NewsPane

NewsPane We are constantly working to keep you up to date with local, state, country and world happening around you. News and Media
(1)

આમ આદમી પાર્ટી એ કર્યું શહીદ ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકર નું ઘોર અપમાન...
17/04/2024

આમ આદમી પાર્ટી એ કર્યું શહીદ ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકર નું ઘોર અપમાન...

Arvind Kejriwal and other leaders are repeatedly insulting Indian martyrs, leaders and heroes.This is a satirical and analyzing video on current trends in In...

भारतवर्षमें अपना भारतीय साक्ष्य अधिनियम 2023, भारतीय नागरिक सुरक्षा संहिता 2023 और भारतीय न्याय संहिता 2023, 1 जुलाई 202...
01/03/2024

भारतवर्षमें अपना भारतीय साक्ष्य अधिनियम 2023, भारतीय नागरिक सुरक्षा संहिता 2023 और भारतीय न्याय संहिता 2023, 1 जुलाई 2024 से लागू होंगे।

27/02/2024

આતંકવાદના કારણો નથી હોતા, બહાના હોય છે...

24/01/2024

ईन्डी ठगबंधन की धज्जीयां उडी, बंगालमें कोंग्रेसकी न्याय यात्रा के पोस्टर फटे

19/01/2024

હરણી તળાવ દુર્ઘટના - સીટની રચના - તપાસ ACP ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

અમદાવાદ શહેરમાં રીક્ષા, ટેક્સી, કેબ જેવા વાહનોમાં થતા છેતરપીડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલ...
01/10/2023

અમદાવાદ શહેરમાં રીક્ષા, ટેક્સી, કેબ જેવા વાહનોમાં થતા છેતરપીડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ, મહીલા/બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુનાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમીશનર જી.એસ. મલીકે રીક્ષામાં ડ્રાઈવરની સીટ પાછળના ભાગે ડ્રાઈવરની માહિતી સહિત હેલ્પલાઈન નંબરો લખવા જાહેરનામું બહાર પાડ્યુ છે. શહેર પોલીસના આ પ્રજાલક્ષી નીર્ણય ના ચોક્કસપણે સકારાત્મક પરીણામો મળશે અને ગુનેગારોની શોધખોળ કરવામાં પોલીસને મદદ મળશે.
Ahmedabad Police Gujarat Police

ભુતકાળમાં રીક્ષા કેબ ટેક્સી જેવા વાહનોમાં છેતરપીડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, ....

NEWS PANE નો નવો અંક...Gujarat Police Bharatiya Janata Party (BJP) Bharatiya Janata Party (BJP) BJP Gujarat Bhupendra Pa...
16/03/2023

NEWS PANE નો નવો અંક...

Gujarat Police Bharatiya Janata Party (BJP) Bharatiya Janata Party (BJP) BJP Gujarat Bhupendra Patel Harsh Sanghavi Amit Thaker

27/02/2023

વ્યાજખોરીના ચૂંગલમાંથી પ્રજાને મુક્ત કરાવવા અમદાવાદ ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. યૌહાણની અધ્યક્ષત...

24/02/2023

અમદાવાદ ગ્રામ્ય પોલીસની LCB(લોકલ ક્રાઈમબ્રાન્ચ) શાખાએ ચાલુ ટ્રકમાં ચઢી કિંમતી માલ-સામાનની ચોરી કરતી ગેંગના 6 સાગરી.....

24/02/2023

અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચે ખાતરની કંપનીની ડોલોમાં છુપાવીને લઈ જવાતો ₹. ૩૭,૫૨,૬૫૦નો દારુનો મોટો જથ્થો ઝડપી લઈ 2 શખ...

20/02/2023

ક્રાઈમબ્રાંન્ચ દ્વારા ઓળખીતા વ્યક્તિએ સોપારી આપી વેપારીને ઈજા પહોંચાડવાની ઘટનામાં જમાલપુર, સરખેજ અને દાણીલીમડ....

https://newspane24.com/?p=26499
19/02/2023

https://newspane24.com/?p=26499

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 4 ટેસ્ટની શ્રૃંખલાની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્....

