Praja Ahewal

Praja Ahewal PrajaAhwal is a multi-lingual news platform, which serves news content in Gujarati.

Founded in 2021, its mission is to connect people in their own local language.

25/02/2022

સાધુ બન્યો હવસખોર સ્થાનિક રહીશો દ્વારા માર મારવા આવ્યો અમદાવાદ અસારવા વિસ્તાર ની ઘટના

15/02/2022

બિગ બ્રેકિંગ

જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપ માં ભીષણ આગ

આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો

ધડાકા નો આવાજ એક કિમી સુધી સંભળાયો

14/02/2022

વાયરલ વીડીયો
નજીવા કપડા માટે એક બાળકનો જીવ જોખમમાં

અમદાવાદમાં ઝડપાયું આવાસ યોજના ના મકાન ભાડે આપવાનું કૌભાંડ, 471 ફ્લેટ માલિકને અપાઈ શો કોઝ નોટીસઘણી વખત તમે એવા કિસ્સાઓ સા...
05/02/2022

અમદાવાદમાં ઝડપાયું આવાસ યોજના ના મકાન ભાડે આપવાનું કૌભાંડ, 471 ફ્લેટ માલિકને અપાઈ શો કોઝ નોટીસ

ઘણી વખત તમે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે કોઈ વ્યક્તિને આવાસમાં મકાન મળ્યું હોય પણ તે આવાસના મકાનમાં રહેવા જવાને બદલે આ મકાનને ભાડે આપી દેતા હોય છે. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવાસનું મકાન ભાડે આપનારાઓની સામે તવાઈ બોલાવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા EWS આવાસના 400 કરતા પણ વધુ મકાનમાલિકોને મકાન ભાડે આપવા બદલ શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસ બાદ માત્ર 30 જેટલા મકાન માલિકો દ્વારા જ આ મામલે જવાબ રજૂ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા અને ગરીબ લોકોને કોર્પોરેશન દ્વારા આવાસ ફાળવવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા EWS આવાસ યોજના અંતર્ગત શહેરમાં વટવા, ગોતા, ચાંદખેડા, બોડકદેવ, નિકોલ, ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તારમાં મકાનો બનાવવામાં આવ્યા છે. આ મકાનો ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આપવામાં આવે છે. EWS આવાસનું મકાન જેમને પણ આપવામાં આવે છે તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. આ મકાન જેમને આપવામાં આવે છે તેઓ કાયદા અનુસાર 7 વર્ષ સુધી તેમનું મકાન અન્ય લોકોને વેચાણથી આપી શકતા નથી. આ ઉપરાંત તેઓ મકાન કોઈને ભાડે આપી શકતા નથી.

ત્યારે EWS આવાસના ફ્લેટ ધારકોએ કેટલાક લોકોને પોતાના મકાન ભાડે આપ્યા હોવાની માહિતી અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને મળી હતી. તેથી આ મામલે મહાનગરપાલિકાના હાઉસિંગ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 471 જેટલા આવાસ ધારકોએ નિયમનો ભંગ કરીને તેમને મળેલુ આવાસ કોઈં વ્યક્તિને ગેરકાયદેસર રીતે ભાડે આપેલું છે. તેથી તાત્કાલિક અસરથી આ 471 ફ્લેટ ધારકોને શો કોઝ નોટીસ પાઠવીને જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. પણ હજુ સુધી આ મામલે માત્ર 30 જેટલા લોકો દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. તેથી હવે આગામી દિવસોમાં હાઉસિંગ વિભાગ દ્વારા નોટીસનો જવાબ ન આપનાર મકાનમાલિકને ફરીથી નોટીસ આપવામાં આવશે અને તેમના મકાન પોલીસની મદદથી ખાલી કરાવવામાં આવશે.

