” by commenting your experience in MalatajBeautiful Picture: Het PatelPost:Jilesh ...
26/07/2023

Show your love to motherland “ Malataj” by commenting your experience in Malataj

Beautiful Picture: Het Patel
Post:Jilesh Patel
Instagram : Our_malataj

આજ રોજ ગામના sign board ને ફરીથી રંગીન કરી દેવામાં આવ્યું.
11/07/2023

આજ રોજ ગામના sign board ને ફરીથી રંગીન કરી દેવામાં આવ્યું.

શ્રી આશીર્વાદ ટ્રસ્ટ ફંડ, મલાતજ તરફ થી આજ રોજ સમાજના ભણતા બાળ- બાળકીઓને વિનામૂલ્યે નોટો ચોપડાઓ પેન સહિત નું ઘરે ઘરે વિતર...
09/07/2023

શ્રી આશીર્વાદ ટ્રસ્ટ ફંડ, મલાતજ તરફ થી આજ રોજ સમાજના ભણતા બાળ- બાળકીઓને વિનામૂલ્યે નોટો ચોપડાઓ પેન સહિત નું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું.

આજ રોજ આપણી શાળા શ્રીમતિ એમ કે પટેલ વિદ્યાલય મલાતજમાં ગૌરીવ્રતના પવિત્ર તહેવાર  નિમિત્તે ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીનીઓ માટ...
02/07/2023

આજ રોજ આપણી શાળા શ્રીમતિ એમ કે પટેલ વિદ્યાલય મલાતજમાં ગૌરીવ્રતના પવિત્ર તહેવાર નિમિત્તે ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીનીઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાંથી મોટી સંખ્યામાં કુમારીકાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.શાળાની બલિકાઓની મહેંદીનું ક્રિએશન ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાનું રહ્યું. એવું લાગે કે જાણે કોઈ પ્રોફેશનલ દ્વારા દોરવામાં આવ્યું હોય.શાળાની વિદ્યાર્થીનીઓની ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ બદલ શાળાના આચાર્યશ્રી તથા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી નરેન્દ્રભાઇ પટેલે તમામ બાલિકાઓને અભિનંદનની સાથે વધુને વધુ સ્પર્ધામાં ભાગ લે એ માટે પ્રોત્સાહિત કર્યા હતા.💐💐💐💐

Address

Anand
387220

Website

Alerts

Be the first to know and let us send you an email when Malataj"-The holy village of people and Crocodile posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other News & Media Websites in Anand

Show All

You may also like