Kem Chho-AMRELI

Kem Chho-AMRELI Our team main purpose is to provide our area's all positive news and useful information every day.

29/04/2023

29/04/2023

અમરેલી જીલ્લામાં ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ યોજાશે.        આથી તમામ ખેલાડીઓ/વિદ્યાર્થીઓને જણાવવાનું કે ખેલ મહાકુંભ અંડ...
27/04/2023

અમરેલી જીલ્લામાં ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ યોજાશે.
આથી તમામ ખેલાડીઓ/વિદ્યાર્થીઓને જણાવવાનું કે ખેલ મહાકુંભ અંડર ૧૧ ,૧૪ અને ૧૭ વય જૂથમાં તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ,દ્વિતીય,તૃતીય ક્રમે વિજેતા થયેલા ખેલાડીઓ તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ માટે માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દરેક જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અમરેલી જિલ્લામાં જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષા સમર કોચિંગ કેમ્પ નીચે મુજબ સ્થળ પર આયોજન કરવામાં આવનાર છે.

કેમ્પનું સ્થળ:સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ચિતલ રોડ ગોળ હોસ્પિટલ પાસે,અમરેલી.

તારીખ=૦૧/૦૫/૨૦૨૩ થી ૧૦/૦૫/૨૦૨૩ સુધી કરવામાં આવશે.
જે ખેલાડીઓ/વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય તે તા.૩૦/૦૪/૨૦૨૩ સુધીમાં નીચે આપેલ નંબર પર સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવું.
મોબાઈલ નંબર:-૮૪૮૮૮૦૭૪૮૮/૦૨૭૯૨ ૨૨૧૯૬૧
નોંધ= સમર કોચિંગ કેમ્પમાં મર્યાદીત ખેલાડીઓ/વિદ્યાર્થીઓ લેવાના હોવાથી ખેલ મહાકુંભ-૨૦૨૨માં ભાગ લીધેલ ખેલાડીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

ખેલાડીઓને મળવાપાત્ર લાભ.
(૧) સમર કોચિંગ કેમ્પનું પ્રમાણ પત્ર.
(૨) સ્પોર્ટ્સ કીટ (ટીશર્ટ, કેપ).
(૩) સવારનો નાસ્તો.
(૪) પ્રવાસ ખર્ચ એક દિવસના ૫૦ લેખે ૧૦ દિવસના ૫૦૦ રૂપિયા ખેલાડીઓના ખાતામાં જમા કરવામાં આવશે.
(૫) કોચ દ્વારા તાલીમ.

ભાવનગર હરિદ્વાર ભાવનગર સાપ્તાહિક ટ્રેનનો શરૂ થઇ..
27/04/2023

ભાવનગર હરિદ્વાર ભાવનગર સાપ્તાહિક ટ્રેનનો શરૂ થઇ..

આજરોજ અમરેલી ખાતે રામમંડળનું ભવ્ય આયોજન..
27/04/2023

આજરોજ અમરેલી ખાતે રામમંડળનું ભવ્ય આયોજન..

20/04/2023

20/04/2023
20/04/2023

19/04/2023

*જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા “ગીર સાવજ” મગફળી અને સોયાબીન (સર્ટીફાઈડ/ ટ્રુથફુલ) બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી બાબત*
(તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૨૪-૦૪-૨૦૨૩)

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-૨૦૨૩ ઋતુમાંવાવેતર માટે મગફળીની GJG-22 અને GJG-32 ના સર્ટીફાઇડ/ ટ્રુથફૂલ તથા સોયાબીનની GJS-3 જાતનું ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in ઉપર તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૨૪-૦૪-૨૦૨૩ સુધી કરવાની રહેશે. ખેડૂત મિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય,જૂ.કૃ.યુ., જૂનાગઢ (મેગાસીડ)ના સીડ હબ ગોડાઉન (યુનિવર્સીટી ગેટ નંબર-3) ખાતે લેવા આવવું પડશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (300 કિ.ગ્રા. ડોડવા), અને સોયાબીનમાં ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા) સુધી મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. તેમજ બિયારણ વિતરણ સંબંધીત માહિતી માટે જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in જોતા રહેવું.વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવા સંબંધિત વિભાગ દ્વારા જણાવેલ છે.

Junagadh Agricultural University, Junagadh

07/04/2023
Business Expo-2023 Amreli નિમંત્રણ સહર્ષ જણાવવાનું કે વિદ્યાસભા ગ્રુપ ઓફ કોલેજ દ્વારા અમરેલીમાં સૌપ્રથમ વખત *બિઝનેસ એક્ષ...
10/03/2023

Business Expo-2023 Amreli
નિમંત્રણ
સહર્ષ જણાવવાનું કે વિદ્યાસભા ગ્રુપ ઓફ કોલેજ દ્વારા અમરેલીમાં સૌપ્રથમ વખત *બિઝનેસ એક્ષ્પો* આયોજન થયું છે.
સમગ્ર રાજ્યમાંથી જુદી જુદી કંપનીઓ આ એક્ષ્પો માં હિસ્સેદાર બનવા અમરેલી આવી રહી છે.