એક વિગત એવી પણ આવી રહી છે કે, મકાન મળ્યા બાદ માલિક તેને 7 વર્ષ સુધી વેચી શકતો નથી. તેથી કેટલાક લોકો અધિકારીઓની સાથે સેટિંગ કરીને આ મકાનને અન્ય લોકોને વેચાણ કરીને આપી દેતા હોય છે. જ્યારે ચેકિંગ આવે છે ત્યારે મકાનમાલિક દર્શાવતા હોય છે કે, આ મકાન ભાડે આપવામાં આવ્યું છે. આવા કિસ્સાઓમાં પણ આવાસ યોજનાના 38 ચેરમેન અને સેક્રેટરીને નોટીસ આપવામાં આવી છે અને 38 સ્કીમમાં જાહેર નોટીસ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

કિશન ભરવાડ હત્યા કેસમાં કંગનાએ કરી પોસ્ટ :'કિશન શહીદ છે, એના જેવા લોકો જ દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવે છેબોલિવૂડમાંથી સૌ...
30/01/2022

કિશન ભરવાડ હત્યા કેસમાં કંગનાએ કરી પોસ્ટ :'કિશન શહીદ છે, એના જેવા લોકો જ દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવે છે

બોલિવૂડમાંથી સૌ પહેલાં એક્ટ્રેસ કંગના રનૌતે કિશન ભરવાડ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની થોડાં સમય પહેલાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

કંગનાએ કહ્યું, કિશન દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે

કિશન ભરવાડ હત્યા કેસમાં કંગનાએ ઝુકાવ્યું:'કિશન શહીદ છે, એના જેવા લોકો જ દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવે છે, તેની વિધવાને પેન્શન મળે'
મુંબઈ માં 4 કલાક પહેલા
કંગનાએ કહ્યું, કિશન દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે

ગુજરાતમાં હાલમાં કિશન ભરવાડ હત્યા કેસને લઈ રાજકારણ ગરમ છે. હવે બોલિવૂડમાંથી સૌ પહેલાં એક્ટ્રેસ કંગના રનૌતે કિશન ભરવાડ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની થોડાં સમય પહેલાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

શું કહ્યું કંગનાએ?
કંગનાએ કહ્યું હતું, 'ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી છે. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.'

27/01/2022

ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા # ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરતા ગુજરાત સરકાર દાવા પોકળ સાબિત થયા અમદાવાદના નરોડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ લઇ જતા બુટલેગરો બેફામ # નરોડા કૃષ્ણનગર માં ફૂલ ભરણ હોવાથી ખુલ્લેઆમ દેશી દારૃની ની હેરાફેરી આવી સામે # બુટલેગરની પૂછપરછમાં કૃષ્ણનગરના ઉદ્દેશીનો માલ હોવાનું જાણવા મળેલ છે
કૃષ્ણનગર નરોડા માં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે જેમાં કૃષ્ણનગરના વહીવટદાર નરોડાના વહીવટદાર ની મિલીભગત સામે આવી છે હવે એ જોવાનું કે પોલીસ કમિશનર શું એક્શન લેશે કે આંખ આડા કાન કરશે

18/01/2022

આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઉપાધ્યક્ષ ઇશુદાન ગઢવી સાથે કાર્યકરતા ના રાજીનામા મુદ્દે વાતચીત

29/11/2021

ગરીબ વિદ્યાર્થી ની ભણવાની ધગસ ને સલામ

04/11/2021
ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં સતત બીજી મેચ હારી , વિરાટ સેના સેમિફાઇનલ રેસમાંથી લગભગ બહારવિરાટ કોહલી સતત પાંચમી વાર ટોસ હાર્ય...
31/10/2021

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં સતત બીજી મેચ હારી , વિરાટ સેના સેમિફાઇનલ રેસમાંથી લગભગ બહાર

વિરાટ કોહલી સતત પાંચમી વાર ટોસ હાર્યો છે . આની સાથે જ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટની 21 મેચમાંથી 17 માં તે ટોસ હાર્યો છે .

