Aditya astro institute

Aditya astro institute Professional Astrologer

20/03/2024

ચાલું વર્ષ સંવત ૨૦૮૦ નું પ્રથમ ગ્રહણ એ ચંદ્ર ગ્રહણ છે જે છાયા કે માંદ્ય ગ્રહણ છે.તારીખ ૨૫-૦૩-૨૦૨૪ ને ફાગણ સુદ ૧૫ ને સોમવારે હોળીના દિવસે છે જે કન્યા રાશિમાં થનાર છે જે ભારતમાં દેખાશે નહીં જેથી તેનો કોઈ દોષ લાગતો નથી અને વેધના કોઈ નિયમો પાળવાના થતાં નથી.
આ ગ્રહણ માત્ર ને માત્ર અમેરિકામાં જ દેખાશે.ભારતીય સમય અનુસાર આ ગ્રહણનો સ્પર્શ ભૂમંડલે સવારે ૧૦:૨૩:૧૩ શરૂ થશે અને ૧૨:૪૨:૧૧ ભૂમંડલે ગ્રહણ મધ્ય રહેશે જ્યારે ૧૫:૦૨:૨૧ ભૂમંડલે ગ્રહણ મોક્ષ રહેશે.
આ માહિતી માત્ર સર્વ જનહિતાર્થે મૂકવામાં આવેલ છે.
પ્રસ્તુતકર્તા :
આદિત્ય એસ્ટ્રોલોજી ઈન્સ્ટીટ્યુટ આણંદ
સંસ્થાપક : ચંદ્રકાંત શાહ
૯૪૨૭૫૪૯૫૩૧ .

04/11/2023

I got 13 reactions and 10 replies on my recent top post! Thank you all for your continued support. I could not have done it without you. 🙏🤗🎉

27/10/2023

આવતીકાલે તારીખ ૨૮ ઑક્ટોબર ૨૦૨૩ રવિવારના રોજ સંવત ૨૦૭૯ નું અંતિમ ગ્રહણ છે. સંવત ૨૦૭૯ ના આસો સુદ પૂનમ ને મેષ રાશિમાં થનાર ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારત સહિત એશિયા , ઑસ્ટ્રેલિયા, પૂર્વ અમેરીકા, યુરોપ અને આફ્રિકા, બેલ્જિયમ, થાઈલેન્ડ, પોર્ટુગલ, હંગેરી, ઈજિપ્ત, તુર્કી, ઈન્ડોનેશિયા,ગ્રીસ, ઈટાલી,સ્પેન, ઈંગ્લેન્ડ, મ્યાનમાર, દક્ષિણ આફ્રિકા, ફ્રાંસ, નાઈજીરિયા, જાપાન અને ચીન માં દેખાશે આ સંપૂર્ણ દોષયુક્ત છે એટલે સૌ ભારતવાસીઓએ પાળવાનું છે . આ ગ્રહણ કાળ સંપૂર્ણ ૦૪ કલાક અને ૨૫ મિનિટ નું છે જ્યારે ખંડગ્રાસ કાળ ૧ કલાક અને ૧૭ મિનિટનો છે. ગ્રહણનો વેધ તારીખ ૨૮ ઑક્ટોબર ૨૦૨૩ થઈ શરૂ થઈને ૨૭:૫૬ સુધી છે. ગ્રહણનો ભૂમંડલે સ્પર્શ ૨૩:૩૧:૪૪ એ શરૂ થાય છે અને ભૂમંડલે ગ્રહણનો મોક્ષ ૨૭:૫૬:૧૯ એ થાય છે. આ પોસ્ટ સર્વ જનહિતાર્થે મૂકવામાં આવી છે કોઈને માનવું ના માનવું એ પોતાના અંગત અભિપ્રાય છે . ગ્રહણ દરમિયાન જાહેર જનતાએ હરિસ્મરણ કરવું ઈચ્છનીય છે અને સાધકો પોતાના મંત્રોને સિધ્ધ કરી શકે છે.
આદિત્ય એસ્ટ્રોલોજી ઇન્સ્ટિટ્યૂટ મુકામ આણંદની ટીમ સંસ્થાપક ચંદ્રકાંત શાહ
સંપર્ક ૯૪૨૭૫૪૯૫૩૧ .