06/02/2023

તુર્કી અને સીરિયામાં 7.8 ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ, 1,500 થી વધુ લોકોના મોત 5000 થી વધુ ઘાયલ...

ભૂકંપની ભયાનક તસવીરો...

News PANE

29/01/2023

સાયન્સ સીટી પાસે, પાર્ક વ્યુ એક્સચેન્જ, ભાડજ સર્કેલ, એસપી રીંગરોડ પ્રાઈમ લોકેશન પર મોલ, શો-રુમ, હોટેલ, રેસ્ટોરેન્ટ, માર્કેટ માટે ઉત્તમ સ્થળ. 3900 સ્ક્વેર ફુટ ની 5 દુકાનો, 2600 સ્કવેર ફુટ કાર્પેટ એરીયા.... ભાડે આપવાની છે. કોન્ટેક્ટ નંબર :- 8401717176

NewsPane નવો અંક....
25/01/2023

NewsPane નવો અંક....

11/12/2022
વડોદરાના મિત્રો ખાસ ધ્યાન આપે..... મારા મિત્ર નવિનભાઈ વ્યાસ વડોદરા છાણી જકાતનાકા પાસેથી 29/10/2022ના રોજ ગુમ થયા છે. જેન...
05/11/2022

વડોદરાના મિત્રો ખાસ ધ્યાન આપે..... મારા મિત્ર નવિનભાઈ વ્યાસ વડોદરા છાણી જકાતનાકા પાસેથી 29/10/2022ના રોજ ગુમ થયા છે. જેને પણ આ અંગે કોઈ પણ પ્રકારની જાણકારી હોય અથવા મળે તો તુરત જ સંપર્ક કરો...🙏🙏

Vadodara Police : સીસીટીવી ફુટેજના આધારે ATM ચોર ગણતરીના કલાકોમાં ઝડપાયા વધુ માહિતી માટે ક્લિક કરો newspane24.comHarsh S...
29/05/2022

Vadodara Police : સીસીટીવી ફુટેજના આધારે
ATM ચોર ગણતરીના કલાકોમાં ઝડપાયા

વધુ માહિતી માટે ક્લિક કરો newspane24.com

Harsh Sanghavi Gujarat Police Vadodara Our Vadodara Vadodara City Police Vadodara City Traffic Police

વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વીસ્તારના વિજયનગર એસબીઆઈ બેન્કના એટીએમ રુમમાં એટીએમ તોડવાની કોશીષ કરનારા બે આરોપીઓને સીસીટીવી ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર 28 મે ના દિવસે રાત્રે 2.30 કલાકની આપપાસ પોલીસને માહિતી મળી હતી કે વારસીયા પોલીસ સ્ટેશન વીસ્તારના વિજયનગર એસબીઆઈ બેન્કના એટીએમ રુમમાં એટીએમ તોડવાની કોશીષ થઈ છે. જેથી ઝોન-04ના ડીસીપી પન્ના મોમાયા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળો પહોંચી ગયો હતો. જ્યાં એટીએમ રુમમાં રહેલા એટીએમ પૈકી એટીએમ નં-1ને તોડવાની કોશિષ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. અહીં રાખવામાં આવેલા બંન્ને એટીએમ મશીનોમાં રુ. 40-40 લાખ રોકડા હતા.
બેંકના કેશીયરે ફરીયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ 5 ટીમો બનાવી ત્વરિત તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા સીસીટીવી ફુટેજના આધારે મળેલા ફોટા સાથે અલગ અલગ ટીમો બનાવી હોટલો, બાગ-બગીચા, રેસ્ટોરેન્ટો, બસ-સ્ટોપ, રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન ખાણીપીણીની હોટલો પર ફોટો બતાવી તપાસ કરતા પોલીસને માહિતી મળી હતી કે ફોટા પ્રમાણે દેખાતા શખ્સો પલ્સર મોટર સાયકલ પર નરહરી સર્કલ તરફ ગયા છે. જેના આધારે પોલીસે પીછો કરી આરપીઓને ચોરી કરવાના સાધનો સાથે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે.
આરોપીઓમાં વડોદરા ફતેપુરા ખાતે રહેતા મોહસીનખાન મોહમદખાન પઠાણ(27) અને મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરા ખાતે રહેતા ખાલીદ નબીહુશેન પઠાણનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી પોલીસે પલ્સર મોટર સાયકલ સહિત ચોરી કરવાનો સમાન બે એલકી બે સ્ક્રૃ ડ્રાઈવર કબજે કર્યા છે.