T - 20 વર્લ્ડ કપની 28 મી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 8 વિકેટથી હરાવી દીધી છે . ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 110 / 7 નો સ્કોર નોંધાવ્યો હતો . રવીંદ્ર જાડેજા ઈન્ડિયન ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો , તેણે 26 રન કર્યા હતા . વળી કીવી ટીમ માટે રેંટ બોલ્ટે 3 વિકેટ લીધી હતી . 111 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડની ટીમે 14.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર ચેઝ કરી લીધો.

T - 20 રેકોર્ડમાં ભારત પાછળ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓવરઓલ T - 20 ક્રિકેટમાં કુલ 16 મેચ રમાઈ છે અને આમાં પણ કીવી ટીમ સૌથી વધુ 8 મેચ જીતવામાં સફળ રહી છે , જ્યારે ભારત માત્ર 6 મેચ જીતી શક્યું હતું અને 2 મેચ ટાઈ રહી હતી .

ફી પાછી ક્યારે મળશે ?: ધોરણ 10 અને 12 ના 13 લાખથી પણ વધુ વિદ્યાર્થી પાસેથી વસૂલેલી કરોડોની પરીક્ષા ફી બોર્ડ પાછી નહીં આપ...
30/10/2021

ફી પાછી ક્યારે મળશે ?: ધોરણ 10 અને 12 ના 13 લાખથી પણ વધુ વિદ્યાર્થી પાસેથી વસૂલેલી કરોડોની પરીક્ષા ફી બોર્ડ પાછી નહીં આપે

તદ્ ઉપરાંત પરીક્ષાની તમામ તૈયારી માટે જવાબ પેપરની ખરીદીથી લઇને પ્રશ્નપત્રની તમામ તૈયારીઓ થઇ ચૂકી હતી . ધો .10 માં 8.57 લાખ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી દીઠ રૂ .355 પરીક્ષા ફી લેવાઈ હતી તે રીતે ધો .12 વિજ્ઞાન પ્રવાહના 1.07 લાખ વિદ્યાર્થી પાસેથી 605 લેખે જ્યારે સામાન્ય પ્રવાહના 4 લાખ વિદ્યાર્થી પાસેથી 490 પરીક્ષા ફી લેવાઈ હતી .

ધો .10 અને 12 ની બોર્ડ પરીક્ષા મોકૂફ રહ્યા બાદ વાલી મંડળે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી વ્યાજસહિત પરત કરવાની માગણી કરી હતી . પરંતુ બોર્ડે નિર્ણય લીધો છે કે પરીક્ષાની તમામ પ્રક્રિયા પૂરી થઈ હતી અને બોર્ડમાં થતા ખર્ચનો મુખ્ય સ્ત્રોત પરીક્ષા ફી હોવાથી વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરાશે નહીં .

બોર્ડનો તર્ક છે કે માસ પ્રમોશન પહેલાં જવાબ પેપરની ખરીદીથી માંડી તમામ તૈયારી થઈ ચૂકી હોવાથી પરીક્ષા ફી મજરે ન આપી શકાય
બોર્ડની આવકનો મુખ્ય સ્રોત પરીક્ષા ફી હોવા ઉપરાંત અધિકારીઓનો પગાર પણ તેમાંથી નીકળતો હોવાની દલીલ

કોરોના મહામારીને કારણે ધો .10 અને 12 નો પરીક્ષા કાર્યક્રમ જાહેર થયાના બીજા જ દિવસે બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી અને નક્કી કરેલી ફોર્મ્યુલા પર પરિણામ તૈયાર કરાયા હતા . જેથી વિદ્યાર્થીઓએ ભરેલી પરીક્ષા ફી પરત કરવા માગ કરાઇ હતી . પરંતુ બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે , બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની ફી પરત ન કરવાનો નિર્ણય લેવોયો છે . કારણ કે બોર્ડના અધિકારીઓનો પગાર , ફેસેલિટી અને તમામ પ્રક્રિયાની આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત પરીક્ષા ફી છે . તેથી તે પરત કરી શકાય નહીં .