दिनांक १५ अक्टूबर २०२३ रविवार को घट स्थापन समय सूचि
10/10/2023

दिनांक १५ अक्टूबर २०२३ रविवार को घट स्थापन समय सूचि

Just for your kindly information
28/09/2023

Just for your kindly information

ગુજરાતના મહાન જ્યોતિષ સ્વ. અશોકભાઈ ઉપાધ્યાય સાહેબના હસ્તે ચંદ્રકાંત શાહ આણંદ અને સુરતના શ્રી હર્ષદભાઈ જોષી સાહેબનું હોટલ...
15/09/2023

ગુજરાતના મહાન જ્યોતિષ સ્વ. અશોકભાઈ ઉપાધ્યાય સાહેબના હસ્તે ચંદ્રકાંત શાહ આણંદ અને સુરતના શ્રી હર્ષદભાઈ જોષી સાહેબનું હોટલ ઓએસિસ મુ. સુરત ખાતે તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ સંયુક્ત બહુમાનની વીતેલી કેટલીક યાદગાર ક્ષણો

10/09/2023

આજે આપણે શ્રાદ્ધ વિશે ચર્ચા કરીશું. શ્રાદ્ધ એટલે શું ??? શ્રાદ્ધ એટલે શ્રદ્ધા પૂર્વક કરવામાં આવેલા કાર્યને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષને પિતૃપક્ષ અને ગામઠી કે તળપદી ભાષામાં કે અપભ્રંશ થતાં શરાદ / હરાદ પણ કહેવામાં આવે છે . હિન્દી ભાષામાં કનાગત કહેવામાં આવે છે . તારીખ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩ થી સોળ શ્રાદ્ધ શરૂ થઈ રહ્યા છે. જે પૂનમનું પહેલું શ્રાદ્ધ છે અને તારીખ ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ સુધી છે.
શ્રાદ્ધ પક્ષમાં કુદરતી રીતે ગરમી ખૂબ પડતી હોય છે. આથી આ સમય દરમિયાન શરીરમાં પિત્ત પ્રકોપ વધે છે . આ પિત્ત પ્રકોપ ના કારણે આ સમય ગાળામાં એટલે કે ભાદરવા માસમાં કોઈ પણ સ્વસ્થ વ્યક્તિને તાવ કે બિમારી થવાની શક્યતા છે.આ સમય ગાળામાં ભલાભલા તંદુરસ્ત માણસ આ વાદળી તાપને સહન કરી શકતા નથી. આ સમયે દિવસે ગરમી અને રાત્રે ઠંડી ની લહેર ના કારણે હવામાન બગડે છે. વાતાવરણના બેવડા ધોરણથી બચવા તેમજ આપણા રૂષિમુનિઓએ પિત્ત પ્રકોપથી બચવા માટે શ્રાદ્ધ પક્ષનું આયોજન કર્યું છે. આ સમયમાં દૂધ ખીર માલપુઆ મિષ્ટાન્ન બનાવીને વાસ નાખવામાં આવે છે અને અગ્નિ પ્રગટાવી કે પ્રજ્જવલિત કરીને આહુતિ આપવામાં આવે છે અને આપણે સૌ પરિવાર સહિત આરોગીએ છીએ . પિતૃઓ એટલે આપણા શરીરમાં