Vadodara Police : વડોદરા પોલીસની શી-ટીમ દ્વારા “ટેસ્ટ ઓફ વડોદરા” અવેરનેસ પ્રોગ્રામ વધુ માહિતી અને વીડિયો માટે ક્લિક કરો ...
28/05/2022

Vadodara Police : વડોદરા પોલીસની શી-ટીમ દ્વારા “ટેસ્ટ ઓફ વડોદરા” અવેરનેસ પ્રોગ્રામ

વધુ માહિતી અને વીડિયો માટે ક્લિક કરો newspane24.com

Harsh Sanghavi Gujarat Police Gujarat Police Dr. Shamsher Singh IPS

વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંહ અને અધિક પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનોની સુરક્ષાને આવરી લેતા વડોદરા પોલીસની શી-ટીમ દ્વારા “ટેસ્ટ ઓફ વડોદરા” કાર્યક્રમ અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ અવેરનેસ કાર્યક્રમમાં સ્વરક્ષા અંગેની તાલીમ પામેલી મહિલા પોલીસ વિરાંગનાઓ દ્વારા સેલ્ફ ડિફેન્સની વિવિધ ટેકનિક્સ અને કૌષલ્યોને મહિલાઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા, જેથી તેઓ આ કૌષલ્યોનો ઉપયોગ કરી પોતાની સુરક્ષા કરી શકે.
ઉપરાંત પો.સબ.ઈન્સ. વી.કે. પરમાર દ્વારા શી-ટીમની કામગીરીની સાથે સાથે ‘શી-ટીમ’ એપ્લિકેશનના ઉપયોગ દ્વરા સુરક્ષા કઈ રીતે વધારી શકાય તે અંગે માહિતી આપી 400થી વધુ નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ.
આ પ્રસંગે વડોદરા શહેરના પ્રસિદ્ધ ગરબા ગાયક અતુલ પુરોહિતે ઉપસ્થિત રહી મહિલાઓને શી-ટીમ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અપીલ કરી હતી.
આ અવેરનેસ કાર્યક્રમમાં રાધિકા ભારાઈ, નોડલ અધિકારી શી-ટીમ, મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ, અમી પટેલ, પુજા તિવારી, પ્રોબેશનર મદદનીશ પોલીસ કમિશ્નર સહિત અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુહાપુરામાંથી 6 પિસ્ટલ અને 526 કાર્ટીઝ સાથે 3 શખ્સોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચવધુ માહિતી માટે ક્લિક કરો newspane24.comHa...
27/05/2022

જુહાપુરામાંથી 6 પિસ્ટલ અને 526 કાર્ટીઝ સાથે 3 શખ્સોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

વધુ માહિતી માટે ક્લિક કરો newspane24.com

Harsh Sanghavi Gujarat Police Ahmedabad Police Ahmedabad City Ahmedabad

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે જુહાપુરામાંથી 6 પિસ્ટલ અને 526 કાર્ટીઝ સાથે ગુનાહિત ઈતિહાસ ધરાવતા 3 શખ્સોને ઝડપી લીધા છે.

ચોરીની 38 લાખ રોકડ સાથે નોકરને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ વધુ માહિતી માટે ક્લિક કરો newspane24.comHarsh Sanghavi Ahmedabad ...
26/05/2022

ચોરીની 38 લાખ રોકડ સાથે નોકરને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ

વધુ માહિતી માટે ક્લિક કરો newspane24.com

Harsh Sanghavi Ahmedabad City Gujarat Police Ahmedabad Police

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે વડોદરા એક્સપ્રેસ હાઈવે સી.ટી.એમ પાસેથી સરોગી સુપર સેલ્સ કંપનીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશ ભીંડના અને હાલ કાગડાપીઠ ખાતે રહેતા નોકર મનિષ શર્માને 38 લાખ રોકડ અને અન્ય માલ-સામાન મળી કુલ રુ. 41,05,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.

Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયોવધુ મહિતી માટે ક્લિક કરો newspane24.comHarsh...
22/05/2022

Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયો

વધુ મહિતી માટે ક્લિક કરો newspane24.com

Harsh Sanghavi Gujarat Police Ahmedabad Police

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે જુહાપુરાથી મકરબા તરફ જતા 100 ફુટના રોડ પરથી ફતેવાડીના એક શખ્સને 7,12,800 રુ.ની કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે.

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો : પેટ્રોલ-ડીઝલ થયા સસ્તાBJP Gujarat Narendra Modi Bharatiya Janat...
21/05/2022

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો : પેટ્રોલ-ડીઝલ થયા સસ્તા

BJP Gujarat Narendra Modi Bharatiya Janata Party (BJP) Bhupendra Patel Harsh Sanghavi

કેન્દ્ર સરકારે એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેથી પેટ્રોલની કિંમતમાં 9.50 રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો થયો છે.

Gujarat : ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી અંગેનું માર્ગદર્શન આપશે રાજ્ય સરકારવધુ માહિતી માટે ક્લિક કરો newspane...
20/05/2022

Gujarat : ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી અંગેનું માર્ગદર્શન આપશે રાજ્ય સરકાર

વધુ માહિતી માટે ક્લિક કરો newspane24.com

Bhupendra Patel BJP Gujarat Harsh Sanghavi Bharatiya Janata Party (BJP) Jitu Vaghani

રાજ્યના ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના નિર્માણ માટે યોગ્ય દિશામાં આગળ વધી શકે તે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઓફ-લાઈન અને ઓન-લાઈન માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવશે.
સુરત ખાતે શિક્ષણ વિભાગ દ્વરા યોજાનાર આ ક્રાર્યક્રમના આચોજન અંગે નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાની અધ્યક્ષતામાં એક બોઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે ‘રાજ્યના શિક્ષણ વિભાગની અભિનવ પહેલના ભાગરૂપે ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ તા.૨૬ મેના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વેસુ સ્થિત એલ.પી.સવાણી સ્કુલ ખાતે યોજાશે’.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે શિક્ષણમંત્રી જીતુભાઈ વાધાણીના પ્રેરક માર્ગદર્શન હેઠળ આચોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને દિશાસુચનો મળી રહે તેવો ઉમદા આશય રહેલો છે. ઓન-લાઈન અને ઓફ-લાઈન યોજાનાર આ કાર્યક્રમનું સંયુક્ત પ્રસારણ બાયસેગ ખાતેથી કરાશે. જે ડીડી ફ્રી ડીશ, ડીટીએચ સર્વિસ પર જોઈ શકાશે અને સાથે સાથે યુ-ટ્યુબ પર જીવંત પ્રસારણ પણ નિહાળી શકાશે.