સચિન તેંડુલકર પાસેથી ભારત રત્ન પરત લેવાની માગ : કોંગ્રેસ સાંસદના પુત્રની લીગલ ફર્મે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો , ગેરકાયદે ર...
30/10/2021

સચિન તેંડુલકર પાસેથી ભારત રત્ન પરત લેવાની માગ : કોંગ્રેસ સાંસદના પુત્રની લીગલ ફર્મે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો , ગેરકાયદે રીતે વિદેશમાં પૈસા છુપાવ્યા હોવાનો આરોપ

2016 માં ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સ ( ICIJ ) એ પનામા પેપર્સ લીક કર્યા હતા . ત્યારે દુનિયાને ખ્યાલ આવ્યો કે પનામા જેવા ટેક્સ હેવન્સ દેશોમાં અમીર લોકો કઈ રીતે પોતાના બ્લેક મનીનું રોકાણ કરે છે . પનામાને લઈને જ પેન્ડોરા પેપર્સના દસ્તાવેજ તપાસમાં આવ્યા , જેમાં સચિન તેંડુલકર , પોપ સિંગર શકીરા અને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર સહિત વિશ્વભરના સેંકડો સેલિબ્રિટીઝના ગેરકાયદે રોકાણ હોવાનો દાવો કરાયો હતો

રાયપુરની RAV લીગલ ફર્મે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પાસેથી ભારત રત્ન પરત લેવાની માગ સાથે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે . તેંડુલકર પર ગેરકાયદે રીતે વિદેશમાં પૈસા છુપાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે . ફર્મનો દાવો છે કે સચિન ટેક્સ ફ્રી દેશ બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં કરોડો રૂપિયા જમા કર્યા હતા . RAV લીગલ ફર્મ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પ્રસિદ્ધ વકીલ વિવેક તખ્ખાના પુત્ર વરુણ તખ્ખાની છે .

RAV એ પત્રમાં જણાવ્યું છે કે તેંડુલકરે પોતાની પત્ની અંજલિ અને સસરા આનંદ મહેતાની પાર્ટનરશિપમાં SAAS ઈન્ટરનેશનલ નામની કંપની ખોલી છે. આ કંપનીની મદદથી બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા છે . સચિન તેંડુલકરની કંપની SAAS નું સમગ્ર કામ એલગોકલ લૉ ફર્મની મદદથી થતું હતું . આ ફર્મ ટેક્સ હેવન કહેવાતા પનામા દેશોમાં વિદેશી અબજપતિઓની મદદ કરે છે .

પેન્ડોરા પેપર્સમાં જ્યારે આ ફર્મનું નામ આવ્યું તો SAAS ને બંધ કરી દેવાઈ , ત્યાં જમા 60 કરોડ રૂપિયા ભારત લાવવામાં આવ્યા . પત્રમાં લખવામાં આવ્યું છે કે સચિન તેંડુલકરે આ પછી પોતાના પ્રવક્તાના માધ્યમથી જણાવ્યું હતું કે તેમણે એક સરકારી યોજના LRAS નો લાભ લીધો હતો અને તમામ પ્રકારના ટેક્સ ચૂકવ્યા

RAV લીગલે કહ્યું હતું કે શેલ કંપનીની મદદથી વિદેશોમાં પૈસા જમા કરાવવા ભારતના કાયદાની સાથે છેતરપિંડી કરવા મા આવી છે . ભારતના સર્વોચ્ચ અવૉર્ડ ભરત રત્ન થી સન્માનિત વ્યક્તિ દ્વારા વિદેશોમાં પૈસા સંતાડવાની વાત છે . એનાથી સમગ્ર દેશમાં ખોટો સંદેશ જાય છે . તેથી તેમની પાસેથી ભારત રત્નનું સન્માન પરત લઈ લેવું જોઈએ . ફર્મે કહ્યું હતું કે જો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી આ અંગે કોઈ નિર્ણય નહીં કરે તો પોતે હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવશે .

29/10/2021

ફટાકડા ફોડતી પહેલા આ વીડિયોને અચૂક જોવો
અને આપના બાળકો ને પણ બતાવી સમજાવો આવી ભૂલ ના કરે

સુરતમાં ગટર લાઇન ઉપર ફટાકડા ફોડતી વખતે આગ લાગતા પાંચ બાળકો દાઝ્યા...
સમગ્ર ઘટના તુલસીદર્શન સોસાયટી સરથાણા યોગી ચોક સુરત ની છે

ભુજ BSF માં ફરજ બજાવતો મોહમ્મદ સજાદ જવાન પાકિસ્તાનને આપી રહ્યો હતો માહિતી, ગુજરાત ATS એ કરી ધરપકડકચ્છની સંવેદનશિલ સરહદ પ...
27/10/2021

ભુજ BSF માં ફરજ બજાવતો મોહમ્મદ સજાદ જવાન પાકિસ્તાનને આપી રહ્યો હતો માહિતી, ગુજરાત ATS એ કરી ધરપકડ

કચ્છની સંવેદનશિલ સરહદ પર બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ જબાવતો એક જવાન ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપી રહ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે ભુજમાં સફળ ઓપરેશન પાર પાડ્યું

*ભૂજ, ઉદય રંજનઃ* ભારત અને પાકિસ્તાનના સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહે છે. ત્યારે સરહદી રાજ્યોમાં દેશની રક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) નું મહત્વ ખુબ વધી જાય છે. ગુજરાતમાં પણ કચ્છની સરહદ પાકિસ્તાન સાથે લાગે છે. ત્યારે તેની સુરક્ષાની જવાબદારી બીએસએફ પાસે છે. પરંતુ ભુજમાં બીએસએફમાં ફરજ જબાવતો એક કોન્સ્ટેબલ પાકિસ્તાનને માહિતી આપી રહ્યો હતો. જે. ત્યારે ગુજરાત એટીએસની ટીમે ભુજમાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત એટીએસની ટીમે આ બીએસએફ જવાનની ધરપકડ કરી છે. હવે તો આ જવાનની પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવશે.

*જમ્મુ-કાશ્મીરનો રહેવાસી*
ભુજમાં બીએસએફમાં ફરજ બજાવી રહેલા જવાનનું નામ મોહમ્મદ સજાદ છે. તે મૂળ કાશ્મીરના રાજૌરીનો રહેવાસી છે. તે પાકિસ્તાનને ફોન પર ગુપ્ત માહિતી આપતો હતો. આ ખુબ જ ખતરાની વાત છે. કચ્છની સરહદે પાકિસ્તાન આવેલું છે. તેની સુરક્ષાની જવાબદારી સતત બીએસએફના હાથમાં હોય છે. ત્યારે જો પાકિસ્તાનને કોઈ ગુપ્ત માહિતી મળે તો દેશ માટે ખતરો ઉભો થઈ શકે છે.

ટીમ ઇન્ડિયા નો વિરાટ પરાજય
24/10/2021

ટીમ ઇન્ડિયા નો વિરાટ પરાજય

22/10/2021

અજિત મીલ ચાર રસ્તા રખિયાલ વિસ્તાર મા બ્રિજ પડ્યાના સમાચાર સાવ ખોટી અફવા છે વિડિઓ મા તમે જોઈ શકો છો બ્રિજ સહી સલામત ઉભો છે આ સાચી ઘટના લોકો સુધી પોહચાડવા વિડિઓ શેર કરો