રહેલા ડીએનએ છે ભલેને પછી એ કોઈ પણ વ્યક્તિ કે માણસ પિતૃઓને માને કે ના માને એ એનો વ્યક્તિગત વિષય કે વિચારધારા છે એ સાથે મારે કોઈ લેવાદેવા નથી. મારા ૨૫ વર્ષના જ્યોતિષ જીવનમાં મેં સમાજમાં રહેનારા ઘણા બધા લોકોને પિતૃ તર્પણ શાંતિ કે દોષની માહિતી કે માર્ગદર્શન આપી પિતૃદોષ નિવારણ કરાવેલ છે અને ઘણા બધા લોકો સુખી થયા છે જેનો મને આનંદ પણ છે. અન્ય એક માહિતી અનુસાર આ સપ્ટેમ્બર માસમાં કાગડો પોતાના બચ્ચાંઓને જન્મ આપતો હોય છે. ચોમાસા આ સમયમાં ખોરાક મળવો મુશ્કેલ હોય છે. ખેતરમાં ઊભો પાક હોવાને કારણે અનાજ તૈયાર થતું કે હોતું નથી. આ સમયે કુદરતી જીવોને બચાવવાના હેતુથી પણ શ્રાદ્ધ દરમિયાન વાસ નાખવામાં આવે છે. કાગડાની જાતિ એ હવે ધીરે-ધીરે લુપ્ત થતી જાય છે આથી આ કાગડાની જાતિને બચાવવી આપણી માનવતાની દ્રષ્ટિએ નૈતિક ફરજ છે હવે આમ પણ હિંદુ ધર્મમાં કાગડાને પિતૃઓનો વાહક માનવામાં આવે છે.
કાગડો એ કુદરતી વ્યવસ્થા જાળવણીમાં બહું મોટી જવાબદારીઓ સ્વીકારતો હોય છે. જેમ કે વડ કે પીપળ જેવા વૃક્ષો રોપવાથી ઉગતા કે ઉછરતા નથી .આ વૃક્ષો કાગડો ચરકે તો જ કુદરતી રીતે ઊગે છે અન્યથા નહીં . કાગડો મરેલાં પશુઓનો આહાર બનાવી પર્યાવરણની જાળવણી કે શુધ્ધિ કરે છે. કોઈ પણ પ્રકારની ઘટના બનવાની હોય તો કાગડાને કુદરતી રીતે ખબર પડે છે એટલે આપણા ઘર કે ઘરની નજીકમાં આવીને સાંકેતિક ભાષામાં અંદેશો આપી જાય છે પણ હવે આપણે કુદરતના સાંનિધ્યથી દૂર થતાં હોવાના કારણે આ સંકેતો સમજી શકતા નથી.
ટૂંકમાં કહીએ તો હાલમાં જીવિત અવસ્થામાં રહેલી માનવ જાતિને ( ભવિષ્યના પિતૃઓ ) બચાવવા માટે પિતૃ શ્રાદ્ધ પક્ષની રચના કે આયોજન કરવામાં આવેલું છે . જે જન સાધારણ કે આમ જનતા માટે ઉપયોગી કે ઉપકારી છે. આ સાથે આપ સૌ ને મને કમને શ્રાદ્ધ કરવા અનુરોધ કરૂં છું . જો આપને નારાયણ બલિ કે પંચબલી શ્રાદ્ધ કે કોઈ પણ જાપ કાર્ય કે પ્રશ્નના સમાધાન કરવું કે કરાવવું હોય તો ૯૪૨૭૫૪૯૫૩૧ પર સંપર્ક કરવા અનુરોધ છે.
સૌજન્ય :
આદિત્ય એસ્ટ્રોલોજી ઈન્સ્ટીટ્યુટ ટીમ આણંદ સંસ્થાપક ચંદ્રકાંત શાહ
૯૪૨૭૫૪૯૫૩૧

