18/07/2025
અમરેલી: ખાંભાની ખાનગી બેંકમાં 25 વર્ષીય યુવતીએ ફરજ દરમિયાન આપઘાત કર્યો છે. અનાજના ટીકડા ખાઈ આપઘાત કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ મોત નિપજ્યું હતું. ખાંભાની 25 વર્ષીય ભૂમિકા સોરઠીયાએ આપઘાત કર્યો છે. ત્યારે સુસાઇટ નોટમાં 28 લાખનું દેવું થવાના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે.સમગ્ર ઘટનામાં ખાંભા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સ્યુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.
ખાંભાની 25 વર્ષીય ભૂમિકા સોરઠીયાએ સુસાઇટ નોટમાં Shine.com કંપનીમાંથી દેવું થયું છે તેવો ઉલ્લેખ કર્યો છે. તેમજ સુસાઇટ નોટમાં તેની છેલ્લી ઈચ્છા જણાવી છે કે મારી બોડી ઘરે આવે ત્યારે મને ગળે લગાડી લેજો. પ્લીઝ મારી છેલ્લી ઇચ્છા છે પુરી કરી દેજોને....
યુવતીએ ચાલુ નોકરી દરમિયાન આપઘાત કર્યો હોવાની વાત કરી છે, અનાજના ટીકડા ખાઈ આપઘાત કરતા સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી, અને સારવાર બાદ તેનું મોત થયું છે, સમગ્ર ઘટનામાં પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે પરિવારનું પણ નિવેદન લીધું છે અને જે કંપનીનું નામ લખ્યું છે તે કંપની કયાંની છે અને શું લેણદેણ હતી યુવતીને તેને લઈ તપાસ શરૂ કરી છે.