22/10/2021

દેશ ના જવાનનો દેશ ના જનતા માટે સંદેશ

જોઈએ કોણ કોણ આમની વાત મને છે
દેશ ભક્તિ જવાનજ કરે એ ક્યાં લખેલુ છે
તો અમારા જવાન ને આ વિડિઓ કેમ બનાવો પડ્યો
મહેરબની કરી બધા દેશ માટે જાગૃત થાવ અને જવાનો ની મદદે આવો મહેરબાની કરી આ વિડિઓ શેર કરી દેશ ની મદદે આવો

T20 World Cup માં પાકિસ્તાન સામે મેચ નહીં રમે ભારત? BCCI નો જવાબ આ રહ્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી -20 વર્લ્ડ કપની મેચ...
20/10/2021

T20 World Cup માં પાકિસ્તાન સામે મેચ નહીં રમે ભારત? BCCI નો જવાબ આ રહ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી -20 વર્લ્ડ કપની મેચ રદ કરવાની માંગ છે. BCCI એ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ મેચને લઈને એક મોટો ખુલાસો જારી કર્યો છે. ટી20 વર્લ્ડકપ2021 17 ઓક્ટોબરથી શરૂ થયો છે, જેમાં ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે, પરંતુ આ મેચ રમાશે કે નહીં તેને લઈને ખુબ જ અવઢવ છે. છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં ભારતીય નાગરિકો પર વધેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ છે, જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી -20 વર્લ્ડ કપની મેચ રદ કરવાની માંગ ઉઠી છે.

19/10/2021

જામીન મંજૂર:સુરજદેવળ મંદિર ખાતે અપમાનજનક નિવેદનના કેસમાં કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતને જામીન મળતા જેલમુક્ત થયા

અમરેલી ડીએસપી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અપમાનજક નિવેદન આપ્યું હતું

સુરજદેવળ મુકામે કાઠી ક્ષત્રીય સમાજના સંમેલનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા વિરુદ્ધ ટીપ્પણી કરતા તા.16.6.2021ના રોજ રાજશેખાવતની ધરપક્ડ કરાઈ હતી. જેમાં આજ રોજ સુરેન્દ્રનગર જીલ્લા સેશન્સ કોર્ટ દ્વારા કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની જામીન અરજી મંજૂર થતાં એમને જેલ મૂક્ત કરાયા હતા.

અમરેલીના લુવરા ગામે બનેલી ઘટના બાદ ચોટીલાના સુરજદેવળ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન યોજાયું હતું. જેમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાય વિરુદ્ધ અપમાનજનક નિવેદન કરવામાં આવતા તેઓ સામે પોલીસે ગુન્હો દાખલ કરી જિલ્લા પોલીસે તેઓની તા.16.6.2021ના રોજ ધરપક્ડ કરવામાં આવી હતી.

તા.17.6.2021ના રોજ ચોટીલા કોર્ટમાં પોલીસે રાજ શેખાવતની રિમાન્ડ માટે 10 દિવસની માંગણી કરતા કોર્ટે તા.21.6.2021ના રોજ સવારે કોર્ટમાં હાજર કરવાની શરતે રિમાન્ડ મંજુર કર્યા હતા.આ રિમાન્ડ પૂર્ણ થતાં ચોટીલા કોર્ટમાં રાજ શેખાવતને પોલીસે હાજર કર્યા હતા. જેમાં રાજ શેખાવત વતી જામીનની અરજી કરવામાં આવતા કોર્ટએ જામીન નામંજુર કરવામાં આવ્યા હતા અને રાજ શેખાવતને જિલ્લાની જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

આજે રાષ્ટ્રીય કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરેન્દ્રનગર જીલ્લા સેશન્સ કોર્ટ દ્વારા કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. જેના આધારે એમને જેલમુક્ત કરવામાં આવ્યા હતા.