અમરેલીને ઔદ્યોગિક ક્ષેત્રે અને વ્યાપાર ક્ષેત્રે આગળ લઈ જવાના આ અમારા નાનકડા સાહસને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા આપ સર્વે મિત્ર મંડળ સાથે ખાસ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું.

તારીખ:10 માર્ચ થી 13 માર્ચ
સમય :બપોરે 4:00 થી રાત્રે 10:00
રવિવાર સમય: સવારે 8:00 થી રાત્રે 10:00

નિમંત્રક:
હસમુખ પટેલ
કેમ્પસ ડાયરેક્ટર
અમરેલી જિલ્લા વિદ્યાસભા,
અમરેલી

મુલાકાત લેનાર તમામ લોકો માટે વેપારીઓએ આપેલી સ્કીમનો લાભ મળશે તેમ જ દરેક વ્યક્તિને ગિફ્ટ વાઉચર
*બાળકોના મનોરંજન માટે મનોરંજન મેળાની વ્યવસ્થા*

06/03/2023

આત્મવિશ્વાસ - સફળતાનું ઔષધ :
===================

એક બીઝનેસમેન ઘણો દેવામાં ડૂબી ગયો અને બહાર આવવાનો કોઈ રસ્તો નહોતો મળતો. જે લોકો તેમને ક્રેડીટ આપતા હતા તે લોકોએ ક્રેડીટ આપવાનું બંધ કરી દીધું હતું. અને સપ્લાયરોએ કડક ઉઘરાણી ચાલુ કરી દીધી હતી. લેણિયાતો ની રોજ રોજ ની ઉઘરાણી થી કંટાળીને તે એક દિવસ બગીચામાં એક બેંચ પર બેઠો હતો અને વિચારતો હતો કે કઈ વસ્તુથી પોતે દેવાળિયો થતા બચે અને પોતાની કંપનીને ફડચામાં જતી રોકે.

અચાનક એક વૃદ્ધ આદમી તેની સામે દ્રશ્યમાન થયો.

“હું જોઈ શકું છું કે તું ખુબજ ચિંતા માં ડૂબેલો છે.” વૃદ્ધ માણસે કહ્યું.

બીઝનેસમેન ની આપવીતી સંભાળીને વૃદ્ધ માણસે કહ્યું “હું તને મદદ કરી શકું છું.”

તેમણે તે બીઝનેસમેન નું નામ પૂછ્યું અને એક ચેક લખી આપ્યો અને બીઝ્નેસમેન ના હાથમાં આપતા કહ્યું: “આ ચેક રાખ, અને બરાબર આજથી એક વર્ષ પછી અહી જ મને મળજે અને ત્યારે તું આ રકમ મને પાછી આપી શકે છે.” આમ કહી ને વૃદ્ધ માણસ જતો રહ્યો.

બિઝનેસમેને તે ચેક જોયો, તે ચેક $500000 નો હતો અને સાઈન કરેલી હતી John D. Rockefeller (કે જે દુનિયાનો સૌથી ધનાઢ્ય ગણાતા વ્યક્તિઓમાનો એક હતો ) ના નામે.

બિઝનેસમેને વિચાર્યું કે હું મારી બધી નાણાકીય ચિંતા નો એક મિનીટમાં સફાયો કરી શકું તેમ છું.

પરંતુ તે બિઝનેસમેને તેમ ના કરતા તેણે તે ચેક ને વટાવ્યા વગર કોઈ સલામત જગ્યાએ મૂકી રાખવાનો વિચાર કર્યો. તે જાણતો હતો કે આ ચેક ની મદદથી તે ગમે ત્યારે તેની કંપનીને ફડચામાં જતી બચાવી શકે એમ છે.

નવાજ આત્મવિશ્વાસ સાથે તે વધારે સારી બીઝનેસ ડિલ વધારે મુદતની પેમેન્ટ ટર્મ્સ થી કરવા લાગ્યો. અને થોડા મોટા સોદો પડ્યા. અને થોડા જ મહિનાઓમાં તે દેવામાંથી બહાર આવી ગયો અને તેની કંપની નફો કરતી થઇ.

એક વર્ષ પછી નક્કી કરેલા સમયે તે ફરી તે જ બગીચામાં સાચવી રાખેલા ચેક સાથે આવી પહોચ્યો અને તે જ બેંચ પર જઈને બેઠો.