05/05/2022

પાકિસ્તાની બાળકોની ઈદ પર બંદુકો સાથે ઉજવણી

સમગ્ર વિશ્વમાં શાંતિ ઈચ્છતા લોકો, સમાજો, સંસ્કૃતિઓ, ધર્મો, દેશો અને વૈશ્વિક શાતિ માટે કાર્યરત ઈદારાઓને ચિતાગ્રસ્ત કરતો પાકિસ્તાનના ખૈબર-પખ્તુનઃખ્વા(KPK) વિસ્તારમાંથી આવેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે લશ્કરે-તૈયબા, હક્કાની નેટવર્ક, જૈશ-એ-મોહમ્મદ, હીજ્બ-ઉલ-મુજાહીદીન, હરકત-ઉલ-અન્સાર, હરકત-ઉલ-મુજાહીદીન, અલ-બદ્ર, જમીયત-ઉલ-મુજાહીદીન, લશ્કર-એ-જબ્બાર, હરકત-ઉલ-જેહાદ-અલ-ઈસ્લામી, મુત્તાહિદા-જેહાદ-કાઉન્સિલ, અલ-બર્ક, તહેરીક-ઉલ મુજાહીદીન, જમ્મુ એન્ડ કાશ્મિર નેશનલ લીબરેશન આર્મી, પીપલ્સ લીગ, મુસ્લિમ-જાંબાજ-ફોર્સ, કાશ્મિર જીહાદ ફોર્સ, અલ જેહાદ ફોર્સ, અલ-ઉમર-મુજાહીદીન, મહાજ-એ-આઝાદી, ઈસ્લામી-જામાત-એ-તુલબા, જમ્મુ એન્ડ કાશ્મિર સ્ટુડન્ટ્સ લીબરેશન ફ્રન્ટ, ઈખ્વાન-ઉલ-મુજાહીદીન, ઈસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ, તહેરીકે-હુર્રીયતે-કાશ્મિર, મુસ્લિમ મુજાહીદીન, અલ-મુજાહીદ ફોર્સ, જમાત-ઉલ-અહરાર, લશ્કરે ઈસ્લામ, હજ્બ-ઉ્ત-તહેરીર, તારીક ગીદાર ગ્રૃપ, જમાત-ઉદ્દ-દાવા-અલ-કુરાન, તન્ઝીમ-ઉલ-ઈસ્લામી-ઉલ-ફુરકાન, તાલીબાન, હીજ્બ-ઉત્ત-તહેરીર, લશ્કરે જબ્બાર, સુન્ની તહેરીક સહિતના આતંકવાદી સંગઠનોને પાળીપોષીને સમગ્ર વિશ્વમાં આતંકવાદનો વ્યવસાય કરાનારા પાકિસ્તાની નતૃત્વમાં આ જોઈને પણ સદબુદ્ધી આવે તો સારુ..... બાકી કુમળી વયના બાળકોના મનમાં આતંકવાદનું ઝેર રેડી સમગ્ર વિશ્વને આતંકવાદની આગમાં ઝોકવાની સાથે સાથે પાકિસ્તાન પોતાના પાળેલા સાંપોના ડંખથી પોતે પણ વારંવાર જખમી થતુ રહેશે.

PMO India Bhupendra Patel Harsh Sanghavi BJP Gujarat Gujarat Police Bharatiya Janata Party (BJP)

pyrography : આગથી પર લાકડા પર અદ્ભુત ચિત્રકારીવધુ માહિતી માટે ક્લિક કરો newspane24.comI love Art Artprice Harsh Sanghavi...
01/05/2022

pyrography : આગથી પર લાકડા પર અદ્ભુત ચિત્રકારી

વધુ માહિતી માટે ક્લિક કરો newspane24.com

I love Art Artprice Harsh Sanghavi

પાયરોગ્રાફી તરીકે ઓળખાતી કળાનું શિક્ષક રવિ રાદડિયા દ્વારા પ્રથમવાર ગુજરાતના સુરતમાં પ્રદર્શન