હરિયાણા પોલીસે આજે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ કરી છે.ભારતીય ક્રિકેટ ખેલાડી યુવરાજ સિંહની ઇન્સ્ટાગ્રામ સેશન દરમિય...
18/10/2021

હરિયાણા પોલીસે આજે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ કરી છે.

ભારતીય ક્રિકેટ ખેલાડી યુવરાજ સિંહની ઇન્સ્ટાગ્રામ સેશન દરમિયાન યૂજ઼વેન્દ્ર ચહલ ખેલાડી પર જાતિવાદી ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ સામે જાતિવાદી અપશબ્દો વાપરવા બદલ હરિયાણામાં ધરપકડ કરવામાં આવી હતી. દિગ્ગજ બેટ્સમેનની હરિયાણાના હિંસાર જિલ્લાના હંસીમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને ટૂંક સમયમાં વચગાળાના જામીન મળી ગયા હતા.

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુhલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્ર...
09/10/2021

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુhલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંધવીએ મનભરી રમાડયું

નવયુવાનો અને સર્વે ગુજરાતીઓને સોશ્યિલ મીડિયાના માધ્યમમાં વધુને વધુ આ સમાચાર શેર કરવાની અપીલ કરતા ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીજી

પ્રજા અહેવાલ ની પણ આપ સૌને વિનંતી જે કોઈને બી જાણ થાય અમને સંપર્ક કરે +917990052634 કરે આ પોસ્ટ ને શેર કરે અને મદદ કરે

09/10/2021

ગાંધીનગર ની ઘટના
રાજયના પાટનગર ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામની ગૌ શાળાની બહારથી ગઇકાલે રાત્રિના સુમારે એક ધ્યાનકર્ષિત માસૂમ બાળક મળી આવ્યું હતું. ગાંધીનગર સહિત રાજયભરમાં લોકમુખે બાળકની ચર્ચા ગઇકાલ રાતથી જ થઇ રહી છે. કોણ હશે આ વ્યક્તિ જે આવા માસુમ બાળક ને રસ્તા પર મૂકીને જતો રહ્યો હશે પોલીસ મીડિયા અને જનતા નો સાથ સહકાર થી આપડે એ બાળક ને ન્યાય આપવાનો છે આ પોસ્ટ ને શેર કરી આ બાળક ના માતા પિતા ને શોધવા મદદ કરો
જે વ્યક્તિ આને ઓળખતા હોય અમના સગા સબંધી ને તો પ્રજા અહેવાલ ને +917990052634 આ નંબર પર સંપર્ક કરવો

હાલની ઘટના સોની ની ચાલી ઓઢવ વિસ્તાર મા હિટ એન્ડ રન કેસ હાલ માણસ અને ગડી ની ઓળખ થઇ નથી પોલીસ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર ...
07/10/2021

હાલની ઘટના સોની ની ચાલી ઓઢવ વિસ્તાર મા હિટ એન્ડ રન કેસ હાલ માણસ અને ગડી ની ઓળખ થઇ નથી પોલીસ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર માણસ ગંભીર હાલત મા

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટિલ અને પટેલ ની જોડીએ ભાજપ ને ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યોગાંધીનગર મ્યુ...
05/10/2021

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટિલ અને પટેલ ની જોડીએ ભાજપ ને ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસને આંચકો આપી દીધો છે. ભાજપે પહેલી વાર પાટીલ અને પટેલ ની જોડી યે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. જે અત્યાર સુધીની બહુ મોટી જીત મેળવી છે ભાજપે નેતૃત્વ મા પરિવર્તન કરીને વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. જેમાં જીત મેળવી ભુપેન્દ્ર પટેલ સાહેબે સાબિત કરી બતાવ્યો છે કે ગુજરાત ની જનતા તેમના નેતૃત્વ ને પસંદ કરે છે.