થોડા જ સમયમાં તે વૃદ્ધ માણસ પણ ત્યાં આવી પહોચ્યા. પરંતુ જ્યાં એ બીઝનેસમેન તેમને ચેક પાછો આપી અને પોતાની સફળતાની વાર્તા સંભળાવે તે પહેલા જ એક નર્સ દોડતી આવી અને તે વૃદ્ધ માણસને પકડી લીધા.

નર્સે બીઝનેસમેનને કહ્યું : ” આ વડીલે તમને હેરાન તો નથી કર્યા ને?, Thanks god ! તેઓ મળી ગયા. તેઓ માનસિક બીમાર છે અને ઘર માંથી ભાગી જાય છે અને લોકોને કહેતા ફરે છે કે તેઓ John D. Rockefeller છે.” આટલું કહીને નર્સ તે વૃદ્ધને ત્યાંથી લઈ ગઈ.

પરંતુ આ સંભાળીને પેલા બીઝ્નેસમેન નું માથું ફરી ગયું. તે અવાક થઇ ગયો. છેલ્લા એક વર્ષમાં તેણે જે જોખમી બીઝનેસ ડીલો કરી, જોખમી નિર્ણયો લીધા તે ફક્ત એ જ વિચારે કે કંઈપણ થાય તો તેની પાસે $500000 નો ચેક છે.

પછી તેને વિચર આવ્યો કે હકીકત માં એ રકમ તેની પાસે ન હતી જે રકમથી તેની જીંદગી બદલાઈ ગઈ. તે ફક્ત તેનો નવો આત્મવિશ્વાસ જ હતો કે જેથી તેને જે જોઈતું હતું તે મેળવવાની શક્તિ મળી.

મોરલ :

ભગવાન આપણી સાથે છે તે અનુભૂતિમાં ન હોય પણ વિચારોમાં હોય તો પણ આત્મવિશ્વાસ વધે જ....!!!!!!

13/02/2023

*રશિયામાં ભણતો એક વિદ્યાર્થી કહે છે :*

_રશિયામાં મોટાભાગની પરીક્ષાઓનો સર્વોચ્ચ સ્કોર 5 ગ્રેડ છે.જો કોઈ વિદ્યાર્થી કોઈ પ્રશ્નનો બરોબર જવાબ ન આપે, તેની પરીક્ષાનું પેપર કોરું પાછું આપે તો પણ તેને 5 માંથી 2 ગ્રેડ મળે છે._
_મોસ્કોની યુનિવર્સિટીના મારા શરૂઆતના દિવસોમાં હું આ પદ્ધતિ વિશે જાણતો ન હતો એટલે મને આશ્ચર્ય થયું. મેં ડૉ. થિયોડોર મેદ્રેવને પૂછ્યું : "શું આ વાજબી કહેવાય કે વિદ્યાર્થી કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આપે અને તમે તેને 5 માંથી 2 આપો ? તેને શૂન્ય કેમ નથી આપતા ? શું શૂન્ય આપવું તે યોગ્ય રીત ન કહેવાય ?"_
_એણે જવાબ આપ્યો :_
_"આપણે કોઈ વ્યક્તિને શૂન્ય કેવી રીતે આપી શકીએ? જે કોઈ વ્યક્તિ રોજ સવારે સાત વાગ્યે ઊઠીને બધાં લેકચરોમાં હાજરી આપવા આવતી હોય તેને આપણે કેવી રીતે શૂન્ય આપી શકીએ ?_
_આપણે તેને શૂન્ય કેવી રીતે આપી શકીએ કે જે આ ઠંડીની મોસમમાં ઉઠી ને, અને જાહેર પરિવહનનો ઉપયોગ કરીને સમયસર પરીક્ષા આપવા પહોંચી ગયો હોય અને પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કર્યો હોય ?_
_તેને શૂન્ય કેવી રીતે આપી શકીએ જેણે રાતોના ઉજાગરા કરી અભ્યાસ કર્યો હોય અને ભણવા માટે પેન નોટબુક તથા કોમ્પ્યુટર પાછળ પૈસા ખર્ચ્યા હોય ?_
_બેટા અહીં અમે કોઈ વિદ્યાર્થીને ફક્ત તેને જવાબોની ખબર નથી એટલે શૂન્ય નથી આપતા, અમે ઓછામાં ઓછું એ હકીકતને માન આપવાનો પ્રયાસ કરીએ છીએ કે તે એક માનવી છે, તેની પાસે મગજ છે, અને તેણે પ્રયાસ કર્યો. અમે જે રીઝલ્ટ આપીએ છીએ, તે ફક્ત પરીક્ષાના પેપરના પ્રશ્નો માટે જ નથી, તે એ હકીકતની પ્રશંસા અને આદર દર્શાવવા વિશે પણ છે કે અંતે તો તે એક માનવ છે અને ગુણ મેળવવાને પાત્ર છે. "_
_ડો. થિયોડોર મેદ્રેવનો આ જવાબ સાંભળી તેની શી પ્રતિક્રિયા આપવી તે મને સૂઝ્યું નહિં. બસ મારી આંખો આંસુ થી છલકાઈ ગઈ._
_ત્યારે મને માનવીનું અને માનવતાનું મૂલ્ય સમજાયું._
_શૂન્ય ગુણ ખરેખર તો વિદ્યાર્થીઓના મોટિવેશનને ઘટાડી શકે છે. વિદ્યાર્થીને ખતમ પણ કરી શકે છે._
_વિદ્યાર્થી તેના અભ્યાસમાં રસ અને કાળજી લેવાનું બંધ કરી શકે છે._
_એકવાર ગ્રેડ બુકમાં શૂન્ય ગુણ આવ્યા પછી, વિદ્યાર્થી હતાશ થઈને એવું માની શકે કે તે પોતાના વિશે તે કંઇ કરી શકે તેમ નથી !!_
*મા-બાપ, શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષકો માટે આ અગત્યનો સંદેશ છે.*