સુરતના સરસાણા ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય પાટીદાર ગ્લોબલ સમીટમાં રવિ રાદડિયાના પાયરોગ્રાફી આર્ટ દ્વારા તૈયાર કરાયોલા ચિત્રોનું વેચાણ અને પ્રદર્શન યોજાયુ હતુ. બાળપણથી જ કંઈક અનોખુ કરવાના જોશ સાથે વેસ્ટેજ લાકડાને બાળી પાયરોગ્રાફી દ્વારા ચિત્રો બનાવી રવિ રાદડિયા પોતે તો આત્મનિર્ભર બન્યા જ છે, સાથે સાથે તેમણે આત્મનિર્ભર બનવા ઈચ્છતા અનેક યુવાઓ માટે એક નવો પથ તૈયાર કર્યો છે.
રવિ રાદડિયા નાનપણથી જ વિવિધ પ્રકારની કલાઓથી આકર્ષાયા હતા અને તેમની વિશેષ રુચિ ચિત્રકળામાં હતી. યોગાનુયોગ એક વાર તેમણે યુ-ટ્યુબ પર પાયરોગ્રાફી દ્વારા ચિત્ર તૈયાર કરવાનો વિડીયો જોયો અને તેમને પાયરોગ્રાફીથી ચિત્રૌ તૈયાર કરવાની પ્રેરણા મળી.
પાયરોગ્રાફી દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોને માર્કેટમાં વેચવામાં સફળતા પ્રાપ્ત કરતા રવિ રાદડિયાએ શિક્ષકની નોકરી છોડી કળાને જ પોતાનો વ્યવસાય બનાવી દીધો. આજે તેમને દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો સહિત વિદેશમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે. પોતાની આ કલાના માધ્યમથી તેઓ આત્મનિર્ભર બની મહીને લગભગ 35 હજાર રુ.ની આવક મેળવી રહ્યા છે.
આ અંગે રવિ રાદડિયાએ જણાવ્યુ હતુ કે, “હું નાનપણથી જ આર્ટના વિષયમાં રસ ધરાવતો હતો. પરંતુ સમયની સાથે બી.એસ.સી સુધીનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ શાળા શિક્ષક તરીકે નોકરીની સાથે પેઈન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક દિવસ મને પાયરોગ્રાફી આર્ટથી ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો જેથી મેં યુટ્યબના પર વિડિયો જોયો જેમાં લાકડાને બર્નિંગ કરીને આર્ટ બનાવવામાં આવતા હતા. આ આર્ટકલા ભારત માટે એકદમ નવી હતી. એટલે વિડિઓ જોઈને અલગ અલગ પ્રયોગ કરીને આ પ્રકારનુ આર્ટ શીખવાનું શરૂ કર્યું”.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, “પાયરોગ્રાફી આર્ટના અભ્યાસની તપાસ કરી તો ભારતમાં કોઈ પણ કેન્દ્ર ન હતું. જેથી જાત મહેનત અને પ્રયોગો કરી પાયરોગ્રાફી શીખ્યો છું. જેથી શિક્ષકની નોકરી છોડી હવે આ ક્ષેત્રે આર્ટ બિઝનેશને આગળ વધારી રહ્યો છું. પાયરોગ્રાફી આર્ટ પર કામ કરતા મને બે વર્ષ જેવો સમય વિતિ ગયો છે. આખરે મહેનત રંગ લાવી પાયરોગ્રાફી આર્ટની કલાથી હું પોતે આત્મનિર્ભર બન્યો છું. સારી એવી કમાણી થઈ રહી છે. ભવિષ્યમાં હું પાયરોગ્રાફી શીખવા માંગતા લોકો માટે કલાસ શરૂ કરીશ”.
પાયરોગ્રાફી વિષે વિસ્તૃત છણાવટ કરતી મહિતી આપતા તેમણે જણાવ્યુ હતુ કે પાયરોગ્રાફીની કળા એટલે લાકડાની નેચરલ પ્લાય પર રેણીયા અને લાઈટરના ઉપયોગથી લાકડાની સપાટીને બાળીને તૈયાર કરવામાં આવતુ આર્ટ. તેમણે સ્પષ્ટ કર્યુ કે આ કલામાં કોઈપણ પ્રકારના રંગોનો ઉપયોગ કરાતો નથી. માત્ર કાષ્ટની સપાટીને બાળીને ચિત્રો તૈયાર કરવામાં આવે છે.
પાયરોગ્રાફી પ્રાચીન સમયમાં ઈજિપ્તવાસીઓ અને આફ્રિકન આદિવાસી સમુદાયોમાં પ્રચલિત કળા હતી. તેઓ લાકડાને સળગાવીને ફ્રી-હેન્ડથી સુશોભન કાળઓમાં લાકડાનો ઉપયોગ કરતા હતા. હાલમાં પાયરોગ્રાફીમાં હોટ ટાઈપિંગ(પાયરોટાઈપ) ઘર્ષણ, સૂર્યપ્રકાશ અને એસિડના ઉપયોગ દ્વારા ચિત્રો તૈયાર કરવામાં આવે છે.