સોમવારે રાત્રે અંદાજે 9.07 કલાકે ચાર સોશિયલ મીડિયા વોટ્સએપ, ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ ના પ્લેટફોર્મ ડાઉન થયા, જે...
05/10/2021

સોમવારે રાત્રે અંદાજે 9.07 કલાકે ચાર સોશિયલ મીડિયા વોટ્સએપ, ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ ના પ્લેટફોર્મ ડાઉન થયા, જેનાથી યુઝર્સને ઘણી મુશ્કેલી થઈ રહી છે.ભારત સહિત આખા વિશ્વના યુઝરો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સ ટ્વીટર પર આ અંગે સ્ક્રીન શોટ શેર કરી ટ્વીટ કરી રહ્યા છે.

વોટ્સઅપે સર્વિસ ડાઉન પર ટ્વીટ કરતા લખ્યું કે અમને જાણ છે કે છેલ્લા ઘણા સમયતી લોકોને WhatsAppમાં સમસ્યા આવી રહી છે. અમે વસ્તુઓને ફરીથી સામાન્ય કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને યુઝર્સ ને ફરી મુશ્કેલી નો સામનો ના કરવો પડે એનું ધ્યાન રાખીશું

ફેસબુકે અસુવિધા પર માંગી માફી
ફેસબુક તરફથી નિવેદન આવી ગયુ છે. કે તેમને જાણ છે કે ઘણા લોકોને ફેસબુકની એપ્લિકેશન અને પોસ્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અસુવિધા બદલ માફી.માંગી

ગંભીર બીમારી થી પીડાતા દિનકર તિવારી ની આર્થિક મદદ માટે પુકાર મદદ કરવા વિડિઓ શેર જરૂર કરજો જેથી બીજા લોકો સુધી પોહચી સકેh...
05/10/2021

ગંભીર બીમારી થી પીડાતા દિનકર તિવારી ની આર્થિક મદદ માટે પુકાર
મદદ કરવા વિડિઓ શેર જરૂર કરજો જેથી બીજા લોકો સુધી પોહચી સકે

https://youtu.be/oLnal0TXGjY

અખિલ ભારતીય વિકાસ પરિષદ દ્વારા મદદ કરવા મા આવી ને લોકોને પણ સંદેશ પાઠવ્યો મદદ માટે આગળ આવેસહાયતા માટે ફોન નંબર ૯૬૩...

18/09/2021

ઓઢવ વિસ્તારમાં લૂખા તત્વો પ્રત્યે રહીશો નો આક્રોશ

અમદાવાદ-મુંબઇ વચ્ચે તા. ૭મી ઓગસ્ટથી તેજસ ટ્રેન પુનઃ દોડાવવાનો નિર્ણય આઇઆરસીટીસી દ્વારા લેવાયો છે. હવે ટ્રેન ૧૦ કોચના સ્થ...
06/08/2021

અમદાવાદ-મુંબઇ વચ્ચે તા. ૭મી ઓગસ્ટથી તેજસ ટ્રેન પુનઃ દોડાવવાનો નિર્ણય આઇઆરસીટીસી દ્વારા લેવાયો છે. હવે ટ્રેન ૧૦ કોચના સ્થાને ૧૫ કોચ સાથે દોડાવવાશે.

યુ.એસ. માં, કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટને કારણે ચેપના કેસોમાં વધારો થયો છે,જેને રેસ્પિરેટરી સિન્શીયલ વાયરસ(Respirator...
06/08/2021

યુ.એસ. માં, કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટને કારણે ચેપના કેસોમાં વધારો થયો છે,જેને રેસ્પિરેટરી સિન્શીયલ વાયરસ(Respiratory Syncytial Virus) અથવા આરએસવી તરીકે પણ ઓળખવામાં આવે છે.

10/07/2021
10/07/2021
10/07/2021

Address

209 Shayona Complex, Memco Char Rasta
Ahmedabad
380016

Alerts

Be the first to know and let us send you an email when Praja Ahewal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other News & Media Websites in Ahmedabad

Show All