22/08/2023

જો આપ ગામડામાં રહેતા હોવ કે ગામડા સાથે ઘરોબો કે સંબંધ કેળવતા હશો તો ચોક્કસ ઓતરા અને ચિતરા વિશે સાંભળ્યું હશે.
હવે મનમાં વિચાર આવે કે શું છે આ ઓતરા અને ચિતરા.
તો દોસ્તો કે જિજ્ઞાસુઓ સૂર્ય જ્યારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરે છે અને ચિત્રા નક્ષત્ર સુધી ભ્રમણ કરે છે આ સમયને ઓતરા ( ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો અપભ્રંશ શબ્દ ) ચિતરા ( ચિત્રા નક્ષત્ર અપભ્રંશ શબ્દ ) તરીકે ઓળખવામાં આવે છે.
આ સમય દરમિયાન સૂર્ય ઉત્તરાફાલ્ગુની,હસ્ત અને ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. આ સમયમાં સૂર્યની ગરમી પરાકાષ્ઠાએ હોય છે.આ ત્રણેય પૈકી દરેક નક્ષત્રમાં સૂર્ય ૧૩ દિવસ અને ૮ કલાક સુધી ભ્રમણ કરે છે એટલે ત્રણેય નક્ષત્રમાં કુલ ૪૦ દિવસ ભ્રમણ કરતો હોય છે .આ સમયમાં ઉત્પન્ન થયેલા પાકમાંના દૂધને જે તે અનાજ તરીકે પરિપક્વ બનાવવા માટે વાદળી તાપની સખત જરૂર પડતી હોય છે. કુદરતની વ્યવસ્થા બહું જ ગજબની છે સાહેબ , પણ આ વાદળી તાપને આપણે મનુષ્ય નહીં સહન કરી શકવાના કારણે આપણે બિમાર પડતા હોઈએ છીએ એટલે આ સમયમાં વડીલો ઘરની બહાર નીકળતા રોકતા હોય છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી ની શરૂઆત થઈ જાય છે કારણ કે ૨૨ સપ્ટેમ્બર થી શરદ સંપાત પણ દર વર્ષે શરૂ થાય છે એટલે મિશ્ર રૂતુના કારણે આ સમયમાં વ્યાપક બિમારી ફાટી નીકળે છે જેમાં પ્રમુખ રોગ તાવ/ જ્વરનો અને કૉલેરાનો હોય છે. આ સમય ડોક્ટરનો વ્યવસાય કરતા વર્ગને આખા વર્ષની કમાણી કરી આપતો હોય છે. સૂર્ય જ્યારે ચિત્રા નક્ષત્રમાંથી ભ્રમણ કરતો હોય છે ત્યારે મોટેભાગે શ્રાદ્ધ કે પિતૃ પક્ષ હોય છે જેમાં સૂર્ય પરાકાષ્ઠાની હદ વટાવતો હોય છે એટલે પિતૃ પક્ષમાં કોઈના પિતૃ તર્પણ / મોક્ષ કે શાંતિ મેળવતા હોય કે ના મેળવતા હોય એની મને ખબર નથી પણ અત્યારે પૃથ્વી લોક પર જે પિતૃ મનુષ્ય રૂપે પ્રત્યક્ષ હાજર છે તેને પિત્ત પ્રકૃતિથી બચાવવા આપણા રૂષિ મુનિઓએ આપણને ખીર માલપુઆ અને ઘી દૂધ મેવા મીઠાઈ થી બનેલા વ્યંજનો ખાવાની સલાહ આપી છે .આ સમયમાં પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી જતાં હોવાથી આ વન્યસૃષ્ટિના જીવોને બચાવવા આપણને ઘરની છત પર કાગવાસ નાખવા જણાવેલ છે ખાસ કરીને આ સમયમાં કાગડો પોતાના બચ્ચાને જન્મ આપતો હોય છે ( જો કે આ કામ કોયલ કરતી હોય છે ) અને લુપ્ત થતી આ કાગડાની જાતને બચાવવા પિતૃના નામે વાસ નાખવામાં આવે છે જો કે શાસ્ત્રોમાં કાગડાને પિતૃઓનો વાહક માનવામાં આવ્યો છે એટલે પણ કાગવાસ નાખવામાં આવતી હોય છે.
આમ માનવજાતને બચાવવા આપણા દૈવજ્ઞોએ ભરપૂર માત્રામાં પ્રયાસ કરેલ છે.
ચાલું વર્ષે ઓતરા ચિતરાનો સમય તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ સવારે ૦૩:૨૭ થી શરૂ થઈ તારીખ ૨૪ ઑક્ટોબર ૨૦૨૩ સાંજના ૧૮:૨૭ સુધી છે. મારી પોસ્ટ અંગે સૌ સૌના અભિપ્રાય કે મંતવ્યો જુદા જુદા કે ભિન્ન હોઈ શકે છે એટલે કોઈને માનવી કે ના માનવી એ દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્રતા છે.
આ પોસ્ટનો હેતુ લોકોને સત્ય બાબતોથી અવગત અને લોકભોગ્ય બનાવવાનો નમ્ર પ્રયાસ છે
સૌજન્ય :
આદિત્ય એસ્ટ્રોલોજી ઇન્સ્ટિટ્યૂટ આણંદ ટીમ
સંસ્થાપક : ચંદ્રકાંત શાહ
સંપર્ક સૂત્ર : ૯૪૨૭૫ ૪૯૫૩૧
લખ્યા તારીખ :
૨૨ ઑગસ્ટ ૨૦૨૩
સમય : ૧૧:૩૧