ખેલ મહાકુંભ : દિવ્યાંગ રમતવીરો માટે ખેલ મહાકુંભ-2022વધુ માહિતી માટે ક્લિક કરો newspane24.comBhupendra Patel Harsh Sangha...
30/04/2022

ખેલ મહાકુંભ : દિવ્યાંગ રમતવીરો માટે ખેલ મહાકુંભ-2022

વધુ માહિતી માટે ક્લિક કરો newspane24.com

Bhupendra Patel Harsh Sanghavi Mahisagr Mahisagar district

રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા તથા જિલ્લા રમતગમત અધિકારી મહીસાગર દ્વારા ખેલ મહાકુંભ-2022 અંતર્ગત દિવ્યાંગ રમતવીરો માટે ખેલ મહાકુંભ-2022 યોજાયો હતો. દિવ્યાંગ ખેલાડીઓ માટેની આ સ્પર્ધા લુણાવાડાની વેદાંત સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી.
દિવ્યાંગ ખેલાડીઓની આ સ્પર્ધા દરમ્યાન જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેલાડીઓનું મનોબળ વધારવા સાથે ચેસના ખેલાડીઓ સાથે વતચીત કરી તેમની રમતને ધ્યાનપુર્વક નિહાળી હતી.
આ પ્રસંગે ડૉ. મનીષ કુમારે જણાવ્યું હતું કે “દિવ્યાંગ ખેલાડીઓ પણ સામાન્ય ખેલાડીઓની જેમ રમત રમી શકે છે અને તેમની કુશળતાઓ દર્શાવી શકે તે માટે ખેલ મહાકુંભ દ્વારા આચોજીત વિવિધ સ્પર્ધાઓ પ્રોત્સાહક સાબિત થઈ રહી છે.” આ સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે મહીસાગર જિલ્લાના રમતવીરો સ્પર્ધામાં સારુ પ્રદર્શન કરશે.
મહીસાગર જિલ્લા ખાતે ખેલ મહાકુંભ-2022 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓના સ્પે.ખેલ મહાકુંભમાં 400 જેટલા રમતવીરોએ ભાગ લઈ તેમના કોશલ્યો પ્રદર્શિત કર્યા હતા.

PSIની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર6 માર્ચે યોજાઈ હતી પરીક્ષા1382 બેઠક માટે 96,243 ઉમેદવારોઓએ આપી હતી પરીક્ષા4,311 ઉમ...
27/04/2022

PSIની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર

6 માર્ચે યોજાઈ હતી પરીક્ષા

1382 બેઠક માટે 96,243 ઉમેદવારોઓએ આપી હતી પરીક્ષા

4,311 ઉમેદવારો પાસ થયા

Karachi Blast : કરાચીમાં ચાઈનીઝ નાગરિકો પર આતંકવાદી હુમલો : 4 ચાઇનીઝ સહિત 5ના મોતવધુ માહિતી માટે ક્લિક કરો newspane24.co...
26/04/2022

Karachi Blast : કરાચીમાં ચાઈનીઝ નાગરિકો પર આતંકવાદી હુમલો : 4 ચાઇનીઝ સહિત 5ના મોત

વધુ માહિતી માટે ક્લિક કરો newspane24.com

INDIA* BJP Gujarat BJP India

આતંકવાદના ઉત્પાદન ઉછેર અને ઉપયોગ સાથે સંકળાયેલુ પાકિસ્તાન હવે તેની આતંકવાદને પોષતી નીતિઓનો ભોગ પોતે જ બની રહ્યું છે. પાકિસ્તાનના કરાચીમાં કરાચી યુનિવર્સિટી પાસે થયેલા એક બોમ્બ બ્લાસ્ટમાં 4 ચીની નાગરિકો સહિત 5 લોકોના મોત નિપજ્યા છે. કરાચીના કમિશનર ગુલામ નબી મેનને આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આ આત્મઘાતી હુમલો હોઈ શકે છે.

Address

Parvatinandan Park Sarkhej
Ahmedabad
382210

Alerts

Be the first to know and let us send you an email when NewsPane posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NewsPane:

Videos

Share

Category


Other Newspapers in Ahmedabad

Show All