11/01/2025
સ્લેગ:- અંબાજી ખાતે "ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનુ 53 મુ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન"શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની અઘ્યક્ષતામાં યોજાયુ,શ્રેષ્ઠ શાળા ,શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ અને પારિતોષિક વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી "સંભારણા"પુસ્તકનુ વિમોચન કરતા :શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર
એંકર:- યાત્રાધામ અંબાજી ખાતેના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં તા. 09, 10 અને 11 જાન્યુઆરી ત્રણ દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 53 મુ અધિવેશન યોજાઇ રહ્યું છે. આ અધિવેશમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મંત્રીએ આદ્યશક્તિ મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ સંમેલનમાં,પધારેલા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે અર્ક,તર્ક,અને સતત સંપર્કમાં રહેતા આચાર્યઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો તમારો રહેલો છે ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઇઓને સિધ્ધ કરી રહ્યો છે અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાને સાથે રહી એક બીજાના સહયોગથી આપણે આગળ વધવું પડશે.સરકાર દરેક વ્યક્તિ માટે યોજના લાવતી હોય છે. પરંતુ સમાજમાં રહેલા દુષણોને જો મૂળમાંથી ઉખાડી ફેંકવામાં આપ બહુ જ મહત્વનું યોગદાન આપી શકો છો. એટલે આચાર્ય બન્યા પહેલા આપણે શિક્ષક હતા એ માની સર્વિસમા સેવાનું ભાવ રાખી ફરજ નિભાવવી પડશે.
વિઓ:- મંત્રીએ વધુમાં જણાવ્યું કે આપણે ગ્રાન્ટેડ શાળામાંથી ગેરેન્ટેડ શાળા બનાવાની છે. કારણકે આપણે નવી પેઢીનું સર્જન કરી શકવામાં સક્ષમ છીએ. આ કાર્યક્રમમાં 3200 જેટલા આચાર્યએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આચાર્ય સંઘ વતી અલગ અલગ મુદ્દાઓ અલગ અલગ પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કરાયા હતા જેમાંથી મોટાભાગના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું હતું. 90 કરતાં ઓછી સંખ્યા ધરાવતા શાળાને પણ લાભ મળે તેવા પ્રશ્નોના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે 70 સંખ્યા હશે તો પણ શાળાઓને ડિજિટલ થી સાંકળવામાં આવશે. આ કાર્યક્રમમાં ત્રણ જેટલા ધારાસભ્ય પણ જોડાયા હતા. શિક્ષણ મંત્રીએ આચાર્યને પણ સારી કામગીરી અને સારરી બાબતોને લઈને સંબોધન કર્યું હતું. જીએમડીસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ આવનારા સમયમાં ગુજરાત માં બાળકો સોશિયલ મીડિયા અને મોબાઈલ નો ઉપયોગ ન કરી શકે તે માટે પણ સરકાર સંવેદનશીલ છે અને તે બાબતે મંથન કરીને આગળ વધી રહી છે સાથે સાથે દાંતા તાલુકામાં શિક્ષણનું સ્તર વધારવા માટે પણ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના આચાર્યો હાજર રહ્યા હતા.શિક્ષણ અને ભણતર આજે સમાજમાં મોટી ઓળખ ઊભી થઈ છે ત્યારે શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી વિવિધ પ્રકારના ફેરફારો અત્યાર સુધી શિક્ષણ વિભાગે કર્યાં છે, ત્યારે ગ્રાન્ટેડ શાળાઓ અને વિવિધ શાળાઓ દ્વારા અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જીએમડીસી ખાતે 53 મું શૈક્ષિણક અને વહિવટી અધિવેશન ચાલી રહ્યું છે.
બાઈટ :- કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ મંત્રી, ગુજરાત સરકાર
https://youtu.be/LxSc4In6b70?si=9Gb__md0SbjzWPKf
*VOC ન્યૂઝની YouTube ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો અને દરેક સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.*
સ્લેગ:- અંબાજી ખાતે "ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનુ 53 મુ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન"શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની અઘ...