16/08/2023

મઘા ના મોંઘા પાણી
આ એક કહેવત વરસાદ ને લગતી છે. મઘા નક્ષત્રમાં જવલ્લે જ વરસાદ પડતો હોય છે એટલે સૂર્યનું મઘા નક્ષત્રમાં આશરે ૧૩ દિવસ સુધી હોય છે. સૂર્ય ચાલું વર્ષ દરમિયાન તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ ને ગુરુવારે બપોરે ૧૩ : ૩૦ કલાકે પ્રવેશ કરે છે અને તારીખ ૩૧ ઑગસ્ટ ૨૦૨૩ ને ગુરુવારે સવારે ૦૯ : ૩૩ સુધી રહે છે. મઘા નક્ષત્રમાં સૂર્ય નારાયણ પ્રવેશ કરતાં સમયે ચંદ્ર પણ મઘા નક્ષત્રમાં છે અને તારીખ ૧૯ ઑગસ્ટ ૨૦૨૩ શનિવારે વહેલી સવારે ૦૫ : ૪૧ સુધી મઘા નક્ષત્રમાં રહે છે એટલે તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ ને ગુરુવારે ૧૩:૩૦ કલાક થી તારીખ ૧૯ ઑગસ્ટ ૨૦૨૩ શનિવારે વહેલી સવારે ૦૫:૪૧ સુધીમાં જો વરસાદ થાય તો તે અતિ ઉત્તમ સમય ગણાય. મઘા નક્ષત્રમાં એકત્રિત કે સંગ્રહ કરેલ પાણી ઔષધિય ગુણો ધરાવતું હોવાથી ઔષધ તરીકે ઉપયોગ લેવામાં આવે છે. ખંભાત દરિયા કિનારે આવેલું એક મહત્વનું બંદર હતું અને એક જમાનામાં ખંભાતમાં પાણીનાં પૂરતાં સાધનો કે સગવડો નહોતી તેમજ ખંભાત સમુદ્ર કિનારે આવેલું હોવાથી ખારૂં પાણી હોવાના કારણે ખંભાતમાં ઘર કે મકાનોમાં પાણીના ટાંકા ઘરની અંદર ભૂગર્ભમાં બનાવવામાં આવતા હતા અને આ મઘા નક્ષત્ર નું પાણી ઘણા વર્ષો સુધી બગડતું ના હોવાના કારણે આ મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરી માનવજીવન માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

સૌજન્ય:
આદિત્ય એસ્ટ્રોલોજી ઈસ્ટીટ્યુટ આણંદની ટીમ
સંસ્થાપક :
ચંદ્રકાંત શાહ
૯૪૨૭૫૪૯૫૩૧
લખ્યા તારીખ
૧૬ ઑગસ્ટ ૨૦૨૩
૧૯:૩૨

I've received 100 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉 I impressed by heartly reactio...
14/08/2023

I've received 100 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉 I impressed by heartly reactions. Love you All too much .

08/08/2023
Founder of Aditya Astrology Institute Anand Gujarat :Chandrakant Shah94275 49531 .
05/08/2023

Founder of Aditya Astrology Institute Anand Gujarat :
Chandrakant Shah
94275 49531 .