12/02/2023

👌🏻 પ્રેરણાત્મક

એક કુવો હતો કુવામાં ઘણા દેડકા સાથે રહેતા હતા, પરંતુ એમાં એક એવો દેડકો હતો જે ખૂબ જ ઇર્ષાળુ હતો એને બધાની ઈર્ષા બહુ થાય.

એક દિવસ બન્યું એવું કે એક સાપ કુવામાં આવ્યો. બધા દેડકા એ ભેગા થઈને સાપને હાંકી કાઢ્યો, પણ બીજા જ દિવસે પેલો ઈર્ષાળુ દેડકો સાપ પાસે ગયો અને સાપને કહ્યું કે, તુ કુવામાં આવ અને મારે ત્યાં રહેજે.

સાપને કહ્યું કે તારે ત્યાં રહેવાની વાત તો બરોબર છે પણ મારે ખાવાનું શું ??

ત્યારે પેલા ઈર્ષાળુ દેડકાએ કહ્યું કે તારે દરરોજ એક એક દેડકાને ખાવાનો પણ એક શરત કે તારે મારા કુટુંબ માં કોઈને ખાવાના નહીં.

સાપે હા કહ્યું અને કુવામાં જઈ પેલા ઈર્ષાળુ દેડકાને ત્યાં રહેવા લાગ્યો અને રોજ એક એક દેડકો ખાવા લાગ્યો.

બીજા દેડકાઓએ વિરોધ કરતાં પેલો ઈર્ષાળુ દેડકો બોલ્યો કે સાપ મારો મિત્ર છે ને મારે ત્યાં જ રહેશે. તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, આમ એક એક કરતાં બધા દેડકાને સાપ ખાઈ ગયો.

હવે ઈર્ષાળુ દેડકા નો પરિવાર બચ્યો હતો, સાપે એના પરિવારને પણ ખાવાની શરૂઆત કરી.

પેલા ઈર્ષાળુ દેડકાએ સાપને કહ્યું કે મેં તો તને મારા પરિવાર ને ખાવાની ના કહી હતી ને, તો સાપએ કહ્યું કે હું તારા પરિવારને ના ખાઉં તો ભુખ્યો રહું એટલે તારા પરિવારને જ નહીં પણ હવે તો તારો પણ વારો આવશે
અને સાપ એ ઈર્ષાળુ દેડકાને પણ ખાઈ ગયો.

શીખ:- સમાજ ના ઈર્ષાળુ દેડકા પોતાના સ્વાર્થ માટે આખા સમાજ ને નુકશાન કરે છે, અંતે તો એમનો પણ વારો આવે જ છે.

આવા દેડકા પોતે ડૂબે છે સાથે આખા સમાજ ને ડુબાડે છે.
આ સ્પેશિયલ પ્રજાતિ નું દેડકુ દરેક ગામ કે સમાજ માં જોવા મળે છે.

05/02/2023

કેમ છો-અમરેલી પેજ પર આપનું સ્વાગત છે.
મિત્રો આ પેજ પર અમરેલી જીલ્લાનાં પોઝીટીવ સમાચારો તથા જાણવા જેવી માહિતી મુકવાનો નમ્ર પ્રયાસ છે. આપ પેજને Follow અને Like કરજો. અમરેલી જીલ્લાનાં તમામ લોકોને Share કરજો.. આભાર ...

Address

Amreli
365601

Opening Hours

Monday 11am - 5pm

Telephone

+917862918255

Website

Alerts

Be the first to know and let us send you an email when Kem Chho-AMRELI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kem Chho-AMRELI:

Share


Other News & Media Websites in Amreli

Show All