04/08/2023

ચાલું વર્ષ વિક્રમ સંવત ૨૦૭૯ ના શ્રાવણ શુક્લ ૧૪ ( ચૌદશ ) તારીખ ૩૦/૦૮/૨૦૨૩ ને બુધવારે સવારે ૧૦:૫૮ સુધી ઉદિત તિથિ ભોગવાય છે અને ત્યારબાદ શ્રાવણ શુક્લ ૧૫ ( નાળિયેરી પૂનમ ) ના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે જેને મહદઅંશે હિંદુપ્રજા ધામધૂમથી ઉજવે છે.
હવે જે સમયે સવારે ૧૦:૫૮ ચૌદશ પૂર્ણ થાય છે અને એ જ સમયે પૂનમ શરૂ થાય છે તથા એ જ સમયે વિષ્ટિ ( ભદ્રા ) શરૂ થઈ જાય છે. આમ તો બુધવારે વિષ્ટિ (ભદ્રા) કલ્યાણી કહેવાય છે પણ આ દિવસે ચંદ્ર કુંભ રાશિનો હોવાથી ભદ્રાનો વાસ મૃત્યુલોકમાં હોય કે રહે છે જે દરેક કાર્યમાં નિષ્ફળતા આપે છે. ( કર્ક સિંહ કુંભ મીન ના ચંદ્ર વખતે જો ભદ્રા હોય તો તે મૃત્યુ કે પૃથ્વી લોક હોય છે) . વિષ્ટિ ભદ્રાનો આરંભ સવારે ૧૦:૫૮ થી શરૂ થાય છે અને સમાપ્તિ કાળ રાત્રે ૨૧:૦૧ સુધી છે . અતિગંડ યોગ પણ તે દિવસે હોવાથી આ યોગ અશુભ છે અને તે આખો દિવસ સુધી ભોગવાય છે અને રાત્રે ૨૧:૩૧ સમાપ્ત થાય છે. હવે પૂનમ તારીખ ૩૦/૦૮/૨૦૨૩ બુધવારની સવારે ૧૦:૫૮ થી શરૂ થઈને બીજા દિવસે તારીખ ૩૧/૦૮/૨૦૨૩ ગુરૂવારે વહેલી સવારે ૦૭:૦૫ સૂર્યોદય થતાંની સાથે પૂર્ણ થઈ જાય છે.
એટલે રક્ષાબંધનના તહેવારનો શુભ કે શુદ્ધ સમય તારીખ ૩૦/૦૮/૨૦૨૩ બુધવારના રાત્રિ ૨૧:૩૨ થી લઈને તારીખ ૩૧/૦૮/૨૦૨૩ ગુરૂવારે સવારે ૦૭:૦૫ સુધીનો હોઈ શાસ્ત્ર દ્વારા સૂચવેલા સમયનો ઉપયોગ કરવા આદિત્ય એસ્ટ્રોલોજી ઈસ્ટીટ્યુટ આણંદ ટીમ દ્વારા આમ જનતાને અનુરોધ છે .
અમારા સૂચવાયેલા સમયને માનવો કે ના માનવો કે અસ્વીકાર કરવાનો સૌને સ્વતંત્ર હક્ક છે .
સર્વ જનહિતાર્થે આ માહિતી આપવા આવેલ છે.
સૌજન્ય :
આદિત્ય એસ્ટ્રોલોજી ઈસ્ટીટ્યુટ આણંદ ટીમ ( નિઃશુલ્ક જ્યોતિષ ભણાવતી સંસ્થા આણંદ )
સંસ્થાપક : ચંદ્રકાંત શાહ ૯૪૨૭૫૪૯૫૩૧
લખ્યા તારીખ : ૦૪/૦૮/૨૦૨૩
૧૮:૧૫

Best Starting by Aditya Astrology Institute Anand team. Welcome all Students who want to learn astrology in without any ...
30/07/2023

Best Starting by Aditya Astrology Institute Anand team. Welcome all Students who want to learn astrology in without any pay . Highly Positive response by Students.

Last chance this years new batch to Join or Submit astrological class formVenue : Lambhavela Hanumanji TempleDate : 29 J...
26/07/2023

Last chance this years new batch to Join or Submit astrological class form
Venue : Lambhavela Hanumanji Temple
Date : 29 July 2023 .
Time 9 Am to 12 pm
17 Pm to 20 pm.

Today Date 23 July 2023 Sunday Free Astrological class started by Aditya Astrology Institute Anand team.We All are happy...
23/07/2023

Today Date 23 July 2023 Sunday
Free Astrological class started by Aditya Astrology Institute Anand team.
We All are happy and proud on our team work and thanks of all for positive response of Success.
मां सरस्वती के चरणों में कोटि कोटि नमन वंदन प्रणाम साष्टांग दंडवत चरण स्पर्श

પુરૂષોત્તમ માસથી લાભપાંચમ સુધીના તમામ તહેવારોની યાદી
16/07/2023

પુરૂષોત્તમ માસથી લાભપાંચમ સુધીના તમામ તહેવારોની યાદી

15/07/2023

I've received 100 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉
It's Your Really Love, I appreciate by your warm full support and Love my post or Activities.
Next time
Thanks All of You.
Chandrakant Shah Anand
9427549531

अपने गुरु चंद्रकांत शाह आणंद को पुष्पगुच्छ और शाल भेंट करते हुए ज्योतिष विद्यार्थियों
09/07/2023

अपने गुरु चंद्रकांत शाह आणंद को पुष्पगुच्छ और शाल भेंट करते हुए ज्योतिष विद्यार्थियों

आदित्य एस्ट्रोलोजी इंस्टीट्यूट आणंद टीम
09/07/2023

आदित्य एस्ट्रोलोजी इंस्टीट्यूट आणंद टीम

Address

Anand

Telephone

+919427549531

Website

Alerts

Be the first to know and let us send you an email when Aditya astro institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aditya astro institute:

Videos

Share

Category


Other Publishers in Anand

Show All